તીખા ગાઠીયા એક ક્રિસ્પી, તીખા અને તળેલું ફરસાણ છે જે ચણાના લોટમાંથી બનાવવમાં આવે છે. તે ગુજરાતનો ઘરેલુ નાસ્તો છે જે તળેલી લીલી મરચી, છીણેલું ગાજર, સલાડ અને કેરીના અથાણા સાથે ખાવામાં આવે છે. તીખા ગાઠીયા ની આ રેસિપીનું અનુસરણ કરવા તેને ઘરેજ બનાવો અને તેને એકલા જ સાંજના નાસ્તામાં પીરસો અથવા બીજા જુદા જુદા ફરસાણ જેમકે ચેવડા, ચવાણાના મુખ્ય સામગ્રીના રૂપે ઉપયોગ કરો.
તૈયાર કરવાનો સમય : ૧૦ મિનીટ
રાંધવાનો સમય : ૩૫ મિનીટ
કેટલા લોકો માટે : ૪
સામગ્રી :
- ૧.૨ કપ બેસન ( ચણાનો લોટ )
- ૧ ચમચી અજમા
- ૧ ચમચી લાલ મરચુ પાવડર
- ૧/૪ ચમચી હળદર પાવડર
- ૧/૪ ચમચી મરી પાવડર
- ૧/૨ ચપટી બેકિંગ સોડા ( સોડા બાય કાર્બોનેટ ), વિકલ્પ
- મીઠુ સ્વાદ મુજબ
- ૧ ચમચી + ચીકાશ માટે + તળવા માટે તેલ
- ૧/૪ કપ + ૨ ચમચી પાણી
રીત :
૧. એક વાસણ અથવા મોટા વાટકામાં ચણાના લોટને ચાળણી થી ચાળી લો. ચણાના લોટમાં અજમા, લાલ મરચું પાવડર, હળદર પાવડર, મરી પાવડર ,સોડા બાય કાર્બોનેટ , ૧ ચમચી તેલ અને મીઠું નાખીને સારી રીતે ભેળવી લો.
૨. ૧/૪ કપ + ૨ ચમચી પાણી નાખીને નરમ લોટ બાંધી લો. લોટ વધારે નરમ અથવા વધારે કઠણ ન હોવો જોઈએ. લોટને ૧/૨ ચમચી તેલ નાખીને ચીકણો કરી લો.
૩. હાથથી ચાલતું સેવનું મશીન લો ( સેવાઈ મશીન ). તે મશીનમાં જુદા જુદા પ્રકારના ઘાટ આવે છે.
૪. ગાઠીયા બનાવવા માટે મોટી સેવ બનાવવાનો ઘાટ લો ( મોટા કાણા વાળો ઘાટ ).
૫. ઘાટને મશીનમાં નીચેની સપાટી પર રાખો. બાંધેલા લોટને મશીનમાં નાખો. હવે મશીનને બંધ કરી દો.
૬. તેલને કડાઈમાં ધીમા તાપે ગરમ કરો. જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે મશીનને તેલની ઉપર પકડો અને લોટને ઘાટથી બહાર કાઢવા માટે મશીનના હેન્ડલને ફેરવો. મશીનને તેલની ઉપર ગોળગોળ ફેરવતા મશીનના હેન્ડલને સતત ફેરવતા રહો.
૭. ચણાના લોટના લચ્છા આછા ભૂરા થાય ત્યાં સુધી ૨-૩ મિનીટ માટે તેલમાં તળો.
૮. ક્રિસ્પી તીખા ગાઠીયા તૈયાર છે. તેને તેલમાંથી કાઢો અને ઠંડા થવા દો. ઠંડા થયા પછી તેને હવાચુસ્ત ડબ્બામાં ભરીને ૧૫-૨૦ દિવસ સુધી રાખી શકાય છે.
સલાહ અને વિવિધતા :
- જો તમને મરી અને અજમા નો સ્વાદ નથી પસંદ તો ન નાખવા.
- તમને સેવનું મશીન કોઈ પણ ભારતીય વાસણની દુકાનમાં મળી જશે.
સ્વાદ : મીઠું, તીખા અને ક્રિસ્પી.
પીરસવાની રીત : આ ક્રિસ્પી, તીખા ગાઠીયા ને ચા સાથે દિવસમાં કોઈ પણ સમયે પીરસો. તે તમારા બાળકોના લંચબોકસ માટે એક ઉત્તમ નાસ્તો છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફેકટફૂડ” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Faktfood Team