ભારતના અલગ-અલગ રાજ્યોમાં આ શાનદાર રીતે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ


એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિ એ સૂર્યના મકર રાશિમાં સંક્રમણનો પ્રથમ દિવસ છે, અને શિયાળાનો અંત અને ગરમ અને લાંબા દિવસોની શરૂઆતનું પ્રતીક છે. મકરસંક્રાંતિ એકમાત્ર ભારતીય તહેવાર છે જે સૌરચક્ર અનુસાર મનાવવામાં આવે છે. જ્યારે લગભગ તહેવારો હિન્દુ કેલેન્ડરના ચંદ્ર ચક્ર નું પાલન કરે છે. તેથી જ તે લગભગ દર વર્ષે 14 જાન્યુઆરીએ એક જ તારીખ ઉપર આવે છે અને કદાચ જ એક દિવસ અથવા તારીખ માં બદલાવ આવે છે.


હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિને ખૂબ જ મોટો તહેવાર માનવામાં આવે છે. કારણ કે તેનાથી ઘણી બધી કથાઓ જોડાયેલી છે. આ દિવસે દાન કરવાનું ખૂબ જ મહત્વ છે. તે જ રીતે ગંગા નદીમાં સ્નાન કરવાથી અને ખીચડી ખાવાનું પણ એક અલગ જ મહત્વ છે, આ પર્વની ખાસિયત છે કે તે સંપુર્ણ ભારતમાં અલગ-અલગ નામોથી જાણીતું છે.

દરેક રાજ્યમાં મકરસંક્રાંતિના ઘણા અલગ અલગ રંગ અને રૂપ જોઇ શકાય છે. ઘણા રાજ્યોમાં આ દિવસને એક અનોખા રીતરિવાજ તથા આયોજનથી ઉજવવામાં આવે છે. આવો અમે તમને જણાવીશું કે મકરસંક્રાંતિ કઈ જગ્યાએ કેવી રીતે મનાવવામાં આવે છે.


તમિલનાડુ
દક્ષિણ ભારતમાં મકરસંક્રાંતિને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. તમિલનાડુમાં તેને પોંગલ કહેવામાં આવે છે. જેમાં ચાર દિવસનું આયોજન કરવામાં આવે છે. પહેલો દિવસ ભોગી પોંગલ, બીજો દિવસ સૂર્ય પોંગલ, ત્રીજો દિવસ મટ્ટુ પોંગલ, અને ચોથો દિવસ કન્યા પોંગલ રૂપે મનાવવામાં આવે છે. આ તહેવાર ઉપર અહીં ચોખાની વાનગી રંગોળી અને ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવાનો રિવાજ છે.


કેરળ
કેરળમાં તેને મકર વિલક્કું કહેવામાં આવે છે, અને શબરીમાલા મંદિર ની પાસે જ્યારે મકર જ્યોતિ આકાશમાં દેખાય છે ત્યારે લોકો તેના દર્શન કરે છે. કર્ણાટકમાં ‘એલુ બિરોધુ’ નામનું એક અનુષ્ઠાન કરવામાં આવે છે, અને તેની સાથે જ સંક્રાંતિ મનાવવામાં આવે છે. જ્યાં મહિલાઓ ઓછામાં ઓછા દસ પરિવાર સાથે તાજી કાપેલ શેરડી, તલ, ગોળ અને નાળિયેર નો ઉપયોગ કરીને બનાવવામાં આવતી વાનગીનું આદાન પ્રદાન કરે છે.


આંધ્રપ્રદેશ
આજ રીતે આંધ્રપ્રદેશમાં સંક્રાતિનો પર્વ ત્રણ દિવસ સુધી મનાવવામાં આવે છે. જેમાં લોકો જૂની વસ્તુઓ ને ફેંકીને નવી વસ્તુઓ લાવે છે. તે જ રીતે ખેડૂતો પોતાના ખેતર, ગાય અને બળદ ની પૂજા કરે છે. તથા અલગ અલગ પ્રકારના વ્યંજન ખાય છે અને ખવડાવે છે.


પંજાબ
પંજાબમાં મકરસંક્રાંતિને માધી ના રૂપે મનાવવામાં આવે છે. માધીના દિવસે તાપમાં નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્વ છે. હિન્દુ લોકો તલના તેલથી દીવો પ્રગટાવે છે કારણ કે તે સમૃદ્ધિ આપનાર તથા દરેક ભાગને દૂર કરનાર માનવામાં આવે છે. માધી પરી મુક્ત સાહેબ માં એક પ્રમુખ મેળો આયોજિત કરવામાં આવે છે જે શીખી ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાની યાદ અપાવે છે. ભાંગડા અને ગીતડા કરવામાં આવે છે. ત્યારબાદ દરેક વ્યક્તિ બેસીને ખીચડી ગોળ અને ખીર ખાય છે. લોહડી સંક્રાન્તિ અથવા માધીથી એક દિવસ પહેલા મનાવવામાં આવે છે. માધી ના આગલા દિવસે ખેડૂતો પોતાના વિત્તીય વર્ષની શરૂઆત કરે છે.


ગુજરાત
ગુજરાતમાં મકરસંક્રાંતિને ઉતરાયણ કહેવામાં આવે છે. અહીં આ દિવસે ખુબ જ મોટો પર્વ મનાવવામાં આવે છે. જે બે દિવસ સુધી ચાલે છે 14 જાન્યુઆરીએ ઉત્તરાયણ અને 15 મી જાન્યુઆરીએ વાસી ઉતરાયણ હોય છે. ગુજરાતમાં ડિસેમ્બરથી જ મકરસંક્રાંતિ સુધી લોકો ઉત્તરાયણ નો આનંદ લેવા લાગે છે. અહીં ખૂબ જ ઉલ્લાસ સાથે કાઈટ ફેસ્ટિવલ મનાવવામાં આવે છે. અને ઊંધિયું તથા ચીકી આ દિવસનું વિશેષ તહેવાર વ્યંજન છે. અને દરેક વ્યક્તિઓ તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે.


અસમ
માધ બિહુ જેને ભોગલી બિહુ પણ કહેવામાં આવે છે. અસમ ભારતમાં મનાવવામાં આવતો એક ફસલ ઉત્સવ છે. જે માધ જાન્યુઆરી ફેબ્રુઆરી ના મહિનામાં કાપણીના ઋતુના અંત નું પ્રતિક છે. આ સંક્રાંતિનો અસમ ઉત્સવ છે, જેમાં એક અઠવાડિયા સુધી દાવત હોય છે. યુવાન લોકો બસ પાંદડા અને છપ્પરથી મેજી નામની ઝૂપડી નું નિર્માણ કરે છે, જેમાં તે લોકો ભોજન કરે છે, ત્યારબાદ બીજા દિવસે સવારે ઝૂપડીઓને સળગાવવામાં આવે છે. માઘ બિહુ દરમિયાન અસમના લોકો અલગ અલગ નામથી ચોખાની કેક બનાવે છે જેમકે સુંગ પીઠા, તલ પીઠા, અને નારિયેળની અમુક મીઠાઈ બનાવે છે જેને લારુ કહેવામાં આવે છે.


ઉતરાખંડ
કુમાઉ અને ગઢવાલ માં આ ઉત્સવને ખૂબ જ સુંદર રીતે મનાવવામાં આવે છે. કુમાઉમાં જ્યાં તેને ઘુઘુતી પણ કહેવામાં આવે છે. ત્યાં જ ગઢવાલ માં ખીચડી સંક્રાંત પણ કહેવામાં આવે છે. ભારતીય ધાર્મિક ગ્રંથ અનુસાર ઉતરાયણના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે એટલે કે આ દિવસથી સૂર્ય ઉતરાયણ થઈ જાય છે. અને વાતાવરણમાં બદલાવ આવે છે તથા પહાડી પક્ષીઓ ઘુઘુતી પહાડ ઉપર ફરીથી પાછા આવે છે.

કુમાઉમાં ઘુઘુતી બનાવવામાં આવે છે જે એક મીઠાઈ હોય છે. અને તેને અલગ-અલગ આકારમાં બનાવવામાં આવે છે. ઘુઘુતી પક્ષીના સ્વાગત ઉપર તેને બનાવવાની પરંપરા છે. તેને લોટ અને ગોળ થી બનાવવામાં આવે છે, અને ગઢવાલી ઘરમાં ખીચડી બનાવવામાં આવે છે તથા તેનું દાન પણ કરવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *