ઘણીવાર તમે અનુભવ્યું હશે કે જ્યારે રસ્તા પરથી બાઈક પસાર થાય ત્યારે કુતરા અચાનક ભસવા લાગે છે અને પાછળ દોડે છે. આવી સ્થિતિમાં ઘણીવાર વાહન ચાલક ગભરાઈ જાય છે. મોટાભાગે જ્યારે રાત્રે સુનસાન રસ્તા પરથી બાઈક નીકળે છે ત્યારે આવું વધારે થાય છે. ઘણીવાર અકસ્માત પણ થઈ જતા હોય છે.
જો તમે હવે પછી ક્યારેય પણ આવી સ્થિતિમાં મુકાઈ જાવ તો પોતાનો બચાવ કેવી રીતે કરવો તેના વિશે જણાવીએ. જો તમે આ રીતે પોતાનો બચાવ કરશો તો તમને કોઈ સમસ્યા થશે નહીં.
જ્યારે પણ કુતરું ભસવા લાગે કે પાછળ દોડે તો ગભરાઈને વાહન ઝડપથી ચલાવવું નહીં. વાહનની સ્પીડ ધીમી રાખવી. જો તમે વાહનની સ્પીડ વધારશો તો દુર્ઘટના થઈ શકે છે.
આ સિવાય વાહનની સ્પીડ વધારવાથી કુતરો પણ પાછળ ઝડપથી દોડશે. કારણ કે સ્પીડના કારણે કુતરા વધારે હિંસક થઈ જાય છે અને હુમલો કરવા દોડે છે. એટલા માટે તમારે ફક્ત એટલું કરવું કે વાહનની સ્પીડ ધીમી કરી દેવી. જો તમે વાહન રોકી પણ દેશો તો કુતરા ટ્રીગર થશે નહીં અને શાંત થઈ જશે. કુતરા પાછળ પડે ત્યારે તે રસ્તા પરથી વાહન ધીમેધીમે પસાર કરો એટલે કુતરા શાંત થઈ ત્યાંથી જતા રહેશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team