નકારાત્મક વિચારોની માનવ જીવન પર કઈ રીતે અસર પડે છે!!! તેનાથી છુટકારો કઈ રીતે મેળવી શકાય તે જાણો

Image Source

માનવ જીવન એ શરીર અને મનનો એક એવો સંગમ છે, જ્યાં કોઈ એકને દૂર કરવામાં આવે તો મનુષ્યનું અસ્તિત્વ જ નથી રહેતું. મન માનવના શરીરને ચલાવે છે. આપણે જે વિચાર કરીએ છીએ તે પ્રમાણે કાર્ય કરીએ છીએ. શરીર તો આપણા દરેક પાસે સરખું જ હોય છે, પરંતુ તે મન જ છે જે વ્યક્તિને સફળ અને અસફળ બનાવે છે. એટલા માટે આપણા મનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. જો આપણા મનમાં આવા વિચારો પુષ્કળ પ્રમાણમાં આવે, જે જીવનમાં પ્રગતિમાં બાધા રૂપ બની રહ્યા હોય, તો તે બીમાર મન દર્શાવે છે. આવા વિચારોને નકારાત્મક વિચારો કહેવામાં આવે છે. આ નકારાત્મક વિચારોથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે, નહીં તો અંદરથી આ વિચારો આપણને ખૂબ જ નબળા બનાવી દે છે અને આપણે પોતાને લાચાર માનવા લાગીએ છીએ.

નકારાત્મક વિચારોથી છુટકારો મેળવ્યા વગર જીવનમાં કોઈપણ પ્રકારની સફળતા મેળવવી લગભગ અશક્ય છે. પછી ભલે તમે વિદ્યાર્થી હોય, નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે પછી સંબંધોને મધુર બનાવવા માંગતા હોય, આ તમામ ક્ષેત્રોમાં સફળતા ત્યારે જ મળશે જ્યારે વ્યક્તિ નકારાત્મક વિચારોમાંથી મુક્ત થશે.

Image Source

સકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારો વચ્ચે શું તફાવત છે?

સકારાત્મક વિચારો અને નકારાત્મક વિચારોને ઓળખવા ખૂબ જ સરળ છે. સકારાત્મક વિચારોથી ભરેલી વ્યક્તિ બધુ ગુમાવ્યા છતાં પણ હાર માનતી નથી. તેને આ વાત પર સંપૂર્ણ વિશ્વાસ છે કે એક દિવસ તે સફળ થઈને જ રહેશે. જ્યારે નકારાત્મક વિચારોથી ભરેલી વ્યક્તિ હાર પછી જ પોતાનામાં ભૂલો કાઢવાનું શરૂ કરી દે છે અને ધીરે ધીરે તેની વિચારસરણી એવી બની જાય છે કે તે આ કામ કરી જ શકતો નથી.

તેથી જ કહેવાય છે કે આપણે જે વિચાર કરીએ છીએ તેવા જ બનીએ છીએ.

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે જો આપણે આપણી જાતને શિવ માનશું તો શિવ બનીશું, બુદ્ધને સમજીશું તો બુદ્ધ બનીશું. માનવ જીવન માત્ર વિચારોની રમત છે. એટલા માટે વિચારોને સકારાત્મક રાખવા જરૂરી છે, કારણ કે જો મનમાં સકારાત્મક વિચારો હશે, તો આપણે પોતે જ નકારાત્મક વિચારોથી છુટકારો મેળવી શકીશું.

Image Source

નકારાત્મક વિચારોના નુકશાન

નકારાત્મક વિચારો અંતર્ગત ડર, ઈર્ષ્યા, પોતાને ઓછું સમજવું, અભિમાન, કોઈને નુકસાન પહોંચાડવાની લાગણી આ ઉપરાંત બીજા ઘણા વિચારો છે, જે આપણને સુખનો માર્ગ બતાવવાને બદલે મનને હંમેશા દુઃખી રાખે છે. આવા નકારાત્મક વિચારોથી છૂટકારો મેળવવો ખૂબ જ જરૂરી છે.

Image Source

નકારાત્મક વિચારોથી છુટકારો

સવારની શરૂઆત – પ્રથમ પગલું જ નક્કી કરે છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. આ વાત અહીં પણ લાગુ પડે છે. સવાર એ આખા દિવસ માટે પ્રથમ પગલા સમાન છે. જો સવારની શરૂઆત સારી થાય છે, તો તમે દિવસભર સકારાત્મક અનુભવ કરશો. સવારને એક સારી સવાર બનાવવા માટે સૌથી પહેલી બાબત જે જરૂરી છે તે એ કે સવારના સમયથી ફક્ત 15 મિનિટ પહેલા જ ઉઠવું. આમ કરવાથી તમારા મનમાં તમારૂ લક્ષ્ય પ્રાપ્ત કરવાની ખુશી હશે, જે સફળતાનો અહેસાસ કરાવશે.

આ રીતે તમને વહેલા ઉઠવાની આદત પડી જશે. સવારે ઓછામાં ઓછા 2 કલાક આપો. જેમાં તમે યોગ, વ્યાયામ, મોર્નિંગ વોક, કોઈપણ સારી પણ પ્રેરણાત્મક પુસ્તક વાંચવા જેવી ઘણી વસ્તુઓ કરી શકો છો જે તમને હકારાત્મકતાથી ભરી દેશે.

Image Source

નિર્ણયો લેતા શીખો

નકારાત્મક વિચારો એક એવી સ્થિતિને જન્મ આપે છે જ્યાં વ્યક્તિ નિર્ણય લેવા માટે પોતાને સક્ષમ નથી સમજતો, કારણ કે તેનો આત્મવિશ્વાસ નબળો પડી જાય છે.
આવી સ્થિતિમાં, લોકો મોટા નિર્ણયો લેવાને બદલે સતત ઘણા નાના નાના નિર્ણયો લે અને તે નિર્ણયોને સફળ બનાવવાનો પ્રયત્ન કરે. આમ કરવાથી પોતાની નિર્ણય લેવાની ક્ષમતા પર વિશ્વાસ વધશે.

Image Source

નકારાત્મક લોકોથી અંતર રાખો

ક્યારેક ક્યારેક નકારાત્મકતા ન ઈચ્છવા છતાં તમારી અંદર કોઈ ખાસ મિત્ર કે સહકર્મચારી દ્વારા આવી જાય છે. આવા લોકોને ઓળખો. વધુને વધુ એવા લોકોનો સાથ લો જે સકારાત્મક વિચારો ધરાવતા હોય. નકારાત્મક વિચારોનો સંગાથ સંપૂર્ણપણે છોડી દો અથવા બહુ ઓછો રાખો.

ભગવાનનું સ્મરણ કરો

કહેવાય છે કે પ્રાર્થનામાં ઘણી શક્તિ હોય છે. જે જીવનની દરેક સમસ્યાઓ દૂર કરી દે છે. પરંતુ વાસ્તવમાં થાય છે એવું કે જ્યારે આપણે ભગવાનના શરણમાં હોઈએ છીએ, અને થોડો સમય તેનું ધ્યાન કરીએ છીએ, તો તે સમયે આપણને એક અતૂટ વિશ્વાસ હોય છે કે કોઈ એક એવી સતા છે, જે આપણામાં સૌથી શક્તિશાળી છે, અને આપણું જીવન બદલી શકે છે. આ અતૂટ વિશ્વાસ જ સકારાત્મકતા આપે છે.

Image Source

સંગીત સાંભળો

સંગીતમાં ઘણી શક્તિ હોય છે. જો મનની વાત કરવામાં આવે તો મન એક લાગણીઓનો મહાસાગર છે,જ્યાં દરેક પ્રકારના વિચારો રહે છે. કેટલાક શક્તિશાળી વિચારો આપણા વ્યક્તિત્વમાં સમાઈ જાય છે તો કેટલાક વિચારો છુપાયેલા હોય છે અથવા ખૂબ નબળા હોય છે. સંગીત આ લાગણીઓને પોષણ આપવાનું કામ કરે છે. જેમ આપણે સંગીત સાંભળીએ છીએ તેવી જ લાગણી આપણામાં પણ જન્મશે, તેથી સકારાત્મકતાથી ભરપૂર સંગીત સાંભળો.

બાળકો સાથે રમો અથવા તેમને રમતા જુઓ – બાળકો સાથે થોડો સમય ચોક્કસ વિતાવો. બાળકોમાં ક્યારેય નકારાત્મક વિચારો આવતા નથી. ભલે તે જીતે કે હારે, તે માત્ર રમતનો આનંદ માણી રહ્યા હોય છે. બાળકો સાથે સમય વિતાવવાથી તમારામાં પણ એવી લાગણી પેદા થાય છે. જ્યાં ન તો હાર છે અને ન તો જીત, હોય છે તો માત્ર આનંદ.

દારૂ અને માંસાહારી ખોરાકનું સેવન ન કરો – દારૂ અને માંસાહારી ખોરાકને એક પ્રકારનો નકારાત્મક ખોરાક માનવામાં આવે છે. જ્યાં દારૂનું સેવન માણસને પશુ જેવો બનાવી શકે છે, તેમજ માંસાહાર કોઈ પ્રાણીને હત્યા પછી આવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જેવો ખોરાક, તેવું જ મન.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *