જંગલી ઝાડ નહિ પરંતુ આ છે આયુર્વેદનો સૌથી ચમત્કારિક છોડ, જેની આગળ સમાપ્ત થઈ જાય છે મોટી મોટી બીમારી


સ્વાસ્થ્યની વાત હોય અથવા સ્વાસ્થ્ય સંબંધિત બીમારીની, આજના સમયમાં લોકોને આયુર્વેદ દવા કરવી ખૂબ જ પસંદ હોય છે. લોકો માત્ર આયુર્વેદિક વસ્તુઓને પોતાની જીવનશૈલી નો ભાગ બનાવી રહ્યા છે. અને આયુર્વેદ અનુસાર બતાવેલ ઉપાય દરરોજ અપનાવી પણ રહ્યા છે. આજે અમે તમારા માટે એવા જ છોડ ના ફાયદા લઈને આવ્યા છીએ જેનું મહત્વ આયુર્વેદમાં ખૂબજ માનવામાં આવે છે.

અમે વાત કરી રહ્યા છીએ રાઉવોલ્ફિયા સર્પેન્ટિના અથવા ભારતીય સ્નેકરૂટ વિશે. તે ભારતીય ઉપ મહાદ્વીપ અને પૂર્વ એશિયામાં જોવા મળે છે. ખાસ કરીને તે સમુદ્ર તળથી ચાર હજાર ફીટની ઉંચાઇ ઉપર જંગલમાં અથવા છાયાદાર ભાગમાં થાય છે, તમને જણાવી દઇએ કે આ છોડ ઉપર ગુલાબી અને સફેદ ફૂલ જોવા મળે છે. આયુર્વેદ અનુસાર છોડની જડ નો ઉપયોગ ખતરનાક રોગના ઉપચાર માટે કરવામાં આવે છે. આવો જાણીએ ભારતીય સ્નેકરૂટ વિશે.


ભારતીય સ્નેકરૂટના ઔષધીય ગુણ
આયુર્વેદ અનુસાર ભારતીય સ્નેકરૂટ નો આ છોડ કફ દોષને સંતુલિત કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે છોડ ની અંદર રાસાયણિક ઘટક છે. જેમ કે રિસર્પાઈન, અજમાલિન, અજમાલીસીન, ઈન્ડોબાઈન, સર્પેન્ટાઈન, યોહિમ્બાઈન, યોહિમ્બાઈન, રેસ્કીમાઈન વગેરે. તે સિવાય આ છોડ પોતાના એન્ટિ ઇન્ફ્લેમેટરી એન્ટિ માઇક્રોબીઅલ અને એન્ટીહાઈપરટેન્સીવ ગુણો માટે જાણીતું છે.વિસ્તારથી જાણીએ તેના સ્વાસ્થ્ય ઉપર થતા ફાયદા.


અસ્થમામાં ફાયદાકારક
અસ્થમા જેવા રોગમાં ભારતીય સ્નેકરૂટના આ છોડની જડ નો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં દમ ની સમસ્યા થી દૂર રહેવા માટે તેના જડથી બનાવેલ જ્યુસ અથવા તેના જડ ને સુકવીને તૈયાર કરેલ પાઉડરને ઉપયોગમાં લેવામાં આવે છે


તણાવ અને ચિંતામાંથી રાહત
શું તમે એ લોકોમાંથી એક છો જે તણાવ અને ચિંતા ની સમસ્યાથી ખૂબ જ પરેશાન છો, જો હા, તો તમને જણાવી દઈએ કે આ છોડની જડને ચૂસવાથી તમને ખૂબ જ લાભ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે તેની અંદર હાઈપરટેન્સીવ ગુણ હોય છે, જે તણાવ અને ચિંતાને ઓછું કરવાનું કામ કરે છે. તે સિવાય તે લોકો જે ઈંસોમેનિયા પીડિત છે તે લોકો માટે પણ આ છોડ ખૂબ જ ફાયદાકારક છે.


હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે
તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીય સ્નેકરૂટનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરની દવા બનાવવા માટે કરવામાં આવે છે. તે એટલા માટે કારણ કે આ છોડની અંદર રાસાયણિક યૌગિક રેશેરપ્રાઇન હોય છે જે હાઈ બ્લડપ્રેશરને નિયંત્રીત કરવાનું કામ કરે છે.


પેટથી જોડાયેલી સમસ્યાઓ માટે ફાયદાકારક
મહિલાઓને માસિક ધર્મ દરમિયાન થતી સમસ્યા અથવા તો પેટથી જોડાયેલી અન્ય સમસ્યા જેમ કે કબજિયાત, ઝાડા વગેરે આ દરેકમાંથી રાહત મેળવવા માટે આ છોડનો ઉપયોગ ખૂબ જ સારો માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ છોડ દ્વારા પેટ સાફ થઈ જાય છે અને પાચનથી જોડાયેલ પ્રક્રિયાને બહેતર બનાવે છે.


હૃદય માટે ફાયદાકારક
આ છોડ હ્દયની સમસ્યામાં રાહત મેળવવા માટે પણ ખૂબ જ કામ લાગે છે. જે આજના સમયમાં ખરાબ જીવનશૈલી અને ખોટી ખાણી પીણી ના કારણે હૃદયરોગ ખૂબ જ સામાન્ય થઈ ગયું છે ત્યારે આ છોડનો ઉપયોગ હૃદયરોગથી બચવા માટે કરી શકાય છે. તમને જણાવી દઈએ કે તેની અંદર હાઈ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ ઓછું કરવાના ગુણ હોય છે, જેનાથી હૃદયરોગનું જોખમ ઓછું કરી શકાય છે.


ત્વચાથી જોડાયેલી સમસ્યામાં રાહત
એવા લોકો જે ત્વચા સાથે જોડાયેલી સમસ્યાથી પીડિત છે તે લોકો માટે આ છોડ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે પણ ખીલ કે ફોલ્લી, ખંજવાળની સમસ્યા થી પરેશાન છો, તો આ છોડનો ઉપયોગ કરી શકો છો. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓમાં રાહત આપવાનું કામ કરે છે.


માસિક ધર્મની સમસ્યામાં
એવી ઘણી બધી મહિલાઓ છે જેમને માસિક ધર્મથી જોડાયેલી સમસ્યાઓ થાય છે તે આ છોડનો ઉપયોગ કરી શકે છે. તેની અંદર એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને મૂડ બદલવાના ગુણ હોય છે, ત્યારે પિરિયડ દરમિયાન તેનું સેવન કરવાથી સોજો,પેટ ફૂલવું, ખેંચાણ વગેરેની સમસ્યામાંથી રાહત મળે છે. તે સિવાય આ છોડથી શરીરના ઝેરી પદાર્થ પણ બહાર નિકળી જાય છે.


અનિદ્રાની સમસ્યા
તમે કદાચ જાણતા હશો કે અનિદ્રા એ ઊંઘ થી જોડાયેલ એક વિકાર છે. જેમાં વ્યક્તિને ઊંઘ આવતી નથી, જેના કારણે ઘણી બધી બીજી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. અનિદ્રાના કારણે આળસ, થાક, ભૂખ લાગવી, મૂડ બદલાઈ જવો જેવી તકલીફ પણ ભોગવવી પડે છે. એવા લોકો માટે આ છોડનો ઉપયોગ ખૂબ જ સારો સાબિત થઇ શકે છે. પરંતુ ધ્યાન રાખો કે તેની માત્રા અને સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

કઈ રીતે કરવું આ જડીબુટ્ટીનું સેવન
તમે આ છોડમાંથી બનેલ પાઉડર અથવા ટેબલેટ બજારમાંથી ખરીદી શકો છો. પરંતુ જો તમે કોઈ પણ પ્રકારની દવા અથવા ઇલાજની પ્રક્રિયામાં છો તો તેનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

આલેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે તે કોઈપણ પ્રકારની દવા અથવા ઈલાજો વિકલ્પ નથી વધુ જાણકારી માટે ડોક્ટર પાસે સંપર્ક કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *