Google Pay અને Paytm યુઝર્સ ધ્યાનમાં રાખી લેશે આ વાત તો ક્યારેય નહીં થાય ઓનલાઈન ચીટિંગ.

Image Source

ઓનલાઈન પેમેન્ટના વધતાં સમય સાથે લોકો બહુ મોટી સંખ્યામાં ગૂગલ પે, પેટીએમ અને ફોન પે જેવી એપ્સ વાપરતા થાય છે. જો કે આ એપ્સથી પેમેન્ટ કરવા સમયે તમારે વધારે સાવધાન રહેવાની જરૂરત છે. ઓનલાઈન પેમેન્ટના સમયમાં સાઇબર ફ્રોડના કિસ્સા ખૂબ જડપથી વધી રહ્યા છે. તમારી થોડી એવી ભૂલને કારણે તમારું બેન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. અહિયાં અમે તમને 5 ટિપ્સ જણાવી રહ્યા છે જેને વાપરવાથી તમે આ ફ્રોડથી બચી શકો છો.

Image Source

1. સ્ક્રીન લૉક:

માત્ર સ્માર્ટફોન પર જ નહીં, આ એપ્સ પર પણ લૉક રાખો. ફોન ખોવાઈ જવાના કિસ્સામાં અથવા જો તે ખોટા હાથમાં આવી જાય તો ઘણી વખત તમારું બેંક ખાતું ખાલી થઈ શકે છે. પાસવર્ડ રાખતી વખતે તમારું નામ, મોબાઈલ નંબર અથવા જન્મ તારીખનો ઉપયોગ કરશો નહીં.

Image Source

2. પિન શેર કરશો નહીં:

તમારો UPI પિન કોઈની સાથે શેર કરશો નહીં. આ નિયમ તમારા મિત્રો અને નજીકના લોકોને પણ લાગુ પડે છે. જો તમને લાગે કે તમારો PIN અન્ય લોકો દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે, તો તેને તરત જ બદલો.

Image Source

3. આવી લિન્ક પર ક્લિક કરશો નહીં :

ઘણા બધા લોકો તમને વોટ્સએપ અને ઇમૈલ પર કોઈને કોઈ લિન્ક મોકલતા હોય છે અને પૈસાની લાલચ આપી આ લિન્ક પર ક્લિક કરવા પર કહે છે. આ સિવાય અમુક ઠગ તમને બેન્ક કર્મચારી બનીને દગો આપવા માટે પ્રયત્ન કરે છે અને તમારી પાસેથી તમારી ડિટેલ પણ પૂછી લે છે. કોઈપણ અજાણી લિન્ક પર ભૂલથી પણ ક્લિક કરશો નહીં.

Image Source

4. એપને અપડેટ કરતાં રહો :

બધી જ એપ્સ મેકર કંપનીઑ સમય સમય પર અપડેટ જાહેર કરતાં રહે છે. તેનાથી એપ્સમાં નવા ફીચર્સને જોડવામાં આવે છે અને સેફટીને પણ વધારી દેવામાં આવે છે. તમારે હમેશાં UPI પેમેન્ટ એપનું એટેસ્ટ વર્ઝન અપડેટ કરતાં રહો.

Image Source

5. એક કરતાં વધુ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું ટાળો:

તમારે તમારા ફોન પર એક કરતાં વધુ પેમેન્ટ એપ્લિકેશન રાખવાનું ટાળવું જોઈએ. પ્લેસ્ટોર અથવા એપ સ્ટોર પરથી હંમેશા માત્ર વિશ્વસનીય અને ચકાસાયેલ પેમેન્ટ એપ્લિકેશનો જ ઇન્સ્ટોલ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *