ચા ના શોખીનો ની જેમ કોફીને પસંદ કરવાવાળા પણ ઓછા નથી. આવામાં તમે માર્કેટમાં મળતી મહેંગી હોટ ચોકલૅટ કોફીને ઘરમાં બનાવવા માંગો છો, તો તમે આ સરળ રેસિપીની મદદથી ઘરે જ હોટ ચોકલેટ કોફી બનાવી શકો છો.
સામગ્રી :
- 2 કપ દૂધ
- 1 ઈચાયલી
- 2 ચમચી ખાંડ
- 1/2 ચમચી કોફી પાઉડર
- 1/4 ચમચી ચોકલેટ પાઉડર
બનાવવાની પધ્ધતિ :
કોફી અને ખાંડને એક કપમાં નાંખી 2 ચમચી દૂધ મિક્સ કરી સરખી રીતે મેળવી લો. જ્યાર સુધી ખાંડ ગળી ન જાય ત્યાં સુધી હલાવો. હવે વધેલું દૂધ ઉકાળી લો અને ઈલાયચી નાખી દો. ઉકળે ત્યારે કોફીની પેસ્ટ નાખીને મેળવી લો. ગેસ બંધ કરી કપમાં કાઢી લો. હવે ઉપરથી ચોકલૅટ પાઉડર નાખી સર્વ કરો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.