હનીમુન ઉપર જ નવી દુલ્હને જાણી પોતાના પતિની સચ્ચાઈ, આંખો સામે છવાઈ ગયુ અંધારુ અને તોડ્યું લગ્ન

જ્યારે તમે કોઈ વ્યક્તિની સાથે લાંબા સમય સુધી સાથે રહો છો અને ત્યારબાદ એક દિવસ તમને એવી જાણકારી મળે છે કે તે તમને બીજી કોઈ જ મહિલા માટે તમને અંધારામાં રાખી રહ્યા છે તો તે ખૂબ જ દુઃખદ સમય હોય છે, અને અત્યારે એક મહિલા પણ કંઇક એવી જ રીતે પોતાના જ હનીમૂન પર પોતાની પતિના સચ્ચાઈની જાણકારી મળી.

વિશ્વાસ અને પ્રેમ કોઈ પણ મજબૂત સંબંધ નો આધાર હોય છે, અને પ્રેમમાં લોકો એકબીજાની સાથે જીવવા મરવાની કસમ પણ થાય છે. પરંતુ ઘણી વખત એવું થાય છે કે જ્યારે સામેવાળી વ્યક્તિ તમારા પ્રેમને સમજી શકતા નથી અને તમને અંધારામાં રાખે છે અને તમારી સાથે છેતરપિંડી કરે છે. ગર્લફ્રેન્ડ હોય કે બોયફ્રેન્ડ હોય કે પતિ-પત્ની ઘણી બધી વખત એવું જોવા મળે છે કે એક સમયમાં તો બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો પરંતુ પ્રેમમાં છેતરપીંડી મળવાથી વ્યક્તિ સંપૂર્ણ રીતે અંદરથી તૂટી જાય છે.

જ્યારે તમારો સૌથી નજીકની વ્યક્તિ તમારી સાથે આવું કરે છે ત્યારે વ્યક્તિને સમજવા વિચારવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે. અત્યારે જ એક મહિલાએ પોતાની એવી જ એક વાત બધાની સાથે શેર કરી છે. મહિલાએ જણાવ્યું છે કે પાંચ વર્ષ સુધી એકબીજાની સાથે રહ્યા બાદ તેમને લગ્ન કર્યા અને તેઓ હનીમૂન પર ગયા. ત્યારે તેમને જાણકારી મળી કે તેમનો જીવનસાથી તેમને દગો આપી રહ્યો છે. આવો જાણીએ મહિલાની સંપૂર્ણ કહાની.

આ છે સંપૂર્ણ મામલો

મહિલાએ જણાવ્યું કે હું અને મારો પાર્ટનર પાંચ વર્ષ સુધી એકબીજાની સાથે હતા ત્યારબાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. મારા માટે આનાથી વધુ ખુશીની વાત બીજી કોઈ જ હોઈ શકે નહીં. શરૂઆતમાં લગ્નના નામથી દરેક વ્યક્તિને બીક લાગે છે. લગ્ન પહેલા લોકો ખૂબ જ ઉદાસ હોય છે એવામાં મારો પાર્ટનર પણ ખૂબ જ નર્વસ હતો અને તેનું કારણ લગ્ન અને તેની નવી નોકરી હતી. અમારા લગ્નના ચાર મહિના પહેલાં જ તે એક નવી નોકરી સાથે જોડાયેલો હતો અને તેમની નવી નોકરી લાગવાની ખુશીમાં મેં એક પાર્ટી પણ રાખી હતી.

પરંતુ પાર્ટીમાં પણ તેનું ધ્યાન બીજે ક્યાંક જ હતુ. તેનાથી જ અમારા સંબંધ તૂટવાની શરૂઆત થઇ ગઇ હતી. મહિલાએ જણાવ્યું કે તેનો પાર્ટનર કામમાં ખૂબ જ વધુ સમય વીતવા લાગ્યો. અને તે ખૂબ જ વ્યસ્ત પણ રહેતો હતો. અને તેની ઉપર વધુ ધ્યાન આપ્યું નહીં કારણકે હું પણ લગ્નની તૈયારીમાં ખૂબ જ વ્યસ્ત હતી. તે દિવસ-રાત ઓફિસનું કામ કરતો રહેતો અને વીકેન્ડમાં મારી સાથે લગ્નની શોપિંગ કરવા પણ આવતો હતો. દરેક વસ્તુ ખૂબ જ સારી ચાલી રહી હતી.

અને આખરે અમારા લગ્નનો દિવસ આવી ગયો અને હું ખૂબ જ ખુશ હતી. પરંતુ મારો પાર્ટનર લગ્નના દિવસે પણ ખૂબ જ પરેશાન દેખાતો હતો. મેં તેની સાથે વાત કરી અને તેને મને વિશ્વાસ અપાવ્યો કે કામના ટેન્શન ના કારણે લગ્નની ગભરાહટ ના લીધે તે પરેશાન છે. અને મેં તેની વાત ઉપર વિશ્વાસ કરી લીધો. મેં વિચાર્યું કે કદાચ હનીમુન ઉપર જઈશું ત્યારબાદ અમારી વચ્ચે બધું જ સારુ થઈ જશે. અને અમે હનીમૂન કરવા માટે બાલી જવાના હતા.

પરંતુ અમારા હનીમૂન ઉપર ગયા બાદ પણ કોઈ પણ વસ્તુમાં બદલાવ આવ્યો નહીં. પહેલાં જ્યારે હું મારા પાર્ટનર માટે તૈયાર થતી હતી ત્યારે તે ખૂબ જ ખુશ થતો હતો, પરંતુ હવે તેને મારા તૈયાર થવાના જોઈને પણ કોઈ જ ખુશીનો અનુભવ થતો નહીં. મહિલાએ જણાવ્યું કે મેં ક્યારેય પણ તેને આટલો ઉદાસ દેખ્યો નથી. મહિલાએ જણાવ્યું કે મેં વિચાર્યું હતું કે એક વખત જ્યારે અમે હનીમૂન ઉપર જઇશુ ત્યારે તેનો પાર્ટનર પોતાની નવી જોબ ના ટેન્શનને અમુક સમય સુધી ભૂલી જશે.

પરંતુ એવું કંઈ થયું નહીં. અને તે સિવાય તે સંપૂર્ણ હનિમૂન દરમિયાન કોઈપણ એક્ટિવિટીને કરવા માટે બહાર ગયો નહીં. અમે માત્ર હોટલના રૂમમાં જ રહેતા હતા અને અમે લોકો વધુ સમય પોતાના હોટલની અંદર જ રહ્યા, તે દરમિયાન અમારા બંને વચ્ચે કોઈ જ ફિઝિકલ સંબંધો પણ બંધાયા નહીં. જેનાથી મને ખૂબ જ ખરાબ લાગી રહ્યું હતું.

મહિલાએ જણાવ્યું કે મારા મનમાં ઘણા બધા પ્રકારના વિચારો આવવા લાગ્યા અમે પોતાના સવાલના જવાબ શોધવા લાગી. તેની માટે મને લાગ્યું કે મારે તેનો ફોન ચેક કરવો જોઈએ અને મને લાગ્યું કે કદાચ કોઈ એવી તકલીફ હોય જે તે મારી સાથે શેર કરવા માંગતો નથી. તો શું ખબર તે પોતાના મિત્રો સાથે શેર કરતો હશે એવામાં એક દિવસ જ્યારે તે સૂઈ ગયો ત્યારે મેં તેનો ફોન ચેક કર્યો.

મહિલાએ જણાવ્યું કે મને તેના ફોનમાં કોઈ મેસેજ દેખાયા નહીં. ત્યારબાદ તેના ફોનમાં મિત્રોના ઘણા બધા ફોન આવેલા હતા તે સિવાય મને કંઈ પણ મળ્યું નહીં. પરંતુ ત્યારે કોઇ મહિલાના નામ પર એક મેઈલ આવ્યો. જેની મેં ભૂલથી ખોલી દીધો હતો, અને તે એક રોમેન્ટિક મેઈલ હતો. અને આ મેઇલમાં મહિલા જણાવી રહી હતી કે તે તેને કેટલો મિસ કરી રહી છે.

ત્યારબાદ આ મેઈલ ને જોયા પછી જ્યારે મેં તેનું મેઈલ બોક્સ ખોલ્યું ત્યારે તેમાં મને અલગ અલગ પ્રકારના ઘણા બધા મેઈલ મળ્યા. ત્યારબાદ મને અહેસાસ થયો કે તમારો પાર્ટનર જેની સાથે હું છેલ્લા પાંચ વર્ષથી સાથે હતી તે મને દગો આપી રહ્યો છે.

મહિલાએ જણાવ્યું કે મારું દિલ તૂટી ગયુ અને મેં તૈયારીમાં જ મુંબઇ જતી ફ્લાઇટ બુક કરાવી. ત્યારબાદ મેં પોતાના પતિને જણાવ્યું કે મને તેના અફેર વિશે દરેક જાણકારી મળી ગઈ છે, અને મારા પાર્ટનરે મારી ખૂબ જ માફી માગી પરંતુ હવે હું તેની ઉપર ભરોસો કરી શકતી નથી. ત્યારબાદ તેની સાથે લગ્ન તોડવા વિશે પણ જણાવી દીધુ.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.  આપેલ માહિતીની પુષ્ટિ અમારું પેજ કરતું નથી જેની ખાસ નોંધ લેવી, અમે ઉપરોક્ત માહિતી મીડિયા ના માધ્યમ થી આપેલ છે

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *