ફક્ત 22 વર્ષની ઉંમરે ઓરિસ્સાની દીકરીએ એક સાથે પાસ કરી IIT અને UPSCની પરિક્ષા અને બની IAS ઓફિસર


ઓરિસ્સાની વતની સિમી કરણએ IIT અને UPSC પરીક્ષા એક વર્ષમાં જ પાસ કરી લીધી અને પેહલા પ્રયત્નમાં જ IAS ઓફિસર બની. લોક સંઘ સેવા આયોગની સિવિલ સર્વિસ પરીક્ષાને સૌથી અઘરી પરીક્ષામાંથી એક માનવામાં આવે છે અને તેની તૈયારી માટે વિદ્યાર્થીઓને ઘણું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે.

પરંતુ ઘણા વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે અન્ય કામની સાથે UPSC પરીક્ષા પણ પાસ કરે છે. તેવી જ કહાની ઓરિસ્સાની વતની સિમી કરણની છે, જેણે IIT અને UPSC પરીક્ષા એક વર્ષમાં જ પાસ કરી અને પેહલા પ્રયત્નમાં જ સિવિલ સર્વિસ પરીક્ષાને પાસ કરી IAS ઓફિસર બની.


મૂળ ઓરિસ્સાની વતની સિમી કરણનું આખું બાળપણ છતિસગઢના ભિલાઈમાં વીત્યું અને તેણે બાળપણનો અભ્યાસ પણ ત્યાંથી કર્યો. સિમીના પપ્પા ડીએન કરણ ભિલાઈ સ્ટીલ કંપનીમાં કામ કરે છે અને તેની માં સુજાતા ભિલાઈ દિલ્લી પબ્લિક સ્કૂલમાં ટીચર છે. સિમીએ 12 સુધીનો અભ્યાસ ભિલાઈની દિલ્લી પબ્લિક સ્કૂલથી કર્યો હતો અને 12 ધોરણમાં 98.4 ટકા નંબર લાવીને સમગ્ર રાજ્યમાં ટોપ કર્યું હતું.


ધોરણ 12 પછી IITમાં એડમીશન-
DNA ના રિપોર્ટ મુજબ, સિમી કરણની શરૂઆતમાં સિવિલ સર્વિસમાં જવાની કોઈ યોજના હતી નહિ અને તેથી તેણે 12 પછી IITમા પ્રવેશ આપ્યો. ત્યારબાદ તેનું સિલેકશન IIT બોમ્બેમાં થયું અને તે એન્જીનીયરીંગનો અભ્યાસ કરવા લાગી.


કેવી રીતે સિવિલ સર્વિસમાં જવાનો નિર્ણય કર્યો? –
એન્જિનિયરિંગ ઇન્ટર્નશિપ દરમિયાન, સિમી કરણ નજીકના સ્લમ વિસ્તારમાં બાળકોને ભણાવવા ગઈ, ત્યારે તેના મગજમાં લોકોને મદદ કરવાનો વિચાર આવ્યો, પરંતુ તે તેમ કરી શકી નહીં. ત્યારબાદ તેના મગજમાં આવા ક્ષેત્રમાં જોડાવાનો વિચાર આવ્યો, જેના દ્વારા તે લોકોની મદદ કરી શકે. પછી તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું નક્કી કર્યું.


આ રીતે UPSCની પરિક્ષાની તૈયારી કરી –
સિમી કરણએ એન્જીનીયરીંગના છેલ્લા વર્ષમાં UPSC પરીક્ષાની તૈયારી શરૂ કરી અને સેલ્ફ સ્ટડી કરવાનો નિર્ણય કર્યો. સિમી કહે છે કે તેણે સૌથી પેહલા ટોપર્સના ઇન્ટરવ્યૂ જોયા અને ઈન્ટરનેટની મદદથી તેના માટે પુસ્તકોની યાદી તૈયાર કરી. તૈયારી માટે જે પ્રમાણભૂત પુસ્તકો આવે છે, તેની પસંદગી કરી.

હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે પુસ્તકો મર્યાદિત રાખીને વારંવાર રિવિઝન કરવું પડશે. તૈયારી માટે તેણે UPSC ના અભ્યાસને નાના નાના ટુકડામાં વહેચી લીધો, જેથી અભ્યાસ બોજ ન બની જાય. તેનું કેહવુ છે કે પરીક્ષાની તૈયારી માટે મહત્તમ રિવિઝન જરૂરી છે.


એકજ વર્ષમાં IIT અને UPSCની પરીક્ષા પાસ કરી-
સિમી કરણએ કોચિંગમાં જોડાયા વગર સ્વ-અભ્યાસ કરીને પ્રથમ પ્રયત્નમાં UPSC પરીક્ષા પાસ કરી. સિમી કહે છે કે IIT મુંબઈમાંથી તેનું ગ્રેજ્યુએશન મે 2019માં પૂરું થયું હતું અને જૂનમાં UPSCની પરીક્ષા હતી. તેની પાસે ફાઈનલની તૈયારી કરવા માટે બહુ ઓછો સમય હતો, પરંતુ સખત મહેનત સાથે સ્માર્ટ રીતે કરેલો અભ્યાસ કામમાં આવ્યો અને પહેલા પ્રયત્નમાં UPSC પરીક્ષા પાસ કરી.

ફક્ત 22 વર્ષની ઉંમરમાં IAS ઓફિસર બની – કરણએ UPSCની સિવિલ સર્વિસ પરીક્ષા 2019 માં ઓલ ઈન્ડિયામાં 31મો નંબર મેળવ્યો. સિમી લગભગ 22 વર્ષની હતી, જયારે તેણે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી અને IAS ઓફિસર બની.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *