આવી વાર્તા તમે હંમેશા ફિલ્મો અને પુસ્તકોમાં વાંચી હશે. પરંતુ આજે કુદરતે જીવનની હકીકતમાં એવું કરી બતાવ્યું જેના વિશે કોઈ વિચારી પણ શકતું નથી. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી. આ કહાની એક એવી છોકરીની છે જેણે તેના જીવનમાં હાર માની નથી અને એ કરી બતાવ્યું જે કોઇ વિચારી પણ શકતું નથી. આજે સમાજમાં તેણે તેની એક અલગ ઓળખ બનાવી લીધી છે, તેનું નામ છે કિંજલ સિંહ. કિંજલ સિંહ આજે એક IAS ઓફિસર છે પરંતુ તે સ્થાન સુધી પહોંચવું તેના માટે સરળ ન હતું. ચાલો જાણીએ IAS કિંજલ સિંહ વિશે વિસ્તારમાં.
કિંજલનો એક નાનો પરિવાર હતો. જેમાં તેના માતાપિતા અને એક નાની બહેન પ્રાંજલ હતી. કિંજલના પિતા કેપી સિંહ ગોંડાના DSP હતા. જેનું વર્ષ 1982માં તેનાજ સહકર્મીઓ એ નકલી એન્કાઉનટર કરી દીધું. પિતાની હત્યાના સમયે તે લગભગ 6 મહિનાની હતી જ્યારે તેની નાની બહેન પ્રાંજલનો જન્મ પિતાના મૃત્યુના છ મહિના પછી થયો.
જ્યારે તેના પિતાની હત્યા થઈ તે સમયે તે આઇએએસ પરીક્ષા પાસ કરી ચૂક્યા હતા. તેનું ઇન્ટરવ્યૂ બાકી હતું. ત્યારથી તેની માતાના મનમાં તે વિચાર આવ્યો કે તેની બંને છોકરીઓને સિવિલ સર્વિસની પરીક્ષા આપવી જોઈએ. કિંજલ કહે છે, “”જ્યારે માતા કહેતી હતી કે આ બંને છોકરીઓ IAS ઓફિસર બનશે ત્યારે લોકો તેના પર હસતા હતા.””
પિતાની છત્રછાયા માથેથી હટી ગયા પછી પરિવારની જવાબદારી માતાના ખભા પર આવી ગઈ. તેમની માતા વિભા સિંહ ખજાનચી હતી. તેમનો મોટાભાગનો પગાર કેસ લડવામાં ચાલ્યો જતો હતો. પરંતુ જ્યારે માતા કેન્સરથી પીડિત થઈ ત્યારે સારવારની જવાબદારી કિંજલ સિંહે જાતે પોતાના ખભા પર લીધી. તે સમયે તે કાયદાની સ્નાતકની વિદ્યાર્થીની હતી.
માતાની 18 વખત કિમોથેરાપી થઈ. હોસ્પિટલના દાદર તેના માટે મૂંઝવણ નો વિષય બની ગયો હતો, પરંતુ બીજાની જેમ તે પણ પરિસ્થિતિ સામે હારવાને બદલે લડવા મક્કમ હતી. પરિવારના અન્ય સભ્યોએ પણ અંતર જાળવી રાખ્યું હતું, તો પણ તેણે હિમ્મત હારી નહિ.
કિંજલ જણાવે છે, “એક દિવસ ડોકટરે મને કહ્યું – શું તમે ક્યારેય તમારી માતાને પૂછ્યું છે કે તે કઈ સમસ્યામાથી પસાર થઈ રહી છે?”” જેવો મને આ વાતનો અનુભવ થયો, મે તરત જ માતા પાસે જઈને કહ્યું, “” હું પપ્પાને ન્યાય અપાવીશ, હું અને પ્રાંજલ IAS ઓફિસર બનીશું અને અમારી જવાબદારી ઉઠાવી લેશું. તમે તમારા રોગ સામે લડવાનું બંધ કરી દો. માતાના ચેહરા પર સૂકુન હતું. થોડીજ વાર પછી માતા કોમામાં ચાલી ગઈ અને થોડા દિવસ પછી તેનું મૃત્યુ થઈ ગયું.”
કિંજલને માતાના મૃત્યુના બે દિવસ પછી તરત જ દિલ્લી જવું પડ્યું કેમકે તેની પરીક્ષા હતી. તે વર્ષે કિંજલ દિલ્લી યુનિવર્સિટીમાં પ્રથમ આવી. આ વચ્ચે તેણે તેની નાની બહેનને પણ દિલ્લી બોલાવી લીધી અને મુખરજી નગરમાં ભાડાનો ફ્લેટ લઈને બંને બહેન IASની તૈયારી કરવા લાગી. કિંજલ જણાવે છે, “” અમે બંને દુનિયામાં એકલા પડી ગયા. અમે ઈચ્છતા નથી કે કોઈને પણ જાણ થાય કે અમે દુનિયામાં એકલા છીએ.””
સ્વાભાવિક છે કે દરેક લોકોમા કિંજલ જેવી લડવાની ભાવના અને તીવ્ર પ્રેરણા હોતી નથી. આ બધી ઘટના પછી કિંજલ અને તેની નાની બહેન પ્રાંજલએ ખુબ મહેનતથી અભ્યાસ કર્યો અને બંનેની મહેનત રંગ લાવી. કિંજલ અને પ્રાંજલ 2008માં IASમાં સિલેક્ટ થઈ.
કિંજલનો મેરીટ લીસ્ટમાં 25મો ક્રમ હતો તો પ્રાંજલનો 252 મો ક્રમ હતો. પ્રાંજલ હરિયાણા શહેરના પંચકુલામાં આસિસ્ટન્ટ કમિશનરના પદ પર રહી હતી. કિંજલ સિંહ ઉત્તર પ્રદેશના ફૈજાબાદની અધિકારી છે.
બંને બહેનોની ઉંમરમાં લગભગ એક વર્ષનું અંતર છે. પરંતુ તેને હજુ પણ તેના પિતાના હત્યારાને સજા મળવાની રાહ જોઈ રહી હતી. પોલીસનું કેહવુ છે કે કેપી સિંહની હત્યા ગામમાં છૂપાયેલ ચોરોની સાથે થઈ હતી. પરંતુ તેની પત્ની એટલે કિંજલની માતાનું કેહવુ હતું કે તેના પતિની હત્યા પોલીસ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામા આવી હતી.
તપાસ પછી જાણ થઈ કે કિંજલના પિતાની હત્યા તેના જ મહોલ્લામાં એક જુનિયર અધિકારી અરબી સરોજે કરી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે હત્યાકાંડને સાચી દર્શાવવા માટે પોલીસવાળાએ ગામના 12 લોકોની પણ હત્યા કરી. 31 વર્ષની તપાસ પછી 5 જૂન, 2013 લખનઉમાં સીબીઆઇની ટીમે અદાલત પર તેમનો નિર્ણય કર્યો.
અદાલતે કહ્યું: 1982 ની 12-13 માર્ચની રાત્રે ગોંડાના DSP કે.પી.સિંહની હત્યાના ગુનામાં 18 પોલીસવાળાને દોષી સાબિત થાય છે. આ કેસમાં 19 પોલીસકર્મીઓ ને આરોપી બનાવવામાં આવ્યા હતા જેમાં 10ના મૃત્યુ થઈ ચૂક્યા છે. જે સમયે ચુકાદો આવ્યો, કિંજલ બહરાઇચની ડીએમ બની ગઈ હતી, હવે 32 વર્ષ સુધી ચાલેલા કેસ પછી સીબીઆઇની અદાલતે ત્રણેય આરોપીઓને ફાસીની સજા આપી. કિંજલ સિંહને મોડેથી સાચો ન્યાય મળ્યો.
કહેવત છે કે ‘જસ્ટિસ ડીલેડ ઇજ જસ્ટિસ ડીનાઈડ’ એટલે મોડેથી મળતો ન્યાય ન બરાબર છે. ન્યાય મળવાના કારણે કિંજલ ખુશ તો હતી પરંતુ મોડેથી મળવાને કારણે તેના પ્રિયજનોને ગુમાવવાનો અફસોસ પણ હતો. તેનો ઉલ્લેખ કરતાં તેમણે તેની સફળતા પછી ઇન્ટરવ્યૂમાં કહ્યું – ઘણા બધા એવા પળ આવ્યા જેને અમે અમારા પિતાની સાથે શેર કરવા ઈચ્છતા હતા. જ્યારે અમે બંને બહેન એક સાથે IASમાં પાસ થઈ તો આ ખુશીને શેર કરવા માટે અમારી સાથે પિતા અને માતા બંને ન હતા.
આ લડાઈ જરૂર એક લાંબા સમય સુધી ચાલી પરંતુ કીંજલે તેના જીવનમાં ક્યારેય પણ હાર માની નહિ. તેણે બધી સમસ્યાઓને પોતાની દ્રઢતા અને દ્રઢ મનોબળથી પાર કરી. એક સાધારણ વ્યક્તિ માટે IAS કિંજલ સિંહ સામાન્ય માણસ માટે પ્રેરણા છે. આપણે આવા વ્યક્તિ પાસેથી પ્રભાવિત અને પ્રેરિત થવું જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ. જીવનમાં ક્યારેય હાર ન માનીને સમસ્યાઓ સામે લડતા રહેવું જોઈએ. સફળતા જરૂર મળે છે તેથી મોડું થવા પર હિમ્મત હારવી જોઈએ નહીં.
આશા કરું છું તમને લોકોને IAS કિંજલ સિંહની આ કહાની પસંદ આવી હશે અને તમને જીવનમાં સંઘર્ષ કરવાની પ્રેરણા મળી હશે. તમારા વિચાર અમને જરૂર જણાવો અને જો તમે કિંજલ સિંહની આ કહાનીથી પ્રેરિત થયા છો, તો બીજા સુધી આ કહાની પહોંચાડો અને વધુમા વધુ શેર કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team