કાજુ ની કરી એક લોકપ્રિય પંજાબી રેસીપી છે. જે દિવાળી, હોળી, જન્મદિવસ જેવા શુભ પ્રસંગે બનાવા માં આવે છે. તેમા શેકેલા કાજુ ને ટામેટાં, ડુંગળી અને ક્રીમ નાખી ને મસાલેદાર ગ્રેવી માં બનાવા આવે છે. આ શાક નો સ્વાદ પનીર ના શાક જેવો જ આવે છે. તેમા રેસ્ટોરન્ટ જેવો કલર લાવા માંટે બીટ નો ઉપયોગ કરવા માં આવે છે. અને સ્વાદ માંટે તજ અને કસૂરી મેથી નાખવા માં આવે છે. આ રેસીપી ને તમે ઘરે જ બનાવી શકો છો.
સામગ્રી
- 1 કપ કાજુ
- 1 મોટી ડુંગળી કાપેલી
- 2 મોટા ટામેટાં
- 1 ટુકડો તજ
- 1-2 લસણ ની કળી
- અડધો ટુકડો આદું નો
- 1 લીલું મરચુ
- 1 ચમચી છીણેલું બીટ
- ½ ચમચી લાલ મરચું પાવડર
- 1 ચમચી ધાણા જીરું
- 1 ચપટી હળદર
- ½ કપ દૂધ
- ½ કપ પાણી
- ½ કપ કસૂરી મેથી
- 2 ચમચી કોથમીર
- 2 ચમચી તેલ
- મીઠું સ્વાદનુસાર
વિધિ
1 એક કઢાઈ માં 1 ચમચી તેલ ગરમ કરો. તેમા કાજુ નાખો.
2 તે હલકા ગુલાબી રંગ નુ થાય ત્યાં સુધી તેને શેકો. તેમા 6-7 મિનિટ લાગશે તેને શેકવા માંટે ગેસ નો ફ્લો ધીમો જ રાખો. પછી એક થાળી માં કઢી લો.
3 હવે તે જ કઢાઈ માં ધીમા તાપે 2 ચમચી તેલ ગરમ કરો. તજ નો એક ટુકડો, આદું, લસણ, લીલું મરચું,અને ડુંગળી નાખો.
4 ડુંગળી ને હલકા ગુલાબી રંગ ના થાય ત્યાં સુધી સાંતડો. ગેસ બંધ કરી ને મિશ્રણ ને ઠડું થવા દો.
5 હવે આ મિશ્રણ ઠંડુ થાય છે ત્યાં સુધી કાજુ અને ટામેટાં ની ગ્રેવિ બનાવી લઈએ. થોડાક કાજુ ને મિક્સર માં લઈ ને તેનો પાવડર બનાવી લો.
6 કાપેલા ટામેટાં ને તે જ મિક્સર જાર માં નાખો. પ્યૂરી બનાવી લો.
7 કાજુ અને ટામેટાં ની પ્યૂરી ને એક નાની વાટકી માં કાઢી લો.
8 હવે તેજ મિક્સર જાર માં ડુંગળી ના મિશ્રણ ને પણ દળી લો.
9 મિક્સર માં મુલાયમ પેસ્ટ બનાવી લો.
10 હવે તે જ કઢાઈ માં એક ચમચી તેલ નાખો. તેમા ડુંગળી ની પેસ્ટ અને છીણેલું બીટ નાખો.
11 તેમા થી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી સાંતળો.
12 કાજુ અને ટામેટાં ની પ્યૂરી,લાલ મરચું પાવડર,ધાણા જીરું,હળદર અને એક ચપટી મીઠું નાખો.
13 બધુ જ સારી રીતે મિક્સ કરી લો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. તેમા લગભગ 3-4 મિનિટ નો સમય લાગશે.
14 શેકેલા કાજુ નાખો. સારી રીતે મિક્સ કરી લો અને એક મિનિટ સુધી પકાવો.
15 ½ કપ દૂધ અને ½ કપ પાણી નાખો.
16 હવે સારી રીતે ઢાંકી લો અને તેને ધીમા તાપે થવા દો. ઢાંકણું કઢી ને મિશ્રણ ને જાડું થવા દો. તે પછી કોથમીર અને કસૂરી મેથી નાખો.
17 સારી રીતે મિક્સ કરી લો. ગેસ બંધ કરી લો. તમારી કાજુ કરી તૈયાર છે.
વિવિધતા
- આ શાક નો ટેસ્ટ થોડો તીખો હોય છે. તેને વધુ તીખું કરવા માંટે લાલ મરચું નાખી શકો છો.
- રેસ્ટોરન્ટ જેવો સ્વાદ લાવા માંટે સ્ટેપ 17 માં થોડો ઈલાયચી પાવડર પણ નાખો.
- બદલાવ માંટે સ્ટેપ-14 માં શેકીલી શિમલા મિર્ચ અથવા શેકીલા લીલા બીન્સ પણ નાખી શકો છો
- સ્વાદ: હલકો તીખો અને ક્રીમી
પીરસવાની રીત: કાજુ કરી ને ગાર્લિક નાન કે કુલ્ચા અને લસ્સી સાથે પીરસી શકાય છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
All Image Credit : foodviva.com
Author :FaktGujarati Team