સંઘ લોક સેવા આયોગ ની સિવિલ સેવા પરીક્ષા પાસ કરવી આસાન હોતી નથી. અને વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરવી પડે છે. ઘણા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી તકલીફ નો સામનો પણ કરવો પડે છે. અને એવી જ વાત હિમાચલ પ્રદેશના કાંગડા ની રહેવાસી મોહિતા શર્મા નીચે જે 2017ના બેચ ની આઇપીએસ ઓફિસર છે. યુપીએસસીની પરીક્ષા પાસ કરવી તેમની માટે એટલી આસાન હતી નહીં કારણ કે તેમના પરિવારની આર્થિક સ્થિતિ વધુ સારી ન હતી.
પિતા કરતાં હતાં મારુતિ ફેક્ટરીમાં કામ
યુપીએસસી પાઠશાળાના રિપોર્ટ અનુસાર મોહિતા શર્મા હિમાચલની કાગડાની રહેવાસી છે. પરંતુ ત્યારબાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો હતો. તેમના પિતા મારૂતી કંપનીમાં કામ કરતા હતા અને તેમની મા હાઉસ વાઈફ છે. મોહીતા ના પરિવારની આર્થિક સ્થિતિ એટલી બધી સારી ન હતી પરંતુ તેમના પિતાએ મોહિતા આના ભણતરમાં કોઈ જ ઉણપ આવવા દીધી નહીં. મોહિતા એ ખૂબ જ મહેનત કરીને યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઇપીએસ ઓફિસર બની ગઈ છે.
દિલ્હી થી શરૂ થયું મોહિતાનું ભણતર
મોહિતા શર્માએ પોતાની શાળાનું શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારકા થી પૂરું કર્યું ત્યારબાદ તેમને ભારતીય વિદ્યાપીઠ કોલેજ થી ઈલેક્ટ્રોનિક્સ અને સંચાર માં એન્જિનિયરિંગ કર્યા કર્યા બાદ વર્ષ 2012માં તે યુપીએસસીની તૈયારીમાં લાગી ગયા. પરંતુ યોગ્ય જાણકારી આપનાર કોઈ હતું નહીં અને તે જ કારણે તેમને ચાર વખત અસફળતા મળી.
આ રીતે પાર કર્યો એન્જિનિયર થી આઇપીએસ નો સફર
યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરવા માટે મોહિતા શર્માની માર્ગદર્શન કરનાર કોઈ જ હતું નહીં તે જ કારણે તેમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડ્યો તેમને દર વખતે પરીક્ષામાં પોતાની ભૂલ થી શીખ્યા અને તેની ઉપર ફરીથી કામ કર્યું ત્યારબાદ ખૂબ જ મહેનત અને સમર્પણ પછી તેમને પાંચમા પ્રયાસમાં પરીક્ષા પાસ કરી અને સફળતા મળી.
પરીક્ષા માટે ઇન્ટરનેટથી કરી તૈયારી
યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરનાર લગભગ લોકો ઈન્ટરનેટ અને મોબાઈલ થી દૂર રહે છે. પરંતુ મોહિતા શર્માએ સામાન્ય અધ્યયન ની તૈયારી માટે ઇન્ટરનેટની વધુ મદદ લીધી ઈન્ટરનેટ ઉપર ઘણી બધી જાણકારી મળી રહે છે. અને યોગ્ય રીતે તૈયારી કરીને તે પોતાની નોટ બનાવતી હતી મોહિતા આ અનુસાર તે નોટ બનાવવાથી તેમને ખૂબ જ મદદ મળી.
કેબીસીમાં સાત કરોડ રૂપિયા જીતવાથી ચૂકી ગયા
કોન બનેગા કરોડપતિના બારમા સિઝનમાં મોહિતા શર્માએ શાનદાર ખેલ બતાવ્યો હતો અને એક કરોડ રૂપિયા જીત્યા હતા. સાત કરોડ રૂપિયાના સોળમાં સવાલ ઉપર તે અટકી ગયા. તે સવાલમાં તે ઘણા બધા કન્ફ્યુઝ હતા તે જ કારણે તેમને આ ગેમને વચ્ચેથી જ ટ્વિટ કરી દીધી હતી.
આઇએફએસ અધિકારી સાથે કર્યા લગ્ન
મોહિતા શર્માએ ઓક્ટોબર 2019 માં આઈએફએસ અધિકારી કુશલ ગર્ગ સાથે લગ્ન કર્યા હતા. તે જણાવે છે કે તેમને ક્યારેય પણ કેબીસી માં જવા વિશે વિચાર્યું ન હતું. પરંતુ તેમના પતિ કુશલ ગર્ગ આ શોમાં જવા માટે 20 વર્ષથી કોશિશ કરી રહ્યા છે. પરંતુ તેમને ક્યારેય તેનો મોકો મળ્યો નથી. અને ત્યારબાદ મેં તેમના કહેવા ઉપર જ રજિસ્ટ્રેશન કરાવ્યું અને પહેલી વખત મને આ શોમાં જવાનો ચાન્સ મળ્યો
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team