છોકરાઓને નવી નવી ચીઝો ખાવી પસંદ હોય છે અને આવામાં જો તમે ઘરે કંઈક નું કંઈક બનાવતા રહેશો તો તેમને સારુ લાગશે. સવારનો નાસ્તો કે સાંજની ચા સાથે તમે ઘરે સરળતાથી તવા મસાલા બ્રેડ બનાવી શકો છો. આ રેસિપીની ખાસિયત એ છે કે આ 10 મિનિટમાં બનીને તૈયાર થઇ જાય છે અને તેનો સ્વાદ એવો છે જેવો બજારની ગાર્લિક ચીઝ બ્રેડનો હોય છે. આ બહુજ સરળ રેસિપી છે અને તમારા ઘરમાં બધાને પસંદ આવી શકે છે. તો ચાલો જાણીયે કે તેને કેવી રીતે બનાવી શકાય છે.
તવા ગાર્લિક ચીઝ બ્રેડ રેસિપી કાર્ડ :
આ રેસિપી બનાવવા માટે તમારે ઓવનની જરૂર નહીં પડે અને એનું ફ્લેવર પણ પસંદ આવશે.
- ટોટલ ટાઈમ :- 10 મિનિટ
- તૈયારીનો ટાઈમ :- 5 મિનિટ
- કુકીંગ ટાઈમ :- 5 મિનિટ
- સર્વિંગ્સ :- 4
- કુકીંગ લેવલ :- લો
- કોર્સ :- સ્નેક્સ
- કેલરીઝ :- 350
સામગ્રી :
- 1/4 કપ માખણ
- 4 – 5 લસણની કળી
- 1/4 ચમચી ચીલી ફ્લેક્સ
- 1/4 ચમચી ઇટાલિયન સિઝલિંગ
- 8 – 10 બ્રાઉન બ્રેડ સ્લાઈસ
- 3 – 4 ચીઝ સ્લાઈસ
- મીઠુ સ્વાદપ્રમાણે
બનાવવાની પધ્ધતિ :
- તમે આ બ્રેડ બનાવવા બેકરી વાળી ક્રસ્ટી બ્રેડ પણ ઉપયોગમાં લઇ શકો છો.
- સૌથી પહેલા માખણમાં લસણની કળીઓ, સિઝલિંગ, ચીલી ફ્લેક્સ અને મીઠુ નાખી અલગ મૂકી દો.
- હવે તેને બ્રેડ પર લગાવો. ધ્યાન રાખો કે બ્રેડની બંને સાઈડ સરખી રીતે કવર થઇ જાય.
- ત્યારબાદ તવો ગરમ કરી મીડીયમ ગેસ પર ચડવો. જો ગેસ હાઇ રાખશુ તો માખણ જલ્દીથી પીગળી જશે અને બ્રેડ શેકાશે પણ નહીં. આપણે બ્રેડને કુરકુરિ કરવાની છે.
- જયારે માખણ થોડું પીગળવા લાગે ત્યારે તેમાં ચીઝ સ્લાઈસ એડ કરો જેથી તમારી ચીઝમાં ફ્લેવર આવે.
- જયારે ચીઝ પીગળી જાય તો તેને તવાથી પરથી હટાવી લો અને કોઈ સર્વિંગ પ્લેટમાં મૂકી ગરમાગરમ પીરસો અને સ્વાદિષ્ટ તવા ગાર્લિક ચીઝ બ્રેડનો આનંદ માણો.
જો તમને આ રેસીપી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી રેસીપી જાણવા માટે અમારું પેજ “ફક્ત ફૂડ ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… આભાર
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.