હિન્દુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર તથા શુભ માનવામાં આવ્યો છે. લગભગ દરેક પ્રકારની પૂજા તથા અનુષ્ઠાનમાં તુલસીના પાનનો પ્રયોગ જરૂરથી કરવામાં આવે છે. જ્યાં એક બાજુ ધાર્મિક રીતે જોઈએ તો તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય હોય છે. ત્યાં જ આ છોડમાં ઘણા બધા પ્રકારના ઔષધીય ગુણોનો ભંડાર હોય છે.
આ જ કારણ છે. કે દરેક ઘરમાં તુલસીનો છોડ જરૂરથી જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ તુલસીનો છોડ ઘરમાં હોવાથી હંમેશાં સકારાત્મક ઊર્જા પ્રદાન થતી રહે છે. ભગવાન વિષ્ણુ સહિત અન્ય દેવી દેવતાઓને પણ તુલસીના પાન ખૂબ જ પ્રિય હોય છે. તુલસીપત્ર વગર દેવી-દેવતાઓની પૂજા અધૂરી માનવામાં આવે છે.શાસ્ત્રોમાં તુલસીનો છોડ લગાવવા ના અને તેના પાન તોડવા ના અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. જેનું પાલન જરૂરથી કરવું જોઈએ.
તુલસીના પાન અને તેના નિયમો
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે. કે જ્યારે પણ અમાસ બારસ અથવા ચૌદશની તિથિ આવે ત્યારે તે દિવસે ભૂલથી પણ તુલસીના પાનને તોડવા જોઇએ નહીં. તે સિવાય રવિવારના દિવસે પણ તુલસીના પાન તોડવા જોઈએ નહીં એવું માનવામાં આવે છે. કે આ દિવસે તુલસીના પાનને તોડવાથી પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી.
તુલસીના પાનને તોડતી વખતે વિશેષ સાવધાની રાખવી જોઈએ ક્યારેય પણ નખ નો પ્રયોગ કરીને તુલસીના પાન ન તોડવા જોઈએ નહીં પરંતુ હંમેશા આંગળીઓના ટેરવા ની મદદથી જ પાન તોડવા જોઈએ.
જો તમારા ઘરે તુલસીનો છોડ કોઈ કારણ વસ્તુ ખાઈ ગયો છે. તો તેને કુંડામાં અથવા જમીનમાંથી બહાર કાઢી ને કોઈ પવિત્ર નદીમાં પ્રવાહિત કરવો જોઈએ ક્યારેય પણ સુકાઈ ગયેલ તુલસીના છોડને કચરા પેટી માં નાખવો જોઈએ નહીં ઘરે સુકાઈ ગયેલ તુલસીના છોડને વધુ દિવસ સુધી રાખવો જોઈએ નહીં નહીં તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.
તુલસીને હરિપ્રિયા પણ કહેવામાં આવે છે. કારણ કે ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. ભગવાન વિષ્ણુ શ્રીકૃષ્ણને વીર બજરંગ બલી ની પૂજા અને તેમના ભોગમાં તુલસી ના પાન હોવા ખૂબ જ જરૂરી હોય છે. દરેક દેવતાને તુલસી ખૂબ જ પ્રિય હોય છે. તેમને તુલસીપત્ર અર્પિત કરવાથી દરેક પ્રકારનાં શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શંકર અને ભગવાન ગણેશજીની પૂજા આરાધના કરતી વખતે ભૂલથી પણ તુલસીપાન અર્પિત કરવા જોઈએ નહીં શાસ્ત્રમાં તેની પાછળ ઘણી બધી કથા જણાવવામાં આવે છે.
જ્યારે પણ આ માસ અથવા પૂનમ ની તિથિ પર ગ્રહણ લાગે છે. ત્યારે તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. ગ્રહણમાં સૂતક કાળ પ્રભાવી હોવાના કારણે ઘરમાં રાખે દરેક પ્રકારના ભોજનમાં તુલસીના પાનમાં મૂકવામાં આવે છે. જેથી ગ્રહણના ખરાબ પ્રભાવથી બચી શકાય હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ગ્રહણ દરમિયાન તુલસીના પાન ન તોડવા જોઈએ.
સ્નાન કર્યા વગર ક્યારેય પણ તુલસીના પાનને પડવા જોઈએ નહીં અને કારણ વગર તુલસીના પાન ન તોડવા જોઈએ નહીં તે સિવાય સુરજ ઢળી ગયા બાદ ક્યારેય પણ તુલસી પાન ન તોડવા જોઈએ.
ભગવાનના પ્રસાદમાં તુલસી ના પાન જરૂરથી નાખવા જોઈએ તેનાથી દેવી-દેવતા તમારી પૂજાને ની કાર્ય કરે છે. અને શુભ ફળની પ્રાપ્તિ માટે પોતાના આશીર્વાદ આપે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team