એવા ઘણા ઓછા લોકો છે જેમને ઠંડુ અને સ્વાદિષ્ટ દહીં પસંદ આવતું નથી? પરંતુ જ્યારે તમને તેનું સેવન કરવાના ફાયદા ની જાણકારી થશે ત્યારે તમે તેનું સેવન કરવા લાગશો. આમ તો એ વાત સાચી છે કે દહીંને કોઈ પણ વસ્તુની સાથે સેવન કરો ત્યારે તેનો સ્વાદ વધી જાય છે. દહીં માત્ર ખાવાનો સ્વાદ વધારે છે એવું નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક હોય છે. અને આ જ કારણ છે કે દરેક આહાર વિશેષજ્ઞ તેને પોતાની ભોજનની સૂચિમાં સામેલ કરી છે.
આ વાત દરેકને ખબર છે કે દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન ખૂબ જ પૌષ્ટિક હોય છે. પરંતુ દહીં પહેલા સ્થાન ઉપર આવે છે. દહીંની સાથે સેવન કરવામાં આવેલ ભોજન ખુબ જ આસાનીથી પચી જાય છે, અને તે ભોજનમાં વિટામિન અને પ્રોટીનને પણ આસાનીથી તમારા રક્ત પ્રવાહમાં ઉમેરે છે. દહીં પ્રોટીન, કેલ્શિયમ, રાઇબોફ્લેવિન, વિટામિન બી6 અને વિટામિન બી 12 જેવા પોષક તત્વો જોવા મળે છે. આજે અમે તમને દહીં ખાવાના ફાયદા જણાવીશું.
દહીંને ‘સંપૂર્ણ આહાર’ કહેવામાં આવે છે. જો ભારતીયની વાત કરીએ તો તે તેમની થાળીમાં જરૂરથી જોવા મળે છે, તો ઘણા બધા લોકો એવા છે જેમને દહીં ખુબજ ભાવે છે, તે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક પણ છે, જે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મદદ કરે છે. એક અત્યારના અધ્યયન અનુસાર દહીમાં એવા તત્વ હોય છે જે આપણા શરીરને ઘણા બધા લાભ પ્રદાન કરે છે.
સ્વાસ્થ્ય માટે દહીં ખાવાના ફાયદા
ત્વચા માટે ફાયદાકારક
તમને આ વાત જાણીને હેરાની થશે કે દહીં ખાવાથી ત્વચાને ખૂબ જ લાભ થાય છે અને તમે ઈચ્છો તો મધ અને દહીં મેળવીને ચહેરા ઉપર તથા ત્વચા ઉપર પણ લગાવી શકો છો. અહીં તમારા ત્વચાને વધુ ને નિખાર બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે, એટલુંજ નહીં દહીં અને ગુલાબ જળ, હળદર ઉમેરીને ત્વચા ઉપર લગાવવાથી ત્વચા નિખારવાન થઈ જાય છે.
પેટને ઠંડુ રાખે
દહીંનું સેવન ગરમીના દિવસોમાં ખૂબ જ વધી જાય છે. ગરમીની ઋતુમાં દહીં થી બનેલ લસ્સી અને છાશ પેટને ઠંડુ તો રાખે છે. પરંતુ તેની સાથે જ પેટથી જોડાયેલી સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરે છે. જે લોકોને પેટથી જોડાયેલી સમસ્યા હોય છે તેમને દહીંનું સેવન જરૂરથી કરવું જોઈએ. તે શરીરને અંદરથી ઠંડું રાખે છે અને પેટની ગરમીને શાંત કરે છે. તમે દહીંને ભાતની સાથે મેળવીને પણ તેનું સેવન કરી શકો છો, તેનાથી પેટ સ્વસ્થ રહે છે અને ઝાડાની સમસ્યા થતી નથી.
મોં ના છાલા માં રાહત મળે છે
દહીં મોં ના છાલા માટે ખૂબ જ ઉપયોગી છે, જો તમે મોં ના છાલા થી પરેશાન છો તો, દહીંનું સેવન તમારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, અને તેને દૂર કરવા માટે આ ખૂબ જ પ્રભાવી અને ઘરેલુ ઉપાય છે. જેને કરવા માટે તમારે કંઈ ખાસ કરવાનું નથી, દહીંની છાશ બનાવો ત્યારબાદ તેના કોગળા કરો, તમારા મોં ના છાલા અને બળતરામાં ખૂબ જ આરામ મળશે, અને ધીમે ધીમે મોં ના છાલા ઠીક થવા લાગશે.
દાંત અને હાડકા મજબૂત બનાવે
તમને જણાવી દઈએ કે દહીં માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ઉપસ્થિત હોય છે, જે હાડકાં માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. અને હાડકાં મજબૂત રાખવા માટે કેલ્શિયમ હોવું ખૂબ જ જરૂરી છે, તેનાથી હાડકાના વિકાસ ને ગતિ મળે છે. દાંત, નખ અને સ્નાયુ સ્વસ્થ રહે છે, જ્યારે તમે નિયમિત રૂપે દહીંનુ સેવન કરો છો, તો તમે સંપૂર્ણ રીતે સ્વસ્થ રહો છો.
તે તણાવ ઓછો કરે છે
જો તમે દહીંનુ સેવન કરો છો તો તમને તેના ફાયદા ની ખબર જ હશે, પરંતુ તમને કદાચ આ વાત જાણીને આશ્ચર્ય થશે કે તેનાથી તમને ઊર્જા મળે છે, અને તે સિવાય તમારા દિવસભરનો થાક પણ ગાયબ થઈ જાય છે. દહીં અથવા છાશ નું સેવન સીધા તમારા માથા સાથે સંબંધિત છે. દહીંનું સેવન કરતા લોકોમાં તણાવની તકલીફ ખૂબ જ ઓછી રહે છે. આ જ કારણ છે કે વિશેષજ્ઞ દરરોજ દહીં ખાવાની સલાહ આપે છે. દહીનું સેવન કરવાથી તણાવ ઓછો થાય છે અને ગભરાહટ પણ દૂર થઈ જાય છે.
હૃદયને સ્વસ્થ રાખે છે
હૃદયની બીમારી અથવા હાઇબ્લડ પ્રેશરથી બચી રહેવા માટે દહીં ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. દહીં શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને વધવા દેતો નથી, દહીમાં હ્રદયરોગ, હાઇબ્લડપ્રેશર અને કિડનીની બીમારીને રોકવાની ભરપૂર ક્ષમતા રાખે છે. તે કોલેસ્ટ્રોલને વધતા રોકે છે અને હૃદયના ધબકારાને પણ યોગ્ય રહે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team