સેન્ડવીચ ઢોકળા તો તમે ખાધા જ હશે, તો ચાલો આજે તેની મજેદાર રેસીપી જાણીએ

  • by

વચ્ચે ચટણી ના પડથી સજાવેલા બે પડો માં બનેલા સેન્ડવીચ ઢોકળા, જોવામાં આકર્ષક અને સ્વાદમાં ઉત્તમ.

જરૂરી સામગ્રી.

  • ચણાનો લોટ -૧.૫ કપ( ૧૫૦ ગ્રામ )
  • ફેટેલું દહીં -૧ કપ
  • લીલા ધાણા ની ચટણી – ૧/૨ કપ
  • તેલ – ૨ -૩ ચમચી
  • નારિયેળ – ૨-૩ ચમચી( પીસેલું )
  • રાઈ – ૧/૨ નાની ચમચી
  • લીમડાના પાન – ૧૦-૧૨
  • ખાંડ – ૨ નાની ચમચી
  • નમક – ૩/૪ નાની ચમચી કે સ્વાદમુજબ
  • ઈનો ફ્રૂટ સોલ્ટ -૩/૪ નાની ચમચી
  • લીલી મરચી – ૨ જીણી સમારેલી

રીત:

ચણાના લોટને કોઈ વાસણ મા કાઢી લો. તેમાં દહીં નાખીને ગાંઠ ન ભાંગે ત્યાં સુધી ચણાના લોટનો ઘોળ તૈયાર કરી લો. પછી આ ઘટ્ટ ઘોળમાં થોડું થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી લો. આટલા મિશ્રણ માં ૩ ચમચી પાણીનો ઉપયોગ કરેલો છે.

ચણાના લોટના ઘોળ માં ૧ નાની ચમચી ખાંડ, ૨ નાની ચમચી તેલ અને ૩/૪ ચમચી નમક નાખીને સરખી રીતે ભેળવી દો. ઘોળ ને ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાખી દો, જેથી ચણાનો લોટ ફૂલીને તૈયાર થઈ જાય.

૧૦ મિનિટ પછી ઢોકળાના ખીરાને થોડું હલાવો. ઢોકળાના ખીરાને બે સરખા ભાગમાં વહેંચી લો. અડધો ભાગ કોઈ બીજા વાસણમાં કાઢી લો.

વાસણ કે જેમાં તમે ઢોકળા બનાવવા માંગો છો, તેમાં ૨.૫ થી ૩ કપ પાણી નાખીને ગરમ કરવા માટે ગેસ ઉપર રાખી દો. સાથે એક સ્ટેન્ડ પણ આ વાસણ મા રાખો જેના ઉપર ઘોળ ભરીને થાળી રાખવામાં આવશે.

થાળીમાં તેલ લગાવીને ચીકણું કરી લો.

ત્યાર બાદ, અડધા ખીરામાં અડધો ઈનો ફ્રૂટ

સોલ્ટ નાખીને સરખી રીતે મિક્સ કરી લો. ચણાના લોટનું ખીરું ફૂલેલું જોવા મળશે. પછી ચીકણી કરેલી થાળીમાં ઢોકળા નું ખીરું નાખી દો અને થાળીને થોડી હલાવીને મિશ્રણને એક સરખું કરી લો

જ્યારે વાસણમાં નાખેલું પાણી ગરમ થઇ જાય અને તેમાં વરાળ નીકળવા લાગે ત્યારે ગેસ ધીમો કરીને થાળીને મોટા વાસણની અંદર સ્ટેન્ડ પર રાખો. આ વાસણને ઢાંકી દો અને ગેસ વધારીને ૫ મિનિટ રંધાવા દો.

૫ મિનિટ પછી ગેસ ધીમો કરી દો અને વાસણના ઢાંકણ ને દૂર કરી ઢોકળાની થાળી બહાર કાઢી લો જેથી વાસણમાં વરાળ ન લાગી જાય.

ઢોકળાની ઉપર લીલી ચટણી નાખીને ખૂબ જ હળવા હાથથી એક સરખું પડ બનાવી લો. ત્યારબાદ, બાકી રહેલા ખીરામાં ઈનો ફ્રૂટ સોલ્ટ નાખીને સરખી રીતે મિક્સ કરી લો અને આ ખીરાને લીલી ચટણી ના પડ પર નાખીને સરખી રીતે એકસરખું ફેલાવી દો. આ થાળીને ફરી પાછી વાસણની અંદર રાખી દો અને ઢોકળાને ૧૨ થી ૧૪મિનિટ તેજ તાપે રાંધી લો.

૧૫ મિનિટ પછી મોટા વાસણના ઢાંકણ ને દૂર કરી ઢોકળા તપાસી લો.( તપાસવા માટે રંધાયેલા ઢોકળા માં ચાકુ ની ધાર નાખીને જુઓ કે મિશ્રણ ચાકુ ની ધાર પર ચોંટતું નથી) ચણાના લોટમાં ઢોકળા બની ગયા છે, ગેસ બંધ કરી દો. ઢોકળાં નું વાસણ કાઢી તેને ઠંડુ થવા દો. ત્યારબાદ ચાકુ ની ધારને કિનારા પર ચલાવીને કિનારેથી ઢોકળાને કાઢો. ઢોકળા થાળીમાં કાઢી લો. ચાકુ થી ઢોકળા તમારી પસંદ ના આકારમાં કાપી લો.

વઘાર કરો:

વાસણમાં એક ચમચી તેલ નાખો, તેલ ગરમ થયા પછી રાઈ નાખો. રાઈ તતડી જાય પછી ગેસ ધીમો કરી દો અને તેલમાં લીમડાના પણ અને લીલી મરચી નાખીને સાંતળો. આ મસાલામાં અડધો કપ પાણી નાખી દો અને ખાંડ પણ નાખી દો. ઉફાણ આવે ત્યારે ગેસ બંધ કરી દો, આ વઘાર ને ચમચીથી ઢોકળા પર બધી જગ્યાએ નાખી દો. પીસેલા નારિયેળ ને ઉપરથી નાખીને શણગારો.

સ્વાદિષ્ટ સેન્ડવીચ ઢોકળા બનીને તૈયાર છે. તમે ઇચ્છો તો એમ જ ખાઈ શકો છો કે પછી લીલા ધાણા ની ચટણી, મગફળીના દાણા ની ચટણી, ટામેટા સોસ કે જેની સાથે તમને પસંદ હોય તેની સાથે સેન્ડવીચ ઢોકળા પીરસો અને ખાઓ.

સુઝાવ:

ઢોકળાને શણગારવા માટે નાળિયેરની સાથે સાથે લીલા ધાણા કે તલ પણ લઈ શકાય છે. ઢોકળાને તમે રવો કે દાળના ખીરાથી પણ બનાવી શકો છો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ Fakt Food લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *