આજે અમે તમને જણાવી રહ્યા છે કે વ્યક્તિએ પોતાની ઉમરના પ્રમાણે કેટલા કલાકની ઊંઘ લેવી જોઈએ. એ વાત સાચી છે કે આપણાં બધા માટે ઊંઘ ખૂબ જરૂરી છે. તેનાથી આપણાં શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તેનાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. શારીરિક ગતિવિધિઓનું પણ પૂરતી ઊંઘને લીધે સારી રીતે સંચાલન થાય છે.
સૌથી પહેલા 4-11 મહિનાના બાળકોની વાત કરીએ, પછી તેમને કહીએ કે તેમને ઓછામાં ઓછી 12 થી 15 કલાકની ઊંઘ લેવી જોઈએ. પરંતુ કેટલાક બાળકો એવા હોય છે જેમને ખૂબ ઓછી ઊંઘ આવે છે, તો તેવા બાળકો માટે પ્રયત્ન કરો કે તેઓ પૂરતી ઊંઘ લે. આ તેમના સ્વાસ્થ્ય માટે પૂરતું રહેશે. તે જ સમયે, ધ્યાનમાં રાખો કે તેમની ઊંઘ ક્યારેય 18 કલાકથી વધુ ન હોવી જોઈએ.
હવે વાત કરીએ 1 થી 2 વર્ષના બાળકો માટે લગભગ 11 થી 14 કલાક ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. પણ જો શક્ય નથી અને બાળકને ઊંઘ નથી આવતી તો પણ ઓછામાં ઓછી 9 થી 16 કલાકની વચ્ચે તો ઊંઘ લેવી જ જોઈએ.
આ સિવાય હવે વાત કરીએ સ્કૂલ જવા પહેલાની ઉમર એટલે કે 3-5 વર્ષના બાળકોની તો તેમણે 10 થી 13 કલાક જેટલી ઊંઘ લેવી જોઈએ. પણ આ ઉમરના બાળકોએ ઓછામાં ઓછી 8 કલાક અને વધુમાં વધુ 14 કલાકની ઊંઘ લેવી જોઈએ.
આ પછી વાત કરીએ શાળાએ જતા 6-13 વર્ષના બાળકોની ઊંઘ ઓછામાં ઓછી 7 કલાક અને વધુમાં વધુ 11 કલાક હોવી જોઈએ.
તે જ સમયે, જણાવી દઈએ કે કિશોરાવસ્થાના બાળકો કે જેમની ઉમર 14-17 વર્ષ સુધી 8 થી 10 કલાકની ઊંઘની સલાહ આપવામાં આવી છે પરંતુ 7 થી ઓછી અને 11 કલાકથી વધુ ઊંઘ યોગ્ય માનવામાં આવતી નથી.
હવે વાત કરીએ યુવાનની કે જેમની ઉઆમ્ર 18-25 વર્ષ છે તેમની તો તેમના માટે 7-9 કલાકની ઊંઘ યોગ્ય માનવમાં આવે છે. પણ 6 કલાકથી ઓછી અને 11 કલાકથી વધુ ઊંઘ ના લેવી જોઈએ.
26-64 વર્ષના લોકોએ 7 થી 9 કલાક ઊંઘ લેવી જોઈએ. જો કે આ 6 કલાકથી ઓછી ના હોવી જોઈએ અને 11 કલાકથી વધુ ના હોવી જોઈએ.
હવે વાત કરીએ 65 વર્ષ કે તેનાથી વધુ ઉમરના વ્યક્તિઓની તો તેમણે 7-8 કલાક ઊંઘ લેવી જોઈએ. પણ તેમણે 5 કલાકથી ઓછી અને 9 કલાકથી વધુ ઊંઘ લેવી જોઈએ નહીં.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team