દાળ ઢોકળી એક પારંપરિક ગુજરાતી વાનગી છે. જે મુખ્ય રૂપ થી દાળ અને ઘઉ ના લોટ થી બને છે. થોડી ખાટી મીઠી અને મસાલેદાર આ વાનગી ને જાડી દાળ માં બનાવા માં આવે છે. દાળ માં નાખેલા મસાલા અને સીંગદાણા ના લીધે દાળ ઢોકળી સ્વાદિષ્ટ લાગે છે. આ રેસીપી બનાવા માં ખૂબ સરળ છે. અને સાથે જ પૌષ્ટિક પણ છે.
સામગ્રી
- ½ કપ તુવેર ની દાળ
- 3 ચમચા સીંગદાણા
- ½ કપ ઘઉ નો લોટ
- ½ ચમચી અજમો
- 1 ચમચી બેસન
- ¼ ચમચી + ¼ ચમચી હળદર
- ½ ચમચી+ ½ ચમચી લાલ મરચું પાવડર
- ½ ચમચી ધાણા જીરું
- ½ ચમચી રાઈ
- 1 ચમચી જીરું
- એક ચપટી હિંગ
- 1 સુકેલું લાલ મરચું
- 8-10 લીમડા ના પત્તા
- 3 ચમચી લીંબુ રસ
- 3-4 ચમચી ખાંડ
- 3 ચમચી તેલ
- 1 ½ +3 કપ પાણી
- મીઠું સ્વાદનુસાર
- 2 ચમચી કોથમીર
વિધિ
1.
તુવેર ની દાળ ને ધોઈ ને કુકર માં નાખી ને 11/2 કપ પાણી નાખી ને મીઠું નાખો.
2.
એક વાટકી માં સીંગદાણા લો. તેને દાળ ની ઉપર મૂકો.
3.
કુકર નું ઢાંકણું બંધ કરી ને 3 સીટી વગાડો. મધ્યમ તાપે તેને થવા દો.
4.
જ્યા સુધી દાળ થાય છે ત્યાં સુધી ½ કપ ઘઉ નો લોટ,બેસન, અજમો,1/4 ચમચી હળદર ½ ચમચી લાલ મરચું, 1/2 ચમચી ધાણા જીરું અને 1 ચમચી તેલ અને મીઠું નાખી ને લોટ બાંધો.
5.
હવે કુકર નું ઢાંકણું ખોલી ને તેમા થી સીંગદાણા ની વાટકી કાઢી લો. હવે દાળ ને કુકર માં જ રાખો અને બ્લેન્ડ કરો.
6.
2 કપ પાણી નાખી ને 2-3 મિનિટ માંટે ફરી થી બ્લેન્ડ કરો.
7.
હવે એક કઢાઈ માં 2 ચમચી તેલ ગરમ કરવા મૂકો તેમા રાઈ નાખો.
8.
જ્યારે રાઈ ફૂટી જાય ત્યારે તેમા જીરું હિંગ, સુકી લાલ મરચું, લીમડો નાખી ને જીરા ને ચટકવા દો. હવે તેમા હળદર અને લાલ મરચું પાવડર નાખી ને મિક્સ કરો.
9.
બ્લેન્ડ કરેલી દાળ, 1 કપ પાણી, બાફેલા સીંગદાણા,લીંબુ નો રસ, ખાંડ, અને મીઠું નાખી ને મધ્યમ તાપ પર થવા દો.
10.
હવે લોટ ની ગોળીઓ વાળી ને તેને રોટલી બનાવો. હવે તેમા ઊભા અને આડા કાપા પાડી ને તેને શક્કરપાળા ની જેમ કાપો. જે ઢોકળી ની જેમ દેખાશે.
11.
હવે ઉકળતા દાળ માં ઢોકળી નાખતા જાવ. બધી જ ઢોકળી ને દાળ માં નાખી ને પકાવો. ઢોકળી ને પાકતા 8-10 મિનિટ લાગશે. થોડી થોડી વારે ઢોકળી ને હલાવતા રહો. હવે ગેસ બંધ કરી ને ઢોકળી ને પરોસો.