મૂળા ના પત્તા ને ફાલતુ સમજી ને ન ફેકતા તેનું શાક બનાવી ને ટ્રાય કરવામાં આવે તો કેવું લાગે? અને આ શાક તમને ઘણા રોગો થી બચાવે છે.
શિયાળા માં ઘણા બધા પ્રકાર ની લીલી પાંદડા વાળી શાકભાજી આવે છે. તો કેટલીક શાકભાજી જમીન ના અંદર થાય છે. એવી જ એક શાક છે મૂળા નું. મૂળા ના પાંદડા ને સામાન્ય રીતે ફેકી દેવામાં આવે છે. પણ આવું કરી ને તમે તમારું નુકશાન કરી રહ્યા છો. કારણકે મૂળા ના પાંદડા માં મળી આવતા પ્રાકૃતિક તત્વ તમને ઘણી બીમારી થી બચાવે છે.
મૂળા ના પત્તા ની ભાજી બનાવા માંટે ની લાગતી વસ્તુ
- મૂળા ના પત્તા ની ભાજી બનાવા માંટે તેના પાંદડા ને ધોઈ ને જીણા સમારી લો.
- હવે એક ડુંગળી ને જીણી સમારી લો.
- આદું, લસણ, અને લીલા મરચાં ને જીણા સમારી લો.
- બે ચમચા કાળી અડદ ની દાળ ને ધોઈ લો.
શાક બનાવા ની વિધિ
- હવે લોખંડ ની કઢાઈ માં તેલ નાખી ને તેને ગરમ થવા દો.
- તેલ ગરમ થઈ જતા તેમા અડદ ની દાળ નાખી ને ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી શેકો. હવે લસણ નાખી ને હલકું સાંતળી લો. પછી ડુંગળી નાખો અને ત્યારબાદ જીરું નાખો.
- હવે તેમા લીલું મરચું નાખો. હવે તેને હલકું શેકયા પછી તેમા હળદર નો પાવડર નાખો. બધી જ વસ્તુ ને સારી રીતે મિક્સ કરો.
- ધ્યાન રાખવું તેને બનાવા માંટે તમારે પાણી ની જરૂર નથી. તેને પ્રાકૃતિક પાણી માં જ પકાવો.
મૂળા ના પત્તા ના ફાયદા
- મૂળા ના પત્તા નું નિયમિત સેવન કરવા થી લોહી ની માત્રા વધે છે. આવું એની માંટે થાય છે કારણ કે મૂળા ના પત્તા શરીર ની અંદર રક્ત કોશિકા ઓ ને મરવા નથી દેતા.
- મૂળા ની જેમ મૂળા ના પત્તા માં પેટ સાફ રાખવાના અને પાચન સુધારવાના ગુણ છે. આ પાંદડા માં ફાઇબર ભરપૂર માત્રા માં હોય છે. જો તમને કબજિયાત ની સમસ્યા છે તો તમે મૂળા ના પત્તા નું સેવન અવશ્ય કરો.
- મૂળા માં રોગ પ્રતિ રોધક ક્ષમતા વધુ હોય છે. કારણ કે તેમા વિટામિન સી હોય છે. મૂળા ના પત્તા માં શરીર ના રોગો ને બચાવા ની ક્ષમતા હોય છે. તેમા રહેલ ફોલિક એસિડ મસલ્સ અને હાડકાં ને મજબૂત કરે છે.
- મૂળા એ બ્લડ શુગર ને નિયંત્રિત કરે છે. એટલે જ જેને બ્લડ શુગર ની સમસ્યા છે એ મૂળા નું શાક કે પછી પરાઠા પણ બનાવી શકે છે અને તેને ખાઈ શકે છે.
વારે વારે થતાં શરદી અને ખાંસી થી બચાવે છે. - જો તમને વારે વારે શરદી કે ખાંસી થઈ જાય છે તો તમારે અઠવાડિયા માં 3 વાર મૂળા ના પત્તા નું શાક કે પછી ભાજી ખાવી જોઈએ. આ પાંદડા પ્રકૃતિ માં ગરમ રહે છે. તમારા શરીર ને ગરમ રાખવાનું કામ કરે છે.
કમળા થી બચાવે છે.
- જો તમે શિયાળા માં મૂળા ના પત્તા નું શાક કે ભાજી નું સેવન કરો છો તો તમારું લીવર ખૂબ જ સ્વસ્થ રહે છે. અઠવાડિયા માં 3-4 વાર મૂળા ના પાંદડા નું સેવન કરવામાં આવે તો કમળો થતો નથી.
આ રીતે બનાવું મૂળા ના પત્તા નું શાક
- મૂળા ના પત્તા નું સાગ બનાવા માંટે તેને બરાબર ધોઈ ને કુકર માં નાખી એક સિટી વગાડી દો. હવે તેને મિક્સ કરી ને મિક્સર માં પીસી લો. કઢાઈ માં તેલ નાખી ને અડદ ની દાળ સાંતળી લો. હવે તેમા રાઈ નાખો ત્યારબાદ જીરું, લીલા મરચાં, આદું, લસણ વગેરે નાખી ને વઘાર તૈયાર કરી લો.
- તેને 10 મીન સુધી ધીમા તાપે પકાવો. મૂળા ના પત્તા નું સાગ તૈયાર છે. જો તમે ઈચ્છો તો તેમા થોડા પાલક ના પાંદડા પણ નાખી શકો છો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફેકટફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team