લગ્ન પછી દરેક વ્યક્તિ પોતાના લાઈફ પાર્ટનર સાથે હનીમૂન પર કોઈ રોમેન્ટિક ડેસ્ટિનેશન પર જવા ઈચ્છે છે, પરંતુ લગ્નનો મોટો ખર્ચ ઘણા લોકોને તેની અનુમતિ નથી આપતું. જો તમે પણ કોઈ મૂંઝવણમાં ફસાયેલા હોવ તો ગભરાવાની જરૂર નથી. ઉત્તર ભારતમાં એવી ઘણી રોમેન્ટિક અને સુંદર જગ્યાઓ છે જ્યાં તમે ફક્ત 20 હજાર રૂપિયામાં હનીમૂન મનાવી શકો છો.
મનાલી
લોકો કહે છે કે મનાલીની હવામાં રોમાંસની ખુશ્બુ ભળેલી છે. ચોતરફ હરિયાળી, ઊંચા પર્વતો અને સ્વર્ગ જેવા દ્રશ્યો મનાલીને હનીમૂનનું સુંદર સ્થળ બનાવે છે. પહાડો પર બનેલા કોટેજ અને જંગલની નજીક બનેલી હોટેલો હનીમૂનને વધુ રોમાંચક બનાવી દે છે. સીઝન પ્રમાણે તમે અહીં પેરાગ્લાઈડિંગ, રિવર રાફ્ટિંગ, જંગલ સફારી અને ટ્રેકિંગની મજા માણી શકો છો.
નાલદેહરા
નાલદેહરા એ શિમલાની ચહલ પહલથી દૂર એક અનોખું હિલ સ્ટેશન છે. અહીંનું શાંત વાતાવરણ, હરિયાળી અને આકર્ષક દૃશ્ય આ સ્થળની સુંદરતા દર્શાવે છે. જીવનસાથી સાથે કોઈ એડવેન્ચર વોક પર જવા માટે આ એક સારું સ્થળ છે. અહીં તમે પાર્ટનર સાથે ઘોડેસવારીનો આનંદ માણી શકો છો. ઝિપ લાઇનિંગ દ્વારા સુંદર મેદાનોના દ્રશ્યો જોઈ શકો છો. અહીં રહેવા માટે તમને સસ્તામાં કોટેજ અથવા હોટેલ રૂમ પણ મળશે.
મૈકલોડગંજ
જો તમે પર્વતોની વચ્ચે વહેતા ધોધ સાથે હનીમૂનની ફીલિંગ લેવા ઇચ્છો છો તો મેકલોડગંજ એક સારો વિકલ્પ બની શકે છે. અહીં બરફથી ઢંકાયેલ શિખરો, ઠંડા પવનની લહેરો અને જંગલોની વચ્ચે બનેલા કેટલાક મોડર્ન આર્ટ કાફે તમને સારો અનુભવ આપશે. ફરવા માટે અહી નડ્ડી અને ભગસુ ધોધ જેવા કેટલાક સારા સ્થળો પણ છે. મૈકલોડગંજમાં તમારું હનીમૂન 20 હજાર રૂપિયામાં આરામથી પૂર્ણ થઇ જશે.
જયપુર
જો તમે હનીમૂન પર બજેટમાં એક લક્ઝરી ફીલિંગ મેળવવા માંગો છો તો જયપુરથી સારી જગ્યા મળવી મુશ્કેલ છે. પિંક સિટીની રંગીન શેરીઓનું મનમોહક દૃશ્ય તમને પાછા જવા દેશે નહીં. અહીં તમે રામગઢ તળાવમાં બોટિંગનો આનંદ માણી શકો છો. હવા મહેલની સામે આવેલી રેસ્ટોરન્ટની ટેરેસ પર પરંપરાગત ફ્લેવરનો સ્વાદ પાર્ટનર સાથે વિતાવેલી ક્ષણોને યાદગાર બનાવશે.
રાનીખેત
સુંદર પ્રાકૃતિક દ્રશ્યો અને શાંત વાતાવરણ રાનીખેતને એક સુંદર હનીમૂન સ્થળ બનાવે છે. પક્ષીઓનો કલબલાટ અને હિમાલયના શિખરોનું આકર્ષક દ્રશ્ય રોમાંસમાં મીઠાસ ઉમેરવાનું કામ કરે છે. અહીં તમે જંગલને અડીને આવેલા રસ્તાઓ પર નાના-નાના સ્ટોલ પર હળવા નાસ્તાની મજા માણી શકો છો. તમને અહીં ટ્રેકિંગ કરવા માટે ઘણી સુંદર સુંદર જગ્યાઓ મળશે.
તીર્થન વેલી
પ્રકૃતિને પ્રેમ કરનારાઓ માટે હિમાચલ પ્રદેશની તીર્થન વેલી સ્વર્ગથી ઓછી નથી. તીર્થન વેલી હિમાલય નેશનલ પાર્કથી 3 કિલોમીટરના અંતરે આવેલી છે. આ સ્થળ ટ્રાઉટ માછલી માટે લોકપ્રિય છે. તિર્થન વેલીમાં તમે ખૂબ સરળતાથી લગભગ 20,000 રૂપિયામાં તમારું હનીમૂન સેલિબ્રેટ કરીને આવી શકો છો.
બીર બિલિંગ
દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો બીર બિલિંગમાં પણ હનીમૂન પ્લાન કરી શકે છે. હિમાચલ પ્રદેશમાં આવેલું આ સુંદર સ્થળ સ્પોર્ટ્સ એડવેન્ચર જેવા કે પેરાગ્લાઈડિંગ, ટ્રેક કે મેડિટેશન માટે ખૂબ પ્રખ્યાત છે. અહીં તમને તિબેટીયન સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. તમે ખૂબ સરળતાથી 20 હજાર રૂપિયામાં હનીમૂન મનાવી શકો છો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team