આમ તો આપણે બ્રેડમાંથી ઘણાં બધા પ્રકાર ના નાસ્તા બનાવી શકીએ છીએ, અને આજે તેમાંથી એક રેસીપી છે, જે તરત જ સરળતાથી બનાવવામાં આવે છે.
હવે ઘરે 10 મિનિટમાં જ સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ બનાવો. જો તમારા બાળકો ને સ્કૂલ માટે મોડું થતું હોય, તો તમે બ્રેડ માંથી સરળતા થી નાસ્તો બનાવી શકો છો. તમે બાળકો ને તે નાસ્તા માં કે બપોરના ભોજનમાં પણ આપી શકો છો.
આ બ્રેડ નો નાસ્તો પોતાનામાં એક અનોખી રેસીપી છે. બ્રેડનો કડક સ્વાદ અને સેવ (મિશ્રણ) નુ મિશ્રણ એક અલગ જ ટેસ્ટ આપે છે. આ બંને વસ્તુઓ મળીને તેને અદભૂત બનાવે છે.
આજકાલ લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેમને ખાવા નો સમય પણ નથી મળતો. અને આવા તેઓ એક ઝડપી રેસિપિ બને તેવું ઇચ્છતા હોય છે. તો આ રેસીપી તે લોકો માટે છે તે બનાવી ખૂબ જ સરળ છે ચાલો જાણીએ તેને બનાવા ની રીત.
સામગ્રી:
- બ્રેડ: 8
- બાફેલુ બટાકુ: 1
- બાફેલી મકાઈ ના દાણા: 2 ચમચી
- જીણી સમારેલ ડુંગળી: 1
- લીલી મરચું(સમારેલું): 4
- મેયોનીઝ: 1/2 કપ
- લીલી ચટણી: 2 ચમચી
- મીઠું: 1/2 ચમચી (સ્વાદ માટે)
- માખણ
સજાવા માંટે:-
- ટમેટા સોસ
- સેવ
બ્રેડ નો નાસ્તો બનાવવાની રીત: –
- સૌ પ્રથમ એક વાટકા માં બાફેલા બટાકા ને મેશ કરી લો.
- ત્યારબાદ તેમાં મકાઈના દાણા, ડુંગળી, લીલા મરચા, મેયોનીઝ, લીલી ચટણી અને મીઠું નાખો. અને તેને બરાબર મિક્ષ કરી લો.
- આપણું આ બેટર તૈયાર છે, હવે તેને 5 મિનિટ માટે ઢાંકી રાખો.
- પછી બ્રેડ લો અને તેને વચ્ચે થી બાઉલ અથવા ગ્લાસની મદદ થી કાપી લો.
- ત્યારબાદ બ્રેડ પર થોડું માખણ લગાવો અને તેના ઉપર બટાકાની મિક્સર ભરો અને તેને બીજી બ્રેડ પર થોડું માખણ લગાવી ને ઢાંકી દો.
- પછી ઉપર ની બાજુ થોડું માખણ લગાવો.
- પછી ગેસ પર પેન મૂકો અને બંને બાજુથી તેને શેકો.
- એકવાર તે બંને બાજુ થઈ જાય પછી તેને કાઢી ને તેના બે ટુકડા કરી લો.
- હવે તેની બંને બાજુ એ થોડી ટમેટાની ચટણી લગાવો.
- ટામેટાં ની ચટણી લગાવ્યા પછી સેવ લગાવો.
- તમારો ક્રિસ્પી બ્રેડ નો નાસ્તો તૈયાર છે.
નોંધ: જ્યારે તમે ખાવા માંગતા હો ત્યારે જ તેને બનાવો, કારણ કે ઠંડા થયા પછી આ નાસ્તો સારો નહીં લાગે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktFood Team