આપણી સાથે જીવનમાં ક્યારેય પણ કંઇ જ ખોટું થઈ શકતુ નથી, કઈ ખોટું થાય છે. તો બસ તે છે આપણી જોવાની રીત. આપણે પરિસ્થિતિને જે રીતે જોઈએ છે. તેવી જ આપણે જિંદગી થઇ જાય છે. વિચારવાની એવી જ શક્તિને અપનાવીને પોતાના જીવનની તકલીફ સામે લડીને પોતાના જીવનને આગળ વધારી શકાય છે. જો તમને આ વધારે મુશ્કેલી ભર્યું લાગે છે. તો બસ કહેવાની જ વાત છે. આવો વાંચીએ એવી જ એક મહિલા ની કહાની મુનિબા મઝારી જેને આ વાક્યને સાચું કરી બતાવ્યું છે.
મુનિબા મઝારી ની કહાની
તે પોતાને એક મોટીવેશનલ સ્પીકર ઓછું અને કહાની સંભળાવનાર કહેવડાવવાનું વધુ પસંદ કરે છે. તેમનું કહેવું છે. કે સમસ્યા મોટી નથી પરંતુ વ્યક્તિ પોતાને નાનો સમજવા લાગે છે. નામ મુનિબા મઝારી. જન્મ સ્થળ પાકિસ્તાન. તે પાકિસ્તાનની આયર્ન લેડી ના નામથી જાણીતી છે.
તેમને એમ જ આયર્ન લેડી કહેવામાં આવતી નથી તેની પાછળ ખૂબ જ દર્દનાક કહાની છે. આપણી જિંદગીમાં ઘણી બધી ઘટના એવી થાય છે. જેમાં કોઈ એક મોટી ઘટના આપણી જિંદગી બદલી નાખે છે. એવું જ કંઈક થયું મુનિબા મઝારીની સાથે.
તે એક એવા પરિવારમાં મોટી થઈ હતી જ્યાં છોકરીઓ પોતાની મરજીથી દરેક કામ કરી શકતી નથી તે કોઈ કામ માટે ના કહી શકતી નથી. એવામાં અઢાર વર્ષની ઉંમરમાં મુનિબા મઝારી ના પિતા એ એમનું લગ્ન કરાવ્યું. ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ લગ્નના બે વર્ષ પછી જ તેમનો એક કાર એક્સિડન્ટ થયો જેમાં તેમના પતિ બચી ગયા પરંતુ તેમને ખૂબ જ વાગ્યું હતું. હાથ અને કમરના હાડકા તૂટી ગયા હતા તથા તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી.
દુર્ઘટના એવી જગ્યા ઉપર થઈ હતી ત્યાંથી હોસ્પિટલ ત્રણ કલાક દૂર હતી. ઉતાવળમાં તેમને બીજી ગાડીમાં જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમને એ વાતનો અહેસાસ થઈ ગયો હતો કે તેમનું અડધુ શરીર તૂટી ગયું છે. અને અડધા શરીરે કામ કરવાનું બંધ કર્યું છે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં અઢી મહિના રાખવામાં આવ્યા અને તેમને ઘણી બધી સર્જરી માંથી પસાર થવું પડ્યું.
ડોક્ટરે તેમને જણાવ્યું કે તેમનો હાથ તૂટી ગયો છે. તેથી તે હવે કંઈ પણ પકડી શકશે નહીં તથા કરોડરજ્જુના હાડકા તૂટી જવાના કારણે તે હવે ચાલી શકશે નહીં, અને તે ક્યારેય પણ મા બની શકશે નહીં. એવામાં તે સંપૂર્ણ રીતે તૂટી ગઈ અને તેમની પાસે તેમની માતા પણ ન હતી. દરેક વ્યક્તિના જીવનમાં એક હીરો હોય છે. અને મુનિબા મઝારી માટે તે હીરો તેમની માતા હતા. જ્યારે પણ પોતાની માતાને પૂછતી જ્યારે તે ચાલી શકતી નહીં અને કઈ કરી શકતી નહીં તો પછી જીવવાનો શું ફાયદો? આ સવાલ માં તેમની માતા હંમેશા તેમને કહેતી કે
“આ સમય પણ વીતી જશે જો ભગવાને તને જિંદગી આપી છે. તો જરૂર તારી માટે કંઈક મોટું જ વિચાર્યું હશે.”
આ શબ્દ હતા જે મુનિબાને હિંમત આપતા હતા. અઢી મહિના પછી જ્યારે તેને ઘરે લાવવામાં આવી ત્યારે તેમને બે વર્ષ સુધી પથારીમાં જ રહેવું પડયું અને આ દરમિયાન તે પોતાના મનની ભાવનાઓ ને બ્રશ ના આધારે કેન્વાસ ઉપર પેઇન્ટિંગ બનાવી ને ઉતારવા લાગી. દરેક વ્યક્તિ માટે તે એક પેઇન્ટિંગ હતી પરંતુ મુનિબા મઝારીને જાણકારી હતી કે તે પોતાની ભાવના છે. જે દરેક વ્યક્તિની સામે વ્યક્ત કરી શકાતી નથી.
ત્યારબાદ જ્યારે બે વર્ષ પછી તેમને પથારીમાંથી વિલચેર ઉપર આવવાનો મોકો મળ્યો ત્યારે તેમને પોતાની જાતને સંભાળી અને તેમને પોતાની સામે આવતી દરેક મુશ્કેલી ને લડવા માટે પોતાને તૈયાર કરી. ત્યારબાદ તેમની પોતાની કમજોરીને જ પોતાની તાકાત બનાવી અને આ રીતે જીવનની દોડમાં આગળ વધી આજે કોઈપણ વસ્તુ તેમના રસ્તામાં બધા બની શકતી નથી અને તેમનું માનવું છે કે અધૂરાપણું અને કમજોરી શરીરથી નહીં પરંતુ મનથી હોય છે.
તેમના વિચારોના કારણે જ આજે તે વિલચેર પર હોવા છતાં એક સામાજિક કાર્યકર્તા મોટીવેશનલ સ્પીકર કલાકાર ગાયક અને ટીવી હોસ્ટ છે. તે યુએન વુમન પાકિસ્તાનની રાષ્ટ્રીય રાજદૂત પણ છે. 2015માં બીબીસી દ્વારા સો પ્રેરણાદાયક મહિલાઓની સૂચિમાં પણ તેમને જગ્યા મળી છે.
મુનિબા મઝારી ની કહાની એક મિસાલ છે. એ લોકો માટે જે પોતાની પાસે કઈ જ હોવાથી રડ્યા કરે છે. વ્યક્તિની અંદર એ જ ઘણી ઈચ્છા હોય તો હાલત ગમે તેવા હોય તે પોતાના સપનાને પાર કરીને આકાશને અડકવાની હિંમત રાખે છે. આજે મુનીબાવા કોઈ બીજાની સહાયતાની મળતા જ નથી તે પોતાના જિંદગીને પોતાના હિસાબથી જીવી રહી છે.
તો આ હતી મુનિબા મઝારીની કહાની જેનાથી આ શીખવા મળે છે. કે જિંદગી જ્યારે પણ આપણી સાથે કંઈક અલગ કરે છે. ત્યારે આપણને કંઈક અલગ કરવાનો મોકો પણ આપે છે. હવે એ તમારી ઉપર નિર્ભર કરે છે. કે તમે તે મોકાનો ફાયદો ઉઠાવો છો અથવા તમારી તકલીફને લઈને રડવા લાગો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team