આવો જાણીએ ચટપટા અને મજેદાર ચીસ કોર્ન બોલ્સ ની રેસીપી

Image Source

ચટપટાચીઝકોર્ન બોલ્સ એ બાળકો માટે એક નાસ્તાની નવી જ રેસીપી છે, જેને તમે પાર્ટી અથવા અન્ય પ્રસંગોએ વડીલો ને સર્વ કરી શકો છો. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, તે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. મેં તેમાં કેપ્સિકમ બટાટા નાખ્યા છે, તમે તેમા ગાજર વટાણા તેમ જ તમારી પસંદગી નું કોઈ પણ શાક ઉમેરી શકો છો.અને તમે તેમાં પનીર પણ ઉમેરી શકો છો.જો તમે તેને ડીપ ફ્રાય કરવા માંગતા ન હો, તો તમે તેને શેકી પણ શકો છો.

સામગ્રી

  • 1 કપ મકાઈ
  • 3 મધ્યમ કદના બાફેલા બટાકા
  • 1 કપચીઝ
  • 1 કેપ્સિકમ
  • 1 લીલુ મરચુ
  • 1/2 કપ કોથમીર
  • 1ચમચી ચીલી ફ્લેક્સ
  • 1/2ચમચી ઓરેગાનો
  • 1/4ચમચી મરી પાવડર
  • 4 ચમચી કોર્નફ્લોર
  • 4 ચમચી મેંદો + પાણી
  • જરૂરિયાત મુજબ બ્રેડક્રમ્સ

રીત:

Image Source

  • કોર્ન ને બાફી ને તેના દાણા કાઢી લો, કેપ્સિકમ અને લીલા મરચાને બારીક કાપી લો અને કોથમીર ધોઈ ને બારીક કાપી લો.

Image Source

  • હવે એક બાઉલમાં કેપ્સિકમ, લીલું મરચું, પનીર અને બટાટા નાખીને બરાબર મિક્સ કરી લો, ત્યારબાદ તેમાં મીઠું, મરી પાવડર, મરચું નાખી, અને ઓરેગાનો નાખો અને ત્યારબાદ તેમાં ચાર ચમચી કોર્ન ફ્લોર ઉમેરી મિક્સ કરો.

Image Source

  • પછી તમારા હાથમાં થોડું તેલ લો, મસાલાને એક સાથે મિક્સ કરી લો અને બધા બોલ્સ તૈયાર કરી લો.

Image Source

  • હવે સ્ટેપ- 3 માં આપણે બોલ્સ ને લપેટીશું. 1.આપણે મેંદા નો લોટ લઈશું. 2. બે ચમચી મેંદા માં પાણી નાખી ને તેની સ્લરી બનાવીશુ .3. બ્રેડ ક્રમ્સમાં ચીલી ફ્લેક્સમિક્સ કરી લો.

Image Source

  • હવે બોલ્સ ને મેંદા ની સ્લરી માં ત્યારબાદ સૂકા મેંદા ના લોટ માં બ્રેડક્રમ્સમાં ફેરવો.

Image Source

  • આ રીતે બધા બોલ્સ તૈયાર કરો અને પછી તેમને થોડા સમય માટે તેને ફ્રિજ માં રાખી મૂકો.

Image Source

  • જ્યારે પણ તમારે ખાવાનું હોય ત્યારે તેને ફ્રિજ માથી કાઢી ને ફ્રાય કરો.

Image Source

  • તો તૈયાર છે આપણાં સ્વાદિષ્ટ ટેસ્ટી ચીઝ કોર્ન બોલ્સ. તેને ટોમેટો કેચઅપ અથવા તો લીલી ચટણી સાથે સર્વ કરો.

નોંધ:પનીર ચીસ રોલ્સ બનાવા માટે બટાકા ને તાજા બાફવા.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *