મહાશિવરાત્રીના પર્વ પર ભગવાન શિવને આ વસ્તુઓ અર્પણ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે.

Image Source

જ્યોતિષી નિધિ જી શ્રીમાલી ના જણાવ્યા પ્રમાણે શિવલિંગ પર સૌથી પહેલા પંચામૃત ચઢાવવું જોઈએ.  પંચામૃત એટલે દૂધ, ગંગાજળ, કેસર, મધ અને જળથી બનેલું મિશ્રણ જે લોકો ચાર પ્રહરની પૂજા કરતા હોય એમણે પ્રથમ પ્રહર માં જળાભિષેક, બીજા પ્રહરમાં દહીં, ત્રીજા પ્રહરમાં ઘી નો અભિષેક અને ચોથા પ્રહરમાં મધથી અભિષેક કરવો જોઈએ.

Image Source

બિલિપત્ર

ભગવાન શિવની પૂજામાં બીલીપત્રનું પ્રથમ સ્થાન છે. ઋષિઓએ કહ્યું છે કે, ભગવાન શિવને બીલીપત્ર ચઢાવવું એ એક કરોડ કન્યાઓના કન્યાદાન ના ફળ સમાન છે. ત્રણેય જન્મોના પાપોના સંહાર માટે ત્રિનેત્ર રૂપે ભગવાન શિવને ત્રણ પાન વાળા બીલીપત્ર જે સત્વ, રજસ અને તમસ ત્રણેનું પ્રતીક છે. માટે નીચે પ્રમાણેનો મંત્ર બોલીને એમને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ.

त्रिदलं त्रिगुणकरं त्रिनेत्र व त्रिधायुतम|त्रिजन्म पाप संहार बिल्व पत्रं शिवार्पणम||

Image Source

ભાંગ

ભગવાન શિવે વિષધારણ એટલે કે વિષપાન કર્યું હતું. એના ઉપચાર માટે દેવતાઓએ ઘણા પ્રકારની જડીબુટ્ટીઓ એટલે કે ઔષધિઓનો પ્રયોગ કર્યો હતો. એમાં ભાંગનો પણ સમાવેશ થતો હતો. માટે ભગવાન શિવને ભાંગ ખૂબ જ પ્રિય છે. શિવરાત્રીના પર્વ પર ભાંગનાં પાન અથવા ભાંગને પીસીને દૂધ અથવા પાણીમાં મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવામાં આવે રોગ દોષમાંથી મુક્તિ મળે છે.

Image Source

ધતુરો

ભાંગ ની જેમજ ધતુરો પણ એક ઔષધી છે. ભગવાન શિવના માથા પર ચઢેલા ઝેરના પ્રભાવને દૂર કરવા માટે ધતુરા નો પ્રયોગ કરાયો હતો. માટે ભગવાન શિવને ધતુરો પણ પ્રિય છે. માટે જ ભગવાન શિવને મહાશિવરાત્રીના પર્વ પર ધતુરો પણ અર્પણ કરવો જોઈએ. એનાથી શત્રુઓનો ભય દૂર થાય છે. સાથે જ ધન સંબંધી બાબતોમાં પણ પ્રગતિ થાય છે.

Image Source

ગંગાજળ

ભગવાન વિષ્ણુના ચરણોમાં થી નીકળીને ગંગા ભગવાન શિવની જટા પર થઈને ધરતી પર ઊતરી છે. માટે જ બધી જ નદીઓમાં ગંગા ખૂબ જ પવિત્ર નદી માનવામાં આવે છે. ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવાથી માનસિક શાંતિ અને સુખની પ્રાપ્તિ થાય છે.

Image Source

શેરડીનો રસ

શેરડી જીવનમાં મીઠાશ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે.શાસ્ત્રોમાં શેરડીનો રસ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. કહેવાય છે કે, પ્રેમના દેવતા કામ દેવું નું ધનુષ શેરડી થી બનેલું છે. દેવ પ્રબોધિની એકાદશીના દિવસે શેરડી નું ઘર બનાવીને ભગવાન વિષ્ણુ અને દેવી તુલસીની પૂજા કરવામાં આવે છે. શેરડી થી ભગવાન શિવનો અભિષેક કરવાથી ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *