કહેવાય છે કે એક મહિલા માતા બને છે ત્યારે તે તેના જીવનનો સૌથી શ્રેષ્ટ સમય હોય છે. પણ બાળકને જન્મ આપવા પહેલા તેના એ 9 મહિના ખૂબ મહત્વના હોય છે. એક માતા પોતાના ગર્ભમાં રહેલ બાળકને સુરક્ષિત રાખવા માટે બનતા બધા પ્રયત્ન કરતી હોય છે. આ સમય દરમિયાન તે પોતાના ખાવા પીવા થી લઈને રહેવા બેઠવા અને ઉઠવાની રીતમાં પણ બદલાવ કરતી હોય છે. આ 9 મહિના દરેક મહિલા માટે ખૂબ ખાસ હોય છે.
એટલે કે સરળ ભાષામાં કહીએ તો સ્ત્રી આ નવ મહિનામાં પોતાનું આખું જીવન જીવે છે. આ સમય માત્ર માતા બનનાર મહિલા માટે જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યો માટે પણ ખાસ છે. આ જ કારણ છે કે તેના પરિવારના સભ્યો પણ ગર્ભાવસ્થા દરમિયાન તેની ખૂબ કાળજી લે છે. નોંધપાત્ર વાત એ છે કે ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી જે ખોરાક ખાય છે, તે ખોરાક તેના દ્વારા સીધો તેના બાળક સુધી પહોંચે છે.
આ જ કારણ છે કે આ દિવસોમાં સ્ત્રીને ખૂબ જ સમજી-વિચારીને ભોજન આપવામાં આવે છે. જેથી બાળકને કોઈ નુકસાન ન થાય અને માતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે. આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ખાવું જોઈએ. હા, આ ફળ માતા અને બાળક બંને માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફાયદાકારક ફળ નારંગી છે. જો કે તે ટેસ્ટમાં ખાટી હોય છે, પરંતુ તે એટલું જ ફાયદાકારક છે. તો ચાલો હવે તમને આના ફાયદા વિશે જણાવીએ.
નારંગીમાં વિટામિન સી ખૂબ સારા પ્રમાણમાં હોય છે. એવામાં આ ફળ ખાવાથી શરીરમાં ક્યારેય પણ વિટામિન સીની કમી થતી નથી.
આ સિવાય જો શરીરમાં વિટામિન સીની યોગ્ય માત્ર હોય છે તો તેનાથી બાળકનું મગજ હેલ્થી અને તેજ રહે છે.
તમને જાણીને નવાઈ લાગશે પણ નારંગીના સેવનથી માતા અને સંતાનને યોગ્ય પ્રમાણમાં પોષણ મળે છે. આ પોષણ માતા અને બાળક બંને માટે ખૂબ જરૂરી છે.
આ સાથે શરીરને તેમાંથી સોડિયમ અને પોટેશિયમ પણ મળે છે. જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.
ઉલ્લેખનીય છે કે જો આયર્નની ગોળી સંતરાના રસ સાથે લેવામાં આવે તો શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સંતુલિત રહે છે. જો કે, આયર્નની ગોળીઓ લેવી કે ન લેવી તેની માટે એકવાર ડૉક્ટરની સલાહ અવશ્ય લેવી.
તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન ભરપૂર નારંગી ખાવાથી શરીરમાં ક્યારેય પાણીની કમી થતી નથી.
નારંગી હોર્મોન બદલાવ કરવાવાળું ફળ છે અને તેને ખાવાથી મહિલાને ગર્ભાવસ્થા દરમિયાન ડિપ્રેશન થતું નથી.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team