દુનિયાભરના મનોવૈજ્ઞાનિકોએ માણસની ઊંઘની સ્થિતિ અને તેના વ્યક્તિત્વ વચ્ચેના સંબંધ પર ઘણા સંશોધનો કર્યા છે. આપણું અવચેતન મન એક પાવર હાઉસ છે. તે નક્કી કરે છે કે આપણે કયું કામ કેવી રીતે કરીએ છીએ, કેવી રીતે ચાલીએ છીએ, કઈ કોફી ભાવે છે, કેવી રીતે સુઈએ છીએ વગેરે વગેરે.
આ પ્રકારના સંશોધનમાં જાણવા મળ્યું છે કે વ્યક્તિની સુવાની આદત તેના વ્યક્તિત્વને સારી રીતે વ્યક્ત કરે છે. ઊંઘમાં સુવાની સ્થિતિ અને સ્વભાવ વચ્ચેના સંબંધોને સમજવા માટે શોધકર્તાઓ ઘણી શોધ કરી છે.
સુવાની સ્થિતિ પરથી જાણી શકાય છે કે સ્વભાવ શંકાશીલ છે, કર્તવ્યનિષ્ઠ છે વગેરે. આજે તમને આ બાબતે જાણકારી આપીએ.
સીધું સુવું
જે લોકો પીઠના બળે એટલે કે સીધા સુતા હોય છે તેમનું વ્યક્તિત્વ આકર્ષણના કેન્દ્રમાં રહેવાનું પસંદ કરનાર હોય છે. આ લોકો આશાવાદી હોય છે અને તેઓ તેમના જેવા વિચારોના લોકોની સાથે સમય પસાર કરવો પસંદ કરે છે. તમે કોઈપણ વાતમાં એવી વાતને મંજૂરી નથી આપતા જેનાથી તમે સંમત ન હોય. આવા લોકો બીજા પાસેથી વધારે અપેક્ષાઓ રાખે છે. તેઓ સાવધાન અને દ્રઢ નિશ્ચિય ધરાવનાર હોય છે. તેઓ સંતુલીત જીવન જીવે છે. તેઓ સ્વતંત્ર વિચારધારાના હોય છે અને આત્મવિશ્વાસથી ભરપુર હોય છે.
પડખું ફરીને સુવાની આદત
આવા લોકો શાંત, વિશ્વાસપાત્ર, સહજ, સક્રિય, સામાજિક હોય છે. તેમને ભૂતકાળ પર પસ્તાવો થતો નથી. તેઓ ભવિષ્યની ચિંતા કરતા નથી. તેઓ કોઈપણ સ્થિતિમાં ડરતા નથી. તેઓ પોતાની શક્તિ અને નબળાઈ બંને વિશે બરાબર જાણે છે. તેમને નુકસાન પહોંચાડવું સરળ નથી હોતું. તેઓ સમસ્યાનો સામનો કરવામાં માને છે.
જે લોકો પડખું ફરીને પણ પગ વચ્ચે તકીયો રાખીને સુવે છે તેઓ મદદ કરનાર હોય છે. તેઓ મિત્રો, પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેઓ બધાને પોતાની નજીક રાખવા ઈચ્છે છે. તેઓ બધાનું ખાસ ધ્યાન રાખે છે.
સંકોચાઈને સુવું
જે લોકો પડખું ફરી અને સંકોચાઈને સુતા હોય છે તેઓ પોતાના સંબંધોમાં સુરક્ષા ઈચ્છે છે. તેઓ પોતાની ઈચ્છાઓથી અવગત હોય છે. તેઓ ઊંઘમાં બાળકની જેમ સંકોચાઈને સુવે છે. આ રીતે સુવાથી તેમને માનસિક અને સાંસારિક સમસ્યા સામે લડવાની મદદ મળે છે. તેઓ પોતાના અંગત જીવન વિશે વધારે વાત કરતા નથી. તેઓ કોઈપર સરળતાથી વિશ્વાસ કરી શકતા નથી. તેઓ ક્ષમાશીલ અને કલામાં રસ દાખવનાર હોય છે.
ઊંધા સુવાની આદત
જે લોકો ઊંઘા સુતા હોય છે તેઓ મજબૂત ઈરાદા ધરાવનાર, જોખમ લેનાર, ઉત્સાહી, સમસ્યાને દુર કરનાર હોય છે. તેઓ પ્રભાવી હોય છે અને મિલનસાર વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ ઘણીવાર રુખા સ્વભાવના લાગે છે. તેઓ વિવાદ કે તર્કથી બચવા પ્રયત્ન કરે છે. તેઓને લોકો સાથે સહાનુભૂતિ હોય છે. તેઓ કોઈપણ વ્યક્તિની આલોચનાને પણ સહજ રીતે સ્વીકારી લેતા હોય છે. તેઓ પોતાના સૌથી મોટા આલોચક હોય છે.
પગ કડક રાખી સુવા
જે લોકો આ રીતે સુતા હોય છે તેઓ પોતાનું શરીર ઢાંકીને પણ સુવે છે. તેવા લોકોનું જીવન સંઘર્ષભરેલું હોય છે. તેઓ પરિસ્થિતિ અનુસાર પોતાને ઢાળી લેતા હોય છે. તેમની વિશેષતા એ છે કે તેઓ વ્યવહારમાં કુશળ હોય છે. તેઓ બધા સાથે સરળતાથી જોડાઈ જાય છે.
જે લોકો પગને ક્રોસ કરીને સુવાની આદત ધરાવે છે તેઓ કોઈપણ કામ કરતી વખતે બીજાનું ભલું કે ખરાબ તેના વિશે વિચારતા નથી. તેઓ પોતાનું વિચારે છે. તેઓ મહેનત કરવાની ક્ષમતા ધરાવે છે.
પગ ફેલાવી સુવાની આદત
જે લોકોને આ રીતે સુવાી આદત હોય છે તેમને કામમાં સંપૂર્ણ સ્વતંત્રતા પસંદ હોય છે. તેઓ ઘણી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરે છે. તેમને સુખ સુવિધા સાથે લગાવ હોતો નથી. તેઓ ગોસિપ કરવાનું પસંદ કરે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team