મહિલાએ 40ની ઉંમરે વગર જીમે ઘટાડ્યો 34 કિલો વજન, જાણો તેની પાસેથી કઈ રીતે કર્યો આ ધરખમ ઘટાડો

Image Source

પ્રખ્યાત કોમેડિયન રેબેલ વિલ્સનએ તેનું 34 કિલો વજન ઓછું કર્યું છે. વજન ઓછું કરતા પેહલા તેણે પોતાને લક્ષ્ય આપ્યો હતો કે હું આટલા કિલોની થવા ઈચ્છું છું. ત્યારબાદ તેણે તેના લક્ષ્યને પ્રાપ્ત કર્યું. તેમણે વજન ઓછું કરવા માટે એક સરળ ઉપાય અજમાવ્યો, જેના વિશે લેખમાં જણાવેલ છે.

ભારતમાં ઘણા બોલીવુડ સેલીબ્રિટીએ પોતાનું વજન ઓછું કર્યું છે. જેમાં અર્જુન કપૂર, આમિર ખાન, ભૂમિ પેડનેકર, સારા અલી ખાન, ગણેશ આચાર્ય, રામ કપૂર વગેરેના નામ સામે આવ્યા છે અને લોકો તેના ફિટનેસથી ઘણા પ્રેરિત પણ થાય છે. હોલિવુડ સ્ટાર પણ વજન ઓછું કરવામાં પાછળ રેહતા નથી. થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં ટીવી અને થીયેટરમાં સફળ કારકિર્દી બનાવનાર પ્રખ્યાત હાસ્ય કલાકાર રેબેલ વિલ્સનએ પણ વજન ઓછું કર્યું છે.

રેબેલ વિલ્સન સોશિયલ મીડિયા પર ઘણી પ્રખ્યાત છે અને તેને એમટીવી મૂવી અને ટીન ચોઇસ જેવા પ્રખ્યાત એવોર્ડ પણ મળ્યા છે. હાલમાં તેના ટ્રાન્સફોમેશન પછી તે 75 માં બાફટા ફિલ્મ એવોર્ડની હોસ્ટિંગ કરવા માટે તૈયાર થઈ ગઈ છે. તેણે 2020માં પોતાને ફેટ ટુ ફીટ કરી લીધું છે. તો ચાલો જાણીએ વજન ઘટાડવા માટે તેણે કઈ પદ્ધતિ અપનાવી.

Image Source

રેબેલની ફિટનેસ જર્ની – પોતાના ભારે શરીર માટે ઓળખાતી 41 વર્ષની પ્રખ્યાત કોમેડિયન રેબેલ વિલ્સનએ માત્ર 1 વર્ષમાં પોતાને ફીટ બનાવી લીધી છે. 2020ની શરૂઆતમાં પોતાને એક ચેલેન્જ આપ્યો કે તે પોતાનું 74 કિલો વજન કરીને રેહશે. ત્યારબાદ તેણે 1 વર્ષની અંદર તેનું 34 કિલો વજન ઓછું કરી લીધું છે. પોતાની જર્ની શરૂ કરતા પેહલા તેમણે ઉનકડ પોડકાસ્ટ પર કહ્યું હતું કે મને ખબર છે હું 40 વર્ષની થઈ ગઈ છું, પરંતુ હું આજે પણ ફીટ થઈ શકું છું, તેથી હું મારું વજન ઓછું કરીશ.

34 કિલો વજન કર્યા પછી રીબેલે તેના જીવનમાં થતા ફેરફાર વિશે શેર કર્યું. તેમણે કહ્યું કે મારું વજન ઓછું કરવાથી મારા એક્ટિંગ ની લાઈન ખૂલી ગઈ છે. મેં આ વિશે પેહલા વિચાર્યું ન હતું. પરંતુ હવે મારું વજન ઓછું થઈ ગયું છે અને હવે હું મારી એક્ટિંગની આવડતનો ઉપયોગ પણ કરી શકું છું.

રેબલ જણાવે છે કે જ્યારે મેં મારી ટીમને મારા વજન ઘટાડવાના વિચાર વિશે કહ્યું કે હું વજન ઘટાડીને મારી જાતને શારીરિક રીતે બદલવા જઈ રહી છું, ત્યારે ટીમ મારા નિર્ણયથી સહમત ન હતી. કેમકે હું આ શરીર સાથે પણ લાખો ડોલર કમાઈ રહી હતી. રેબલ આગળ જણાવે છે કે હવે તેને ફીટ રહીને ઘણો અનુભવ થઈ રહ્યો છે અને તે ખુશ છે કે તેમણે એક સાચી દિશામાં ડગલું ભર્યું.

 

View this post on Instagram

 

A post shared by Rebel Wilson (@rebelwilson)

બીમારીથી વજન વધ્યું હતું

રેબેલે કહ્યું કે મને અફસોસ છે કે હું 40 વર્ષની ઉંમર સુધી સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે રાહ જોઈ રહી હતી. હું સમજી શકું છું કે વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ હોય છે કેમકે મેં પણ વજન ઓછું કરવા માટે ઘણી મહેનત કરી છે.

રેબેલનું વજન વધ્યા પછી જ તેણે કોમેડીમાં કરિયર બનાવવાનું વિચાર્યું હતું. વજન ઘટાડતા પહેલા સ્ત્રી વંધ્યત્વનું સૌથી સામાન્ય કારણ (પોલીસીસ્ટિક ઓવરી સિડ્રોમ) થી પીડિત હતી, જેના કારણે તેનું વજન વીસ વર્ષની ઉંમરથી વધવા લાગ્યું હતું. આ તે સ્થિતિ હોય છે જેની આડઅસર ના કારણે 20/21 વર્ષની ઉંમરે ઝડપથી વજન વધવા લાગે છે.

From 'Fat Amy' to 'Fit Amy': Rebel Wilson's weight loss transformation | GMA Entertainment

Image Source

રેબેલે કહ્યું કે હું હવે ઘણી સ્વસ્થ છું અને આજે પણ માતા બનવા ઇચ્છું છું. હું જેટલી સ્વસ્થ રહીશ, મારું બાળક થવાની શક્યતા એટલીજ વધારે થશે.

આરીતે વજન ઓછું કર્યું – રેબેલના કહેવા પ્રમાણે, તે ખૂબ જ ચાલતી હતી, જેના કારણે તેને વજન ઘટાડવામાં ઘણી મદદ મળી હતી. આ ઉપરાંત તેણે શરૂઆતમાં ન તો કોઈ હાઈ ઈન્ટેન્સિટી વર્કઆઉટ કર્યું અને ન તો તેણે ભારે કસરત કરી હતી. તે દરરોજ 1 કલાક ફરવા જતી હતી. આ ઉપરાંત જ્યારે તેનું વજન ધીમે ધીમે ઓછું થતું ગયું, ત્યારે તેણે થોડી ભારે કસરત અને એક્ટિવિટી શામેલ કરી. તે હવે જીમ પણ જાય છે.

Image Source

રેબેલ મુજબ, જ્યારે કોઈ ખરાબ ભોજન લેવાનું બંધ કરશે નહિ ત્યાં સુધી તે વજન ઓછું કરી શકતા નથી. હું પેહલા ઘણું ફાસ્ટફૂડ ખાતી હતી, પરંતુ જ્યારે મેં જર્ની શરૂ કરી ત્યારબાદ મેં તેનું સેવન બંધ કરી દીધું હતું. મેં જ્યારે ફિટનેસ જર્ની શરૂ કરી ન હતી તે સમયે હું લગભગ 3000 થી 4000 કેલેરી લેતી હતી, પરંતુ જ્યારે મેં જર્ની શરૂ કરી, ત્યારબાદ 2000-2500 કેલેરી જ લેતી હતી. જેમાં હાઈ પ્રોટીન ફૂડનો સમાવેશ હતો. લીલી શાકભાજી, ફળ, આખું અનાજ, દહી વગેરેને પણ ભોજનમાં સમાવેશ કર્યો હતો.

આ ઉપરાંત મેં ખુદને પ્રેમ કરવાનું ક્યારેય છોડ્યું નથી. મારું વજન જ્યારે વધારે હતું ત્યારે પણ હું ખુદને તેટલો જ પ્રેમ કરતી હતી, જેટલો આજે કરું છું.

હું મગજને રિલેક્સ કરવા માટે મેડીટેશન પણ કરતી હતી. તેનાથી મને મગજ અને શરીરનું બનાવવામાં મદદ મળતી હતી. હવે આ સરળ રીતે જ મને વજન ઓછું કરવામાં મદદ મળી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *