આજકાલનાં બાળકો ભોજનમાં જંક ફૂડને વધારે પસંદ કરે છે, તે સ્વાસ્થ્યપ્રદ શાકભાજી ઓછી થાય છે. આવી સ્થિતિમાં મોટાભાગે સમસ્યા એ થાય છે કે અંતે એવી કઈ શાકભાજી બાળકો ને ખવડાવીએ જે તેના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. હવે અમે તમને દુનિયાની સૌથી તાકતવર શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનો ઉપયોગ કરીને તમે અને તમારો પરિવાર થોડા જ દિવસોમાં તંદુરસ્ત થઈ જશો. આ શાકભાજી ખાધા પછી તમારા પરિવારનું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે અને તેમને કોઈ પણ ગંભીર બીમારી અડકશે નહીં. તમે પણ વિચારી રહ્યા હશો કે એ કઈ શાકભાજી છે જે આટલી બધી તાકતવર છે અને તે કઇ ઋતુમાં મળે છે. ચાલો તમને જણાવીએ કે તે કઈ શાકભાજી છે જે ખાધા પછી તમે સ્વસ્થ થઈ જશો.
આ શાકભાજીનું નામ છે કંટોલા. તેને કકોડે અને મીઠા કારેલા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શાકભાજી ઔષધિથી ભરપૂર હોય છે. જણાવી દઈએ કે આ શાક તમને માસથી પણ અનેક ગણું વધારે પ્રોટીન અને શક્તિ આપશે. કંટોલામાં ફાઈટોકેમિકલ્સ હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ શાકભાજીમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં મળે છે.
હવે તમે વિચારતા હશો કે બજારમાં આટલી ગુણવત્તાયુક્ત શાકભાજી કઈ ઋતુમાં મળે છે? તો તમને જણાવી દઈએ કે તમને આ શાક ચોમાસાના મહિનામાં મળી જશે. આ શાકની ગુણવત્તાને કારણે વિશ્વભરમાં તેની માંગ છે. આ શાકભાજીની ખેતી મુખ્યત્વે ભારતના પર્વતીય પ્રદેશોમાં થાય છે.
આ શાકભાજીના ફાયદા આ છે
હવે આવો અમે તમને જણાવીએ કે આ શાકભાજીનું સેવન કરવાથી અંતે તમને ક્યાં ક્યાં ફાયદા થશે અને કેવી રીતે તે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે ઉત્તમ શાકભાજી છે.
આ ગંભીર રોગોની રોકથામમાં મદદ કરે છે
કંટોલામાં લ્યુટીન જેવા કેરોટોનોઈડ રહેલા હોય છે. તે આંખના રોગો, હૃદયના રોગો અને કેન્સર જેવા ગંભીર રોગોને રોકવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે સારો વિકલ્પ છે
કંટોલામાં આયર્ન અને પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે. પરંતુ તેમાં કેલરી ઓછી હોય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમે આ શાકભાજીનું 100 ગ્રામ સેવન કરો છો, તો તેમાંથી 17 કેલરી મળે છે.
બીપી કંટ્રોલમા કરે છે
કંટોલામાં મોમોરેડિસિન તત્ત્વો રહેલાં હોય છે જે એન્ટિઓક્સિડન્ટ, એન્ટિડાયાબિટીક અને એન્ટિસ્ટેરસ તરીકે કામ કરે છે. તેનું સેવન કરવાથી બીપી નિયંત્રણમાં રહે છે.
પાચનક્રિયા સુધારે છે
એવું જરૂરી નથી કે તમે તેનું સેવન શાકભાજી તરીકે જ કરો, તમે તેનું અથાણું બનાવીને પણ ખાઈ શકો છો. આ શાકભાજીનો આયુર્વેદમાં સારવાર માટે એક ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. તે પાચનક્રિયાને પણ સુધરે છે.
શરદી અને ઉધરસમાં રાહત આપે છે
કંટોલા શરદી અને ઉધરસમાં પણ રાહત આપે છે, તેમાં હાજર એન્ટિ-એલર્જન અને એનાલેજિક શરદી ઉધરસને રોકવામાં ઘણી મદદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team