તમારી ઉમર 40થી ઓછી છે તો આ માહિતી તમારી માટે જ છે, જાણો કેવીરીતે દર મહિને મળશે 5000 રૂપિયા

Image Source

સરકારે આ યોજના તમારી વૃધ્ધવસ્થાને ધ્યાનમાં રાખીને શરૂ કરી છે. આ યોજનાથી મળવાવાળા પૈસા તમે ઘરડા થાવ ત્યારે આર્થિક જરૂરિયાતને પૂરી કરવા માટે કરી શકો છો. આની માટે તમારે આ યોજનામાં થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે પછી તમે જ્યારે 60 વર્ષના થઈ જશો તો તમને 1 થી 5 હજાર રૂપિયા સુધીનું પેન્શન મળવાનું શરૂ થઈ જશે, એટલે કે ઘરડા થશો ત્યારે તમારા ખર્ચ માટે બીજા કોઈ પર નિર્ભર રહેવું પડશે નહીં.

અટલ પેન્શન યોજના એક સરકારી યોજના છે અને તેમાં ગેરંટીથી રિટર્ન મળે છે. આ યોજનામાં પતિ પત્ની મળીને થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને પછી 60 વર્ષની ઉમર પછી 10000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે. અટલ પેન્શન યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી આ યોજના અરુણ જેટલી દ્વારા લાવવામાં આવી હતી. આ યોજનામાં 18 થી 40 વર્ષ સુધીનું કોઈપણ ઇન્વેસ્ટ કરી શકે છે.

Image Source

  • આ સ્કીમમાં તમે રૂ. 1,000, રૂ. 2000, રૂ. 3000, રૂ. 4000 અને વધુમાં વધુ રૂ. 5,000 માસિક પેન્શન મેળવી શકો છો.
  • આમાં પતિ-પત્ની અલગ-અલગ ખાતા ખોલાવીને દર મહિને 10,000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે.
  • આ સ્કીમ હેઠળ દર મહિને 1000 રૂપિયા મેળવવા માટે તમારે દર મહિને 42 રૂપિયા જમા કરાવવા પડશે.

જો કોઈ વ્યક્તિ 18 વર્ષની ઉમરમાં આ યોજના શરૂ કરે છે તો 60 વર્ષ પછી તેમના ખાતામાં 5000 હજાર મહિને પેન્શન મળે છે. પણ તેની માટે તમારે દર મહિને 210 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના રહેશે. તમે માસિક, ત્રિમાસિક કે છમાસિક એમ તમારા ખાતામાંથી પૈસા કપાવી શકો છો.

Image Source

કેન્દ્ર સરકાર પણ ગ્રાહકના યોગદાનના 50 ટકા અથવા તો 1000 રૂપિયા વર્ષે આપે છે.

બીજી તરફ, જો કોઈ વ્યક્તિ 60 વર્ષ પહેલાં મૃત્યુ પામે છે, તો તેની પત્ની/પતિ આ યોજના ચાલુ રાખી શકે છે અને પેન્શનનો લાભ મેળવી શકે છે. એટલે કે પત્ની સંપૂર્ણ 10000 રૂપિયાની હકદાર રહેશે. આ સિવાય પતિના મૃત્યુ પછી પત્ની એકસાથે રકમનો દાવો કરી શકે છે. બીજી બાજુ, જો પત્નીનું પણ મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને એકસાથે રકમ મળે છે.

આ યોજનામાં ટેક્સમાં પણ છૂટ મળે છે. ઇન્કમ ટેક્સ એક્ટ 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ બેનિફિટ મળે છે. સાથે અમુક બાબતમાં 50 હજાર સુધીના એકસ્ટ્રા બેનિફિટ પણ મળે છે. એટલે તમને 2 લાખ સુધીનું ડિડક્શન મળશે.

આ યોજનાનો લાભ લેવા માટે તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આની માટે તમારી પાસે સેવિંગ એકાઉન્ટ, આધાર નંબર અને એક મોબાઈલ નંબર હોવો જોઈએ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *