હોટલમાં રોકાવાની જરૂર આપણામાંથી મોટાભાગના લોકોને પડતી હોય છે. જ્યારે ફરવા જવાનું થાય કે એક શહેરથી બીજા શહેરમાં જઈને રોકાવાનું થાય તો હોટલમાં રહેવું પડે છે. તમે જ્યારે કોઈ હોટલના રૂમમાં રોકાઓ છો તો સૌથી પહેલા શું ચેક કરો છો ? કદાચ બેડશીટ, હોટલના બાથરૂમ, પડદા વગેરે. આ વસ્તુઓની સાથે હોટલની એક વસ્તુ છે જેને સૌથી પહેલા ચેક કરવી જોઈએ. આ વસ્તુ છે હોટલ રૂમમાં રાખેલા ગ્લાસ.
કોઈપણ રૂમમાં પાણી પીવા માટે કાચના ગ્લાસ રાખેલા હોય છે, ટી સેટ રાખેલો હોય છે અને બાથરૂમમાં પણ ટુથ બ્રશ હોલ્ડર ની જગ્યાએ કાચના ગ્લાસ હોય છે. મોટાભાગના લોકો ગ્લાસ ને ચેક કરવા જરૂરી સમજતા નથી પરંતુ હકીકતમાં ગ્લાસને ચેક કરવા સૌથી જરૂરી છે.
શા માટે ચેક કરવા કાચના ગ્લાસ ?
તેની પાછળનું કારણ હોય છે કે કાચના ગ્લાસ જેટલા સાફ દેખાય છે એટલા સાફ હોતા નથી. મોટાભાગના કેસમાં ગ્લાસની પાણીથી સાફ કરીને બીજા ગેસ્ટ ને આપી દેવામાં આવે છે. આ બાબતે ઘણા ખુલાસા થયા છે કે હાઉસ કીપિંગ સ્ટાફને ગ્લાસ ને સાફ કરવામાં સૌથી ઓછો સમય લાગે છે. તેઓ ગ્લાસને સાદા પાણીથી સાફ કરી ક્લિનિક ટીસુથી લૂછી અને ખુલી હવામાં રાખી દે છે.
હોટલના રૂમમાં પણ ઘણી વખત ગંદી જગ્યામાં ગ્લાસ રાખી દીધેલા હોય છે. જેમાં ધૂળ અને કચરો પણ હોય છે. તેથી રૂમમાં રાખેલા ગ્લાસને ઉપયોગમાં લેતા પહેલા બરાબર ચેક કરવું જોઈએ. જો ગ્લાસ ઉપર કોઈ નિશાન કે ડાઘ દેખાય તો હોટલ સ્ટાફને કહીને ગ્લાસ બદલી દેવા. આ સિવાય ગ્લાસ ને હંમેશા પાણીથી સાફ કરીને જ તેનો ઉપયોગ કરવો.
હોટલના રૂમમાં આ વસ્તુ હોય છે સૌથી ગંદી
હોટલના રૂમમાં વધુ એક વસ્તુ હોય છે જે સૌથી ગંદી હોય છે અને જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હોટલના રૂમમાં રહેલી સૌથી ગંદી વસ્તુ હોય છે ટીવી નું રીમોટ. હોટેલ વાળા એવો દાવો કરે છે કે ત્યાં રોકાતા લોકોને સ્વચ્છ અને શાંત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. પરંતુ 2020 માં એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે રૂમમાં રહેલા ટીવીના રિમોટ સૌથી ગંદા હોય છે. આ રિમોટ થી કોરોના વાયરસ સહિત ગંભીર વાઇરસ ફેલાઈ શકે છે. ઘણી વખત હોટલના રૂમમાં રોકાયેલા લોકો બાથરૂમનો ઉપયોગ કરીને હાથ ધોયા વિના જ ટીવીનું રીમોટ વાપરે છે. વળી ક્લિનિંગ સ્ટાફ પણ રિમોટ ની સફાઈ પર ધ્યાન આપતા નથી.
તેથી જ્યારે પણ તમે કોઈ રૂમમાં રોકાયા હોય ત્યારે રિમોટની પહેલા ક્લીન વાઇપથી કે સેનિટાઇઝર થી સાફ કરીને જ અડવું જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team