તે મધુમેહ ના દર્દી માંટે એક પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ગુજરાતી નાસ્તો છે. જે ખાસ કરી ને શિયાળા માં સાંજે નાસ્તા માં કે ડિનર માં ખાઈ શકાય છે. આ ઢેબરા ને દહી સાથે ખાઈ શકાય છે. આ ઢેબરા ની રેસીપી કોઈ પણ ભારતીય પૂરી કે પરાઠા સાથે મળતી આવે છે. બાજરા નો લોટ, મેથી ની ભાજી,અને મસાલા થી બનાવેલ વડા, અથવા કટલેસ ને તેલ માં તળવા માં આવે છે. અથવા તો શેકવા માં આવે છે. ચાલો જાણીએ તેની રેસીપી
સામગ્રી
- 1 ½ કપ બાજરા નો લોટ
- 1 કપ કાપેલ તાજી મેથી ની ભાજી
- 2-3 લીલા મરચાં જીણા કાપેલા
- 1 ચમચી ધાણાજીરું પાવડર
- 1 ચમચી લાલ મરચું પાવડર
- ¾ ચમચી હળદર
- ¼ કપ દહી
- ½ ચમચી તલ
- સ્વાદ અનુસાર મીઠું
- તળવા માંટે તેલ
વિધિ 1: ડીપ ફ્રાય કરવા માંટે
- એક મોટા વાટકા માં બાજરા નો લોટ, મેથી, ધાણાજીરું, મરચું, હળદર,દહી, તલ,અને મીઠું નાખી ને બરાબર મિક્સ કરો.
- તેમા થોડું થોડું પાણી નાખી ને પરાઠા ની જેમ થોડો કડક -ઢીલો લોટ બાંધો.
- તમારી હથેળી ને તેલ થી ચીકણું કરો.આ લોટ માથી લીંબુ ની સાઇઝ ના ગોળ ગોળ ગુલ્લા બનાવો.
- હવે દરેક ગોળા ને પોતાની હથેળી વચ્ચે દબાવી ને ચપટું કરી દો. તેને એક પ્લેટ માં મૂકી દો.
- એક કઢાઈ માં ધીમા તાપે તેલ ગરમ કરવા મૂકો. જ્યારે તે મધ્યમ ગરમ થઈ જાય ત્યારે તેમા ધીમે થી 3-4 ચપટા ગોળા નાખો. બંને બાજુ થી થોડા ગોલ્ડન કલર ના થઈ જાય ત્યાં સુધી તળી લો.
- તેનું વધારા નું તેલ શોષવા માંટે એક પ્લેટ પર પેપર નેપકિન મૂકો અને તેની પર તળી ને મૂકો.
- મેથી ના ઢેબરા પરોસવા માંટે તૈયાર છે. તેને દહી કે અથાણાં સાથે નાસ્તા માં કે ડિનર માં પરોસી શકો છો.
વિધિ 2: શેલો ફ્રાય કરવાની રીત
- તેમા લોટ બાંધતી વખતે બધી જ સામગ્રી ની સાથે થોડો ઘઉ નો લોટ પણ ઉમેરવો. લોટ ને એક સરખા ભાગ માં વહેચી લો અને તેને વેલણ ની મદદ થી વણી લો.
- તેની પર કોરો લોટ લગાવ્યા પછી 6-7 ઇંચ ની પહોળાઈ નું પરાઠા ની જેમ તેને વણી લો.
- એક નોન સ્ટિક તવા પર તેને ધીમા તાપે ઓછા તેલ માં શેકી શકો છો.
- બાજરા મેથી ના ઢેબરા ચા ની સાથે પીરસી શકો છો.
વિવિધતા
- લસણ ના સ્વાદવાળા ઢેબરા બનાવા માંટે તેમા લસણ ની કળી વાટી ને તેમા નાખી દો.
- તેને કડક પીરસવા માંટે ગરમ ગરમ જ પીરસો.
સ્વાદ:
હલકો તીખો, બહાર થી કુરકુરિત અને અંડર થી નરમ
પીરસવા ની રીત:
તે મધુમેહ ના રોગિયો માંટે એક પૌષ્ટિક નાસ્તો છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktFood Team