શિયાળામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. લસણનું અથાણું, જાણો તેને બનાવવાની રીત


લસણ એક એવો મસાલો છે. જેનું કામ ભોજનમાં સ્વાદ વધારવાનું છે. તેનાથી ભોજનનો સ્વાદ બે ગણો થઈ જાય છે. શિયાળાની ઋતુમાં લસણનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તે ઘણા બધા જરૂરી પ્રોટીન ચરબી, ખનિજ પદાર્થ, અને આયર્નની માત્રા થી ભરપુર હોય છે. તે સિવાય ઘણા બધા વિટામિન એ બી સી અને સલ્ફ્યુરિક એસિડ તેમાં વિશેષ રૂપે જોવા મળે છે.

જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. તેનું દરરોજ સેવન કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. અને તમે ઘણી બધી બિમારીઓથી દૂર રહી શકો છો એવામાં આજે અમે તમારા માટે સ્વાદ અને સ્વાસ્થ્ય ના ગુણોથી ભરપૂર લસણ નું અથાણું બનાવવાની રીત લઈને આવ્યા છીએ. જેને તમે રોટલી ભાત અથવા પરાઠા ની સાથે ખૂબ જ સ્વાદ સાથે ખાઈ શકો છો તો ચાલો જાણીએ લસણનું અથાણું બનાવવાની રીત.


લસણનું અથાણું બનાવવા માટેની સામગ્રી

લસણ એક વાટકી છાલ વગર | એક વાટકી સરસવનું તેલ | મેથીના દાણા એક ચમચી | કલોંજી એક ચમચી | વરિયાળી એક ચમચી | સરસવના દાણા એક ચમચી
હીંગ એક ચમચી | લાલ મરચું પાવડર સ્વાદ મુજબ | 1 ચમચી હળદર | અડધો કપ વિનેગર | સ્વાદ અનુસાર મીઠું


લસણનું અથાણું બનાવવાની રીત

તેને બનાવવા માટે સૌપ્રથમ એક કડાઈમાં રાઇનું તેલ નાખીને સારી રીતે ગરમ થવા દો. ત્યારબાદ જ્યારે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરો અને તેને નોર્મલ ટેમ્પરેચર માં આવવા દો.
ત્યારબાદ ફરીથી ધીમી આગ ઉપર ગેસ ચાલુ કરો અને તેમાં લસણ નાખીને થોડું નરમ થઈ જાય ત્યાં સુધી ચઢવા દો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે બળી જાય નહીં.


ત્યારબાદ તેમાં હિંગ કલોંજી મેથીદાણા સરસવ અને વરિયાળી નાંખીને થોડું શેકો. હવે તેમાં હળદર લાલ મરચું અને મીઠું નાખીને બધું જ સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ ગેસ બંધ કરો. થોડું ઠંડું થવા દો અને થોડી સેકન્ડ પછી વિનગર નાખીને મિક્સ કરો.

તમારું સ્વાદિષ્ટ લસણનું અથાણું બનીને તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *