મોઢામાં પાણી લાવી દે તેવી, ખાટી મીઠી અને સ્વાદથી ભરપૂર આંબલીની ચટણી બનાવવાની રીત

આજે અમે જણાવીશું કે આંબલીની ચટણી કેવી રીતે બનાવવામાં આવે છે? અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે? લગભગ દરેક લોકો આંબલીની ચટણી અને ખૂબ જ પસંદ કરે છે કારણ કે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટી મીઠી હોય છે. આમલીની ચટણીનો ઘણા બધા વ્યંજન માં ઉપયોગ કરવામાં આવે છે. જેમકે સમોસા-કચોરી ચાટ વગેરે, ઘણી બધી એવી વાનગી છે જે આમલીની ચટણી વગર અધુરી લાગે છે. આમલીની ચટણી અને તમે બિલકુલ બજાર જેવો સ્વાદ ઘરમાં પણ લાવીને બનાવી શકો છો, તો આવો અમે તમને જણાવીશું કે આમલીની ચટણીને માત્ર અમુક વસ્તુઓની મદદથી કેવી રીતે બનાવી શકાય.

Image Source

આંબલીની ચટણી બનાવવાની રીત

જરૂરી સામગ્રી

  • પાકેલી આંબલી – 1 કપ (પાણીમાં આખી રાત પલાળેલી)
  • ગોળ અથવા ખાંડ- ૩ કપ
  • ગરમ મસાલો- 1 નાની ચમચી
  • લાલ મરચું પાવડર- 1નાની ચમચી
  • ઈલાયચી પાવડર- અડધી નાની ચમચી
  • સંચળ પાવડર- ¾ નાની ચમચી
  • મીઠું- અડધી નાની ચમચી

Image Source

બનાવવાની રીત

આંબલીની ચટણી બનાવવા માટે સૌપ્રથમ તમે આખી રાત પલાળેલી આમલી છે તેને લેવાની છે હવે આ આંબલીને પાણી સહિત એટલે કે જે પાણીમાં તમે પલાળી છે તેની સાથે જ કોઈ વાસણમાં લઈને પાંચ મિનિટ સુધી ઉકાળો. હવે આ મિશ્રણને ગેસ પરથી ઉતારીને ઠંડું કરો. જ્યારે તે ઠંડુ થઈ જાય ત્યારે તેને યોગ્ય રીતે સ્મેશ કરો અને ગરણી થી ગાળો. હવે જે આંબલી નું મિશ્રણ આપણને મળ્યું છે તેનાથી ચટણી બનાવીશું.

હવે આ મિશ્રણમાં એક કપ પાણી ઉમેરીને ફરીથી ઉકાળવાનું છે, જ્યારે તેમાં એક ઉકાળો આવી જાય ત્યારે તેને ધીમું કરો હવે તેમાં ગોળ અથવા ખાંડ તમે જે ઈચ્છો તે ઉમેરો. જ્યાં સુધી ગોળ આમલી ના મિશ્રણ માં સારી રીતે ઉભરો ન આવી જાય ત્યાં સુધી તેને ધીમી આંચે હલાવતા રહો. કારણ કે તમે તેને હલાવશો નહીં તો તે નીચે ચોંટવા લાગશે.

જ્યારે આ મિશ્રણ ગાઢ થઈ જાય ત્યારે તેમાં લાલ મરચું પાવડર, સંચળ અને મીઠું ઉમેરો. તમે તેને તમારી ઈચ્છા અનુસાર સ્વાદ પસંદ હોય તે રીતે ઉમેરી શકો છો. આ દરેક વસ્તુ નાખીને 2 મિનિટ સુધી ચડવા દો, ત્યારબાદ ચટણીમાં ઈલાયચી પાવડર નાખો જો તે તમને પસંદ છે તો જ ચટણીમાં નાખો નહીં તો ગેસ બંધ કરો.

આંબલીની ચટણી બનાવવાની રીત પુરી થઈ. તમે આટલી આસાનીથી ઘરે જ બજાર જેવી આંબલીની ચટણી બનાવી શકો છો. તમે તેને સમોસા, પરાઠા અથવા તો કોઈ પણ ચાટ સાથે ખાઈ શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *