બ્રહ્માસ્ત્ર ફિલ્મનું કેસરિયા ગીત આ મંદિરમાં થયું છે શૂટ, જાણો તેની રસપ્રદ વાત

Image Credit:(@youtube)

બોલીવુડની મચ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્ર બની ગઈ છે. થોડા સમય પહેલા તેનું ટીઝર સામે આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ કેસરિયા ગીતને રિલીઝ કરવામાં આવ્યું છે. કેસરિયા ગીત ચાહકોમાં ખૂબ જ ફેમસ થયું છે. છેલ્લા ઘણા સમયથી ચાહકોને આ ગીત સાંભળવાનો ક્રેઝ હતો. આ ગીતનું ટીઝર પણ ખૂબ જ હિટ થયું હતું. જ્યારે આખું ગીત તેના કરતા પણ વધારે સુપરહિટ સાબિત થયું છે.

બ્રહ્માસ્ત્ર ફિલ્મનું કેસરિયા ગીત ભારતના એક મંદિરમાં શૂટ કરવામાં આવ્યું છે. આજે તમને જણાવીએ કે આલિયા અને રણબીર નું આ ગીત કયા મંદિરમાં શૂટ થયું છે.

આલિયા અને રણબીરની સુપર હોટ કેમેસ્ટ્રી ને દેખાડતું કેસરિયા ગીત વારાણસી શહેરમાં શૂટ થયું છે. જો તમે ગીતને ધ્યાનથી જોશો તો જાણી જશો કે લગભગ આખું ગીત વારાણસીના મંદિરમાં અને વારાણસીની ગલીઓમાં શૂટ કરવામાં આવ્યું છે. કેસરિયા ગીત ફક્ત શહેરમાં જ નહીં પરંતુ પવિત્ર ગંગા નદીમાં પણ શૂટ થયું છે.

Image Credit:(@youtube)

કેસરિયા ગીત વારાણસીના અન્ય કોઈ મંદિરમાં નહીં પરંતુ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં શૂટ થયું છે. ગીતમાં મંદિરના જે દ્રશ્યો દર્શાવાયા છે તે કાશી વિશ્વનાથ મંદિરના છે. આ ગીતમાં રણવીર અને આલિયા બંને સાથે શિવ ભગવાનની પૂજા કરતા દેખાય છે. જે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શાવાયેલો સીન છે.

કાશી વિશ્વનાથ નું આ પવિત્ર અને સુંદર મંદિર પવિત્ર ગંગા નદીના પશ્ચિમ તટ ઉપર સ્થાપિત છે. આખા ગીત દરમિયાન લગભગ પાંચથી દસ સેકન્ડ માટે તમને આલ્યા અને રણવીર બંને મંદિરમાં દેખાશે. કાશી વિશ્વનાથ મંદિર નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. આ પવિત્ર મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ માંથી એક છે. માન્યતા છે કે ભગવાન શિવ અહીં વામ રૂપમાં ભગવતી સાથે બિરાજમાન છે. આ પવિત્ર મંદિરનો ઉલ્લેખ હિન્દુ ધર્મ ગ્રંથોમાં પણ છે.

પુરાણોમાં જણાવ્યા અનુસાર મહાદેવને કાશી ખૂબ જ પ્રિય છે. આજ કારણ છે કે તેમણે ભગવાન વિષ્ણુ પાસેથી કાશીને પોતાના નિત્ય આવાસ માટે માંગી હતી. ત્યારથી માન્યતા છે કે કાશીમાં સાક્ષાત મહાદેવ નિવાસ કરે છે. આજ કારણ અન્ય એક માન્યતા પણ છે કે ભગવાન શિવની નગરી કાશીમાં જે પ્રાણ ત્યાગ કરે છે તે જન્મ મૃત્યુના ચક્કરમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *