સિલિન્ડરમાં ઓછો છે ગેસ ? તો આ કુકિંગ હેક્સ આવશે કામ

Image Source

રસોડામાં સૌથી વધુ ઉપયોગ ગેસ સિલિન્ડરનો થાય છે. મહિલાઓ જ્યારે પણ રસોડામાં હોય છે ત્યારે ગેસ સતત ચાલુ રહે છે. કારણ કે રસોડામાં કંઈકને કંઈક બનતું જ રહે છે. તેવામાં ગેસનો ઉપયોગ પણ વધારે થાય છે. મહિલાઓ ગેસ લાંબો સમય ચાલે તે માટે ખૂબ જ કાળજી રાખે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે ગેસના સિલિન્ડરમાં ગેસ ઓછો હોય છે અને કામ વધારે હોય છે.

આ સિવાય ઘણી વખત બજેટના કારણે પણ સિલિન્ડર લાંબુ ચલાવવું હોય છે. તેવામાં રસોઈ પણ થાય અને ગેસનો ઉપયોગ પણ ઓછો થાય તે માટે તમે કેટલાક કુકિંગ હેકસને અજમાવી શકો છો. આ કુકિંગ હેકસ ને ફોલો કરીને તમે ઓછા ગેસનો ઉપયોગ કરીને રસોઈ બનાવી શકો છો.

Image Source

1. ડ્રાય વાસણનો ઉપયોગ કરો

ગેસની બચત થાય તેવી ઈચ્છા હોય તો વાસણ ભીના હોય તો તેને ગેસ ઉપર ન મૂકો. કારણ કે ભીના વાસણને સુકાવવા માટે ગેસનો ઉપયોગ વધારે થાય છે. જ્યારે પણ રસોઈ બનાવવાની શરૂઆત કરો તો વાસણને પહેલા સૂકા કરી લો.

Image Source

2. ઓવરકૂક ન કરો

જેટલી જરૂર હોય એટલું જ ભોજન પકાવો. જો તમે ભોજનને વધારે પકાવો છો તો ગેસનો ઉપયોગ પણ વધારે થશે અને ગેસ ઝડપથી પૂરો થઈ જશે. એટલે સતત ચેક કરતા રહો જ્યારે કુકિંગ થઈ જાય તો ગેસને બંધ કરી દો.

Image Source

3. યોગ્ય માત્રામાં પાણી ઉમેરો

ઘણી વસ્તુઓમાં જ્યારે જરૂર કરતા વધારે પાણી ઉમેરી દેવામાં આવે છે તો ગેસને વધારે વખત ચાલુ રાખીને પાણી બાળવું પડે છે. તેથી પહેલાથી જ ભોજનમાં માપીને પાણીનો ઉપયોગ કરો. જેથી પાણી બાળવા માટે તમારે લાંબો સમય સુધી ગેસ ચાલુ રાખવો ન પડે.

Image Source

4. પ્રેશર કુકર નો ઉપયોગ કરો

મીટ, ચિકન, દાળ અને કેટલીક શાકભાજી એવી હોય છે કે જેને પકાવવામાં ગેસ વધારે વપરાય છે. આવી વસ્તુઓને પકાવવા માટે કુકર નો ઉપયોગ કરો. અથવા તો તમે કેટલીક વસ્તુઓને માઇક્રોવેવમાં ઉમેરીને સેમી કુક કરી શકો છો પછી ગેસ ઉપર પકાવવાથી ઓછા સમયમાં વસ્તુ બની જશે.

Image Source

5. નોનસ્ટિક વાસણ નો ઉપયોગ કરો

જો તમારી ઈચ્છા છે કે ગેસનો ઉપયોગ ઓછો થાય તો નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરો તેનાથી ભોજન પરફેક્ટ પાકશે અને સાથે જ ગેસની બચત પણ થશે.

Image Source

6. થરમોસ નો ઉપયોગ કરો

ચા, કોફી, ગરમ પાણી જેવી વસ્તુઓ એક વખત બનાવીને તેને થર્મોસમાં કાઢી લો જેથી તેને વારંવાર ગરમ કરવા માટે ગેસનો ઉપયોગ કરવો ન પડે.

Image Source

7. ગેસ ધીમો રાખો

જ્યારે તમે ભોજન બનાવો છો ત્યારે ગેસની આંચની ધીમી રાખો. કારણ કે ફાસ્ટ ગેસ ઉપર ગેસ નો ઉપયોગ વધારે થાય છે અને જે વસ્તુ તમે બનાવો છો તે અંદરથી કાચી રહે છે અને બહારથી બળી જાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી મધ્યમ આંચ કે ધીમી આંચ ઉપર જ ભોજન બનાવવું.

Image Source

8. બર્નર સાફ રાખો

જો તમારી ઈચ્છા છે કે ગેસની બચત થાય તો સમયાંતરે ગેસના બર્નરને સાફ કરતા રહો. બર્નર જો બરાબર રીતે સાફ હશે તો ગેસ નો ઉપયોગ ઓછો થશે.

Image Source

9. ફ્રીજમાંથી વસ્તુઓને થોડીવાર પહેલા બહાર કાઢો

ફ્રોઝન વસ્તુઓ, દૂધ, શાકભાજી જ્યારે પણ બનાવવાના હોય ત્યારે ફ્રીજમાંથી તેને 30 મિનિટ કે એક કલાક પહેલા બહાર કાઢી લો. ફ્રીજમાંથી કાઢીને તુરંત જ તેને ગેસ ઉપર રાખશો તો તેને વધારે ગેસની જરૂર પડશે. તેથી વસ્તુઓને પહેલા રૂમ ટેમ્પરેચર પર આવી જવા દેવી અને પછી તેને ગેસ ઉપર ચઢાવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *