ભગવાન શિવના ભક્તો માટે મહાશિવરાત્રીનો તહેવાર એક મોટા ઉત્સવ થી ઓછું નથી મહાશિવરાત્રીનો તહેવાર ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે ભક્તો પોતાના પ્રિય દેવ ની સંપૂર્ણ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે અને આ દિવસે ભોલેનાથ ની સાથે માતા પાર્વતી ના આશીર્વાદ પણ લેવામાં આવે છે માનવામાં આવે છે કે સાચા મનથી પ્રાર્થના કરનાર વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને તેની સાથે સાથે ઘર પરિવારમાં પણ સમૃદ્ધિના યોગ બની રહે છે જાણીએ વર્ષ 2022 માં મહાશિવરાત્રીનો તહેવાર કયા દિવસે ઉજવવામાં આવશે અને તેની સાથે જ આપણે જાણીશું કે તેના શુભ મુર્હત અને પૂજા વિધિ વિશે.
મહાશિવરાત્રી 2020 તિથિ ચતુર્દશી તિથિ નો આરંભ :
1 માર્ચ મંગળવારે સવારે 03:16 થી
ચતુર્દશી તિથિ નું સમાપન
2 માર્ચ બુધવારના રોજ સવારે 10 વાગ્યા સુધી.
મહાશિવરાત્રી પૂજા નું શુભ મુર્હત
- મહાશિવરાત્રિ પર પ્રથમ પ્રહરની પૂજાનો સમય – 1 માર્ચ, 2022ની સાંજે 6:21 મિનિટથી 9:27 મિનિટ સુધી
- બીજા પ્રહરની પૂજાનો સમય- 1લી માર્ચની રાત્રે 9:27 મિનિટથી 12:33 મિનિટ સુધી સુધી
- ત્રીજા પ્રહરની પૂજાનો સમય- 1 માર્ચની રાત્રે 12:33 મિનિટથી સવારે 3:39 મિનિટ સુધી
- ચોથા પ્રહરની પૂજાનો સમય- 2જી માર્ચે સવારે 3:39 મિનિટથી 6:45 મિનિટ સુધી
- પારણાનો સમય- 2 માર્ચ, બુધવારે સવારે 6:45 મિનિટ પછી.
મહાશિવરાત્રી ની પૂજન વિધિ
એવું માનવામાં આવે છે કે દરેક દેવી-દેવતાઓની તુલનામાં ભગવાન શંકરને પ્રસન્ન કરવા ખૂબ જ આસાન છે, અને તેમને એક લોટો જળ ચઢાવવાથી પણ તે ખુશ થઈ જાય છે, અને એ જ કારણ છે કે તેમને ભોલેનાથ કહેવામાં આવે છે. ફાગણ મહિનામાં આવનાર આ તહેવારની રાહત દરે ક શિવ ભક્ત ને સંપૂર્ણ વર્ષ રહે છે અને આ દિવસે ચાહતા કે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી લેવું જોઈએ ત્યારબાદ પૂજા ફળને શુદ્ધ કર્યા બાદ જળથી ભરેલા કળશની સ્થાપના કરવી જોઈએ હવે ભગવાન શંકર અને પાર્વતી માતાની મૂર્તિ સ્થાપિત કરો હવે તેમની ઉપર ચંદન, ચોખા, લવિંગ, ઇલાયચી,સોપારી, પાન,ધતુરો, બીલીપત્ર, દૂધ, દહીં,ઘી અને મધ ભગવાનને અર્પિત કરો. ત્યારબાદ ભગવાન શંકરની આરાધના કરો અને શિવજીની આરતી નો પાઠ અવશ્ય ગાવ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team