દરેક વ્યક્તિ પોતાની અને પોતાના પરિવારની જરૂરતને પૂરી કરવા માટે દરરોજ મહેનત કરીને પૈસા કમાતો હોય છે. પછી જો જરૂરતથી વધારે પૈસા ખર્ચ થઈ જાય તો વ્યક્તિને પૈસાની કમી ઊભી થાય છે. તેના લીધે વ્યક્તિ સતત ચિંતામાં રહેવા લાગે છે. એવામાં જો તમે પણ સતત વધુ પૈસા ખર્ચ થવાની મુશ્કેલીથી હેરાન થઈ રહ્યા છો અને પૈસાની કમીનો તમને પણ સામનો કરવો પડ્યો છે તો આની પાછળ વાસ્તુ અનુસાર અમુક કારણ જવાબદાર હોય શકે છે. ચાલો તમને જણાવી દઈએ કે વધારાના ખર્ચથી બચવા શું ઉપાય કરવા જોઈએ.
વાસ્તુ પ્રમાણે ક્યારેય પણ તમારા ઘરમાં પૈસા મૂકવાની જગ્યા કે તિજોરી ઉપર જૂના પેપર, ફાઇલ્સ, કપડાં જેવી વસ્તુઓ મુકશો નહીં.
ધ્યાન રહે કે તિજોરીનો રમ હમેશા ચોરસ હોવો જોઈએ. આ સિવાય કોઈપણ પ્રકારનું અત્તર તિજોરીમાં મુકશો નહીં.
તિજોરી જએ રૂમમાં હોય એ રૂમનો રંગ આછો પીળો રાખવામાં આવે તો તે ખૂબ શુભ મનાય છે. બીજી તરફ, જે રૂમમાં તિજોરી રાખવામાં આવી છે તેનો રંગ કાળો, વાદળી અથવા લાલ હોય તો તેની તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે.
વાસ્તુ અનુસાર તિજોરી રાખવા માટે ઉત્તર દિશા શુભ માનવામાં આવે છે કારણ કે ત્યાં ધનના દેવતા કુબેરનો વાસ છે. તેથી પૈસા ખર્ચવાથી બચવા માટે રૂમમાં ઉત્તર દિશામાં તિજોરી રાખવી જોઈએ. જો તમે તમારા પૈસા અલમારીમાં રાખો છો, તો તમે આ માટે મધ્યમ અથવા ઉપરનો ભાગ પસંદ કરી શકો છો.
વાસ્તુના જાણકારો પ્રમાણે તિજોરી જ્યાં જમીન પર મૂકી છે તે જમીન સમતલ હોવી જોઈએ. જો તે સમતલ નથી તો તિજોરી નીચે કોઈ પથ્થર કે ઈંટ લગાવી તેનું બેલેન્સ બરાબર કરવા પ્રયત્ન કરો.
વાસ્તુશાસ્ત્ર અનુસાર, તિજોરીની ઉપર ક્યારેય કોઈ ભારે વસ્તુ ન રાખવી જોઈએ કારણ કે તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. હંમેશા ધ્યાન રાખો કે તિજોરીની અંદર લાલ કપડું રાખવું જ જોઈએ. સાથે જ તમે તિજોરીની અંદર મહાલક્ષ્મી યંત્ર, વ્યાપર વૃદ્ધિ યંત્ર અને બિસા યંત્ર સ્થાપિત કરી શકો છો. એવું માનવામાં આવે છે કે આનાથી જીવનમાં આવકના નવા સ્ત્રોત મળે છે, પૈસા આવવાની શરૂઆત થાય છે અને પૈસાનો બિનજરૂરી ખર્ચ પણ અટકે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team