ચહેરાની સુંદરતાને ખરાબ ફક્ત ડાઘ અને ખીલ જ નથી કરતાં પરંતુ શેપ વિનાની અને પાતળી આઈબ્રો પણ ચહેરાના લુક્સને ખરાબ કરી શકે છે. ઘણી મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમની આઈબ્રોમાં વાળ ઓછા છે, આઈબ્રો પાતળી છે. જેના કારણે શેપ બરાબર થતો નથી.
આજે તમને આઈબ્રોનો ગ્રોથ વધારવા માટે ઘરેલું નુસખા જણાવીએ. આ નુસખા અપનાવીને તમે આઈબ્રોનો ગ્રોથ વધારી શકો છો. આઈબ્રોનો ગ્રોથ વધારતી વસ્તુઓ ઘરના રસોડામાં જ ઉપલબ્ધ છે. તેના માટે તમને નીચે દર્શાવ્યાનુસાર સામગ્રીની જરૂર પડશે.
સામગ્રી.
- 1 ચમચી આદુનો રસ
- 1 ચમચી લસણનો રસ
- 1 ચમચી એલોવેરા જેલ
- 1 વિટામિન ઈની કેપ્સુલ
રીત
સૌથી પહેલા આદુ અને લસણને પીસી અને તેનો રસ કાઢી લેવો. તેમાં એલોવેરા જેલ અને વિટામીન ઈની કેપ્સુલ મિક્સ કરો. આ મિશ્રણને આઈબ્રો પર લગાવો અને 15 મિનિટ પછી તેને સાફ કરો.
આ મિશ્રણ આઈબ્રો પર લગાવવાથી ઘણા લાભ થાય છે જેમકે આઈબ્રોની જગ્યાએ સંક્રમણ થયું હોય અને આઈબ્રોનો ગ્રોથ થતો ન હોય તો તે સમસ્યા દુર થાય છે. આદુ અને લસણ ત્વચાના સંક્રમણને દુર કરે છે. તેનાથી સ્કીન એલર્જી પણ મટે છે.
સંશોધન અનુસાર આદુમાં સિલિકોન હોય છે જે વાળને સ્વસ્થ બનાવે છે. તેમાં રહેલું ઝીંક વાળનો ગ્રોથ વધારે છે અને ત્વચાની ડ્રાયનેસ દુર કરે છે. આ મિશ્રણ આઈબ્રોમાં લગાવવાથી ડેંડ્રફની સમસ્યા પણ દુર થાય છે.
એલોવેરા જેલ પણ વાળના ગ્રોથને વધારે છે અને ત્વચા તેમજ વાળને મુલાયમ રાખે છે. જો કે આ મિશ્રણને 15 મિનિટ માટે લગાવો તે પહેલા તેનો પેચ ટેસ્ટ કરી લેવો. જેથી કોઈ વસ્તુની એલર્જી હોય તો પહેલા જ તેની જાણકારી થઈ જાય અને કોઈ ગંભીર સમસ્યા થાય નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team