જાણો કચનાર વૃક્ષના ઔષધીય ગુણો વિશે અને કઈ રીતે વિભિન્ન રોગોમાં ઉપયોગી છે

કચનારનું વૃક્ષ આયુર્વેદ માટે વરદાનરૂપ છે. તે એક પ્રખ્યાત છોડ છે અને તે સમગ્ર ભારતમાં મળી આવે છે. તેની મુખ્યત્વે બે પ્રજાતિઓ હોય છે. પરંતુ ગુલાબી કચનારનું વધુ મહત્વ છે. આ વૃક્ષની ઊંચાઈ 50 થી 60 ફૂટ સુધીની હોય છે. આ વૃક્ષનો ઉપયોગ ભારતના ગ્રામ્ય વિસ્તારો અને આદિવાસી વિસ્તારોમાં વધુ થાય છે. વિવિધ ભાષાઓમાં કચનારને ઘણા નામોથી ઓળખવામાં આવે છે.

  • હિન્દી – કચનાર
  • મરાઠી – કાંચન,કોરલ
  • ગુજરાતી – ચંપાકાટી
  • બંગાળી – કાંચન
  • અંગ્રેજી – માઉન્ટેન એબોની
  • લેટિન – બાહિનિયા વેરિગેટ

કચનાર ના ઔષધીય ફાયદાઓ

મોઢાના ચાંદામા કચનાર નો ઉપયોગ – સામાન્ય રીતે પેટની ગરમી અને અન્ય કારણોસર મોઢામાં ચાંદા થાય છે. અલ્સર મટાડવા માટે કચનારની છાલનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. કચનારની છાલ 10 ગ્રામ લઈને 100 ગ્રામ પાણીમાં તેનો ઉકાળો બનાવી લો. નિયમિત રીતે આ મિશ્રણથી ગાર્ગલ કરો.

પેટના રોગો માટે

પેટના વિભિન્ન રોગો જેમ કે અલ્સર, ઝાડા વગેરેની સમસ્યાઓના નિદાન માટે કચનારની વૃક્ષની છાલ નો ઉપયોગ કરી શકાય છે. આ વૃક્ષની છાલનો પાવડર બનાવી નિયમિત સવાર-સાંજ 3 ગ્રામ પાણી સાથે સેવન કરવું જોઇએ.

લોહી સબંધી સમસ્યાઓમા

જે લોકોને લોહીના ઉણપની ફરિયાદ હોય છે. એવા લોકો નિયમિતપણે કચનારની છાલનો ઉકાળો બનાવીને તેનું નિયમિત સેવન કરે તો લોહીની ઉણપ દૂર થાય છે અને લોહીને શુદ્ધ કરવાનું કામ પણ કરે છે. કચનાર ના ફૂલનું શાક પણ બનાવવામાં આવે છે.

ગાંઠ સબંધી સમસ્યાઓમાં

કચનારની છાલનો ઉપયોગ શરીરમાં થતી ગાઠ્ઠો મટાડવા માટે પણ થાય છે. કચનારની છાલનો પાવડર સુંઠમાં ભેળવીને પીવાથી શરીરની ગાંઠો મટે છે. તેના પરિણામો તરત દેખાતા નથી. લગભગ 20 થી 30 દિવસ પછી તે કામ કરવાનું શરૂ કરે છે.

ખાંસી અને અસ્થમાં સબંધી સમસ્યાઓમાં

કચનારની છાલનો ઉકાળો મધ સાથે ભેળવીને પીવાથી ખાંસી અને અસ્થમામાં રાહત મળે છે. અસ્થમાની સમસ્યામાં, તેના પરિણામો લગભગ એક મહિના પછી જોવા મળે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *