મસ્તી, મીઠાઈ અને રંગોથી ભરપૂર આનંદ નો તહેવાર એટલે હોળી. જે હવે થોડા જ દિવસોમાં આવશે, આ દિવસે લોકો પરસ્પરનો અણગમો ભુલાવીને એકબીજાને રંગ અને ગુલાલ લગાવે છે, પરંતુ આ ઉત્સવ એ લોકો માટે મુશ્કેલ બને છે, જે લોકો ને રંગો ની એલર્જી હોય છે. હોળીના રંગોમાં ઘણા કેમિકલ્સ હોય છે. જો તમને પણ હોળીના રંગો ની એલર્જી થતી હોય તો આ ખાસ ટિપ્સ અપનાવો.
જો તમને હોળી ના રંગ લાગવાના કારણે ખંજવાળની સમસ્યા થતી હોય તો, તરત જ નારિયેળ તેલ લગાવવું જોઇએ. જો આ ઉપાય કર્યા બાદ પણ તમને રાહત ન મળે તો એક કપ પાણીમાં એક ચમચી સરકો નાખીને ત્વચા પર લગાવવું. આ બંને ઉપાય કર્યા પછી પણ જો રાહત ન મળે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
રંગોથી હોળી રમ્યા પછી તમારી ત્વચા શુષ્ક અને ખેંચાણ અનુભવે છે. જેના કારણે ઘણી વખત ત્વચા પર ખંજવાળ આવવા લાગે છે. એ સમસ્યામાં તરત જ મલાઈ અને લીંબુ મિક્સ કરીને ત્વચા પર લગાવવું જોઈએ. એનાથી ત્વચામાં થતી બળતરા માં તરત જ આરામ મળે છે.
ત્વચા પર કલર લાગવાના કારણે ત્વચા રુક્ષ થઈ જાય તો દહીં, મધ અને હળદર મિક્સ કરીને મસાજ કરવું, 15મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લેવો. એનાથી તમારી ત્વચા મુલાયમ બની જશે.
હોળી પર રંગના કારણે ત્વચાને થતી સમસ્યાઓ થી બચવા માટે પેટ્રોલિયમ જેલી નો ઉપયોગ કરવો જોઈએ. રંગોથી હોળી રમતા પહેલા ત્વચા પર અને નખ ઉપર સારી રીતે પેટ્રોલિયમ જેલી લગાવી લેવું. આ ઉપાય કરવાથી રંગ સીધો ત્વચાના સંપર્કમાં આવતો નથી, જેનાથી ત્વચાનું રક્ષણ થાય છે.
નખના રક્ષણ માટે નેલપેન્ટ નો ઉપયોગ પણ કરી શકાય છે.
રંગોથી થતી સમસ્યાઓથી બચવા માટે નો દેશી ઉપાય તરીકે સરસવનું તેલ છે. એને ચહેરા પર લગાવીને તમે મન મુકીને હોળી રમી શકો છો. એનાથી રંગોથી થતી સમસ્યાઓથી તો બચી શકાય છે, ઉપરાંત ત્વચા પર રંગ પણ ચઢતો નથી.
હોળી રમતા પહેલા પોતાના ચહેરા પર સનસ્ક્રીન લોશન લગાવવું જોઈએ. ઘણી વખત તાપને કારણેે રંગોમાં રહેલા કેમિકલ્સ ઝડપથી રીએક્ટ કરે છે. જેના કારણે તમારી ત્વચા ને વધુ નુકશાન પહોંચી શકે છે. ત્યારે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરવાથી ત્વચાને રક્ષણ મળે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team