Image Source
તમે આસાનીથી તમારા વોર્ડરોબમાં મુકેલા જુના પ્લાઝોનું સ્ટ્રેટ પેન્ટ પણ બનાવી શકો છો કેવી રીતે જાણવા માટે વાંચો આ આર્ટીકલ
મહિલાઓને કપડા બનાવવાનો અને પહેરવાનો ખૂબ જ શોખ હોય છે.ઘણી મહિલાઓ એક બે વખત કપડાં, કુર્તા, ડ્રેસ વગેરે પહેર્યા બાદ તેને તિજોરીમાં એમ જ મૂકી દે છે. સૌથી વધુ મહિલાઓ કુર્તી ની સાથે જીન્સ અને પ્લાઝો વગેરે પહેરવાનું પસંદ કરે છે.પરંતુ અત્યારના સમયની સાથે પ્લાઝા ટ્રેન્ડ થોડો ઓછો થઈ રહ્યો છે કારણ કે દરરોજ આવવા જવા માટે મહિલાઓ કુર્તાની સાથે જીન્સ, સ્ટ્રેટ પેન્ટ વગેરે પહેરવાનું જ પસંદ કરે છે.કારણ કે તે પ્લાઝોના હિસાબ થી વધુ સારું લાગે છે.
જો તમારી પાસે વોર્ડરોબમાં અમુક જૂના પ્લાઝો પડી રહ્યા છે અને તમે તેને નથી પહેરતા તો તેને કાઢી નાખવાની જગ્યાએ ફરીથી ઉપયોગમાં લઇ શકો છો. તમે પ્લાઝોની જગ્યાએ સ્ટ્રેટ પેન્ટ બનાવી શકો છો.
Image Source
પ્લાઝોની કરો પસંદગી
પ્લાઝો બનાવવા માટે સૌપ્રથમ તમારે પ્લાઝોની પસંદગી કરવી પડશે તેનું તમે સ્ટ્રેટ પેન્ટ બનાવવા માંગો છો તેની માટે એવા પ્લાઝો ની પસંદગી કરો જે જૂનું હોય અને તમારી માટે ખરાબ થઈ ગયું હોય. કારણ કે જો તમે તેને પહેલી વખત કરી રહ્યા છો તો બની શકે છે કે ખોટું કટિંગ પણ થઇ શકે છે અથવા સ્ટ્રેટ પેન્ટનો શેપ પણ બદલાઈ શકે છે.
પ્લાઝો પર લગાવો નિશાન
પ્લાઝો સિલેક્ટ કર્યા બાદ તમારે તેને ઊંધું કરવાનું છે, હવે પોતાના માપના હિસાબથી ચોક ની સહાયતાથી નિશાની લગાવો.તમારે સ્ટ્રેટ પેન્ટનો લુક જેવો જોઈતો હોય ટે હિસાબથી માર્કિંગ કરો. જો તમારે થોડું સ્ટ્રેટ પેન્ટ જોઈએ છે તો નિશાન તે હિસાબથી કરો.
Image Source
પ્લાઝોની કરો કટીંગ
પ્લાઝો ઉપર નિશાન લગાવ્યા બાદ તમારે સ્ટ્રેટ પેન્ટ ની કટીંગ કરવી પડશે, કટીંગ કરતી વખતે તમારે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં તમે નિશાન લગાવ્યા છે. તમે થોડી જગ્યા છોડીને જ પ્લાઝોનું કટિંગ કરો કારણ કે ઘણી વખત નિશાન સાઈઝના હિસાબથી યોગ્ય લાગતા નથી અને કપડાં ખરાબ થઈ જાય છે.હવે તમે પ્લાઝોને પેન્ટ ના હિસાબથી કટ કરો
Image Source
હવે કરો પેન્ટ ની સિલાઈ
હવે આ દરેક સ્ટેપ કર્યા બાદ તમારે કપડાની સીલાઈ કરવી પડશે,તેની માટે તમારે ટુકડાને એકસાથે મૂકીને કિનારી ઉપર સિલાઈ મશીનની મદદથી સિલાઈ કરો. બસ થઈ ગયું તમારું સ્ટ્રેટ પેન્ટ તૈયાર. તેને વધુ સુંદર લુક આપવા માટે તેને મોતી થી સજાવી શકો છો.
આ રીતે તમે પોતાના વેસ્ટ પ્લાઝો થી સ્ટ્રેટ પેન્ટ બનાવી શકો છો. તમે પ્લાઝો માંથી ટ્રાઉઝર પણ બનાવી શકો છો.પ્લાઝોનું ટ્રાઉઝર બનાવવું પણ ખૂબ જ આસાન છે તેની માટે તમે ટ્રાઉઝર ના શેપમાં કટ કરોત્યારબાદ પોતાના ફિટીંગ અનુસાર પ્લાઝોની સિલાઈ કરો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team