પાનના શોખીન બહુજ લોકો હોય છે. તમારા ઘરમાં ભાગ્યે જ કોઈ હશે જેને પાન ખાવુ બહુજ પસંદ હશે. તો આ ગરમીના દિવસોમાં અમે તમારા માટે પાનથી જોડાયેલી રેસિપી લઈને આવ્યા છીએ. જી હા, આજે તમને જણાવીશું કે ઘરે પાન આઈસક્રીમ કેવી રીતે બનાવાય છે. તમે ઘરના બધા લોકોને ખવડાવી શકો છો. કેમ કે મે એમાં કોઈ કેમિકલનો ઉપયોગ થતો નથી. જો તમારા ઘરે કોઈ મહેમાન આવે છે તમારા ઘરમાં નાની મોટી પાર્ટી છે તો તેમાં પણ તમે આ પાન આઈસક્રીમ બનાવી શકો છો. તો ચાલો જોઈએ કે પાન આઈસક્રીમ કેવી રીતે બનાવાય છે.
સામગ્રી :
• પાનના પત્તા 5
• દૂધ 4 ચમચી
• ગુલકંદ 2 ચમચી
• વરિયાળી 1 ચમચી
• ઈલાયચી પાઉડર 1/2 ચમચી
• કંડેસ્ટ મિલ્ક 1/2 કપ
• ફ્રેશ ક્રીમ 250 ગ્રામ
• ટુટી ફૂટી
બનાવવાની પધ્ધતિ :
• સૌથી પહેલા મિક્સચર ગ્લેન્ડરમાં પાન, ગુલકંદ,વરિયાળી, ઈલાયચી અને દૂધ નાંખો.
• પછી તેની સરખી રીતે પેસ્ટ બનાવી લો.
• ત્યારબાદ એક બાઉલમાં ફ્રેશક્રીમ કાઢી લો અને તેમાં કંડેન્સ મિલ્ક નાખી દો.
• બ્લેન્ડરથી તેને મિલાવી દો. 10-15 મિનિટ પછી તમે જોશો કે ક્રીમ જાડી થવા લાગી છે.
• પછી તેમાં પાનનું તૈયાર કરેલું પેસ્ટ નાખી દો અને પછી તેને 5 મિનિટ માટે ફરી રહેવા દો.
• હવે ક્રીમને કોઈ કન્ટેનરમાં મૂકી દો અને ઉપરથી ટુટી ફૂટી નાખી દો અને પછી તેને બંધ કરી 7-8 કલાક માટે ફ્રીઝમાં રાખો
• હવે તેને ફ્રીઝ માંથી નીકાળી લો. અને સર્વિંગ પ્લેટ અથવા બાઉલમાં કાઢી અને ઉપરથી ટુટી ફૂટીથી સજાવી દો.
• તો હવે તૈયાર છે પાન આઈસક્રીમ, હવે તેને સર્વ કરો
સૂચન :
• જો તમને વધારે પાન પસંદ નથી તો તમે પાનના પત્તા ઓછા નાંખો.
• જો તમારી પાસે ઇલેકટ્રીક બ્લેન્ડર છે તો તેનાથી જ ક્રીમ ને બ્લેન્ડ કરો જેથી જલ્દી
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.