ભારતમાં ઘણા એવા સુંદર અને સારા સ્થળો છે, જ્યાં ફક્ત દેશના જ નહિ પરંતુ વિદેશોથી પણ લોકો આવે છે. સુંદર દરિયા કિનારા, ઊંચા પહાડોથી લઈને લીલાછમ ઘાટ અને વન્ય જીવો માટે ભારત દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહી સુંદરતા અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળે છે. આ કારણે વિદેશીઓમાં ભારતને લઈને ઘણો ક્રેઝ છે. તો ચાલો જાણીએ કે ભારતમાં તે ક્યાં સ્થળો છે જ્યાં વિદેશી લોકો સૌથી વધારે આવવાનું પસંદ કરે છે.
ઋષિકેશ
ઋષિકેશને ‘દુનિયાની યોગ રાજધાની’ પણ કેહવામાં આવે છે. સૌથી વધારે વિદેશી ઋષિકેશમાં જ આવવાનું પસંદ કરે છે. અહી આશ્રમોમાં યોગ અને ધ્યાન કરાવવામાં આવે છે. આધ્યાત્મમાં રુચિ ધરાવતા લોકો માટે ઋષિકેશથી સારું સ્થળ બીજુ કોઈ નથી. શિવપુરીથી લઈને રામ ઝૂલા સુધીનો આનંદ લેવા માટે અહી લોકો દૂર દૂરથી આવે છે.
વારાણસી
વારાણસી વિશ્વનું સૌથી પ્રાચીન શહેર છે. તેને વિશ્વનું સૌથી જૂના વસેલા શહેરોમાનું એક કેહવામાં આવે છે. ગંગા નદીના કિનારે આવેલું આ શહેર હિન્દુઓના ખાસ તીર્થ સ્થળોમાંથી એક છે. અહી ઘણા લોકો મુક્તિ અને શુદ્ધિકરણ માટે પણ આવે છે. વારાણસી તેના ઘણા વિશાળ મંદિરો ઉપરાંત ઘાટો અને અન્ય ઘણા લોકપ્રિય સ્થળો માટે પ્રખ્યાત છે. દર વર્ષે અહી લાખો પ્રવાસીઓ આવે છે. આ ધાર્મિક સ્થળ ફક્ત ભારતીય લોકો જ નહિ પરંતુ વિદેશી પર્યટકો પણ ઘણું પસંદ કરે છે.
આગરા
આગરાનો તાજમહેલ યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે અને દુનિયાની સાત અજાયબીઓમાંથી એક છે. તાજમહેલની ભવ્યતા જોવા માટે વિદેશીઓ દૂર દૂરથી ભારતમાં આવે છે. તાજમહેલ ઉપરાંત તાજ મ્યુઝિયમ, ઇતિમાદ ઉદ દૌલા, અકબરનો મકબરો અને કિનારી બજાર જેવા ઘણા સ્થળો છે.
ગોવા
ગોવાને ભારતનું ફન કેપિટલ પણ કેહવામાં આવે છે. અહીંની મોજ મસ્તી અને સારું વાતાવરણ રજાઓના દિવસો માટે સૌથી શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. અહીંની રંગીન નાઈટલાઇફ, બીચ પાર્ટી અને સન- કીસ્ડ પ્લેસ તમને બીજે ક્યાંય જોવા નહિ મળે. ગોવામાં દરેક માટે થોડું ઘણું છે. ઇજરાઇલ અને રશિયાથી મોટાભાગના લોકો અહી આવે છે. અહી અડધી રાત્રે પાર્ટી શરૂ થાય છે જે સવાર સુધી ચાલે છે.
ગોકર્ણ
અહી તમને દૂર દૂર સુધી સુંદર બીચનો નજારો જોવા મળશે. તે એક કર્ણાટકનું નાનુ તીર્થ શહેર છે જે હવે પર્યટકોનું મનપસંદ સ્થળ બની ગયું છે. ગોવાની મુલાકાત લેતા મોટાભાગના લોકો શાંત બીચનો આનંદ માણવા માટે ગોકર્ણ રોકાઈ શકે છે કેમકે અહી ભીડ ઓછી હોય છે અને બીચ સ્વચ્છ છે. ભક્તિ અને શાંતિની સાથે આનંદ લેવા માટે લોકો ગોકર્ણ આવવાનું પસંદ કરે છે.
હમ્પી
હમ્પીને નિર્જન ખંડેરોની દુનિયા કેહવામા આવે છે. અહી તમે ઇમારતોની નકશી કામથી લઈને તીર્થયાત્રા સુધીનો આનંદ લઇ શકો છો. ઇતિહાસ અને કલામાં રસ ધરાવનારા લોકો માટે આ ઉતમ સ્થળ છે. તેથી અહી દુનિયાભરથી પ્રવાસીઓ આવે છે. હમ્પીમાં તમે એક સાથે ઘણી વસ્તુઓનો આનંદ લઇ શકો છો.
જયપુર
જયપુરને ભારતનું સૌથી આકર્ષક શહેર માનવામાં આવે છે. અહીંના તેમના રંગીન રત્નો દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે. આ મહાનગર પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિનું અદભુત મિલન છે જેને જોવા માટે વિદેશીઓ દૂર દૂરથી આવે છે. અહીંના પેલેસ જેમકે અંબર પેલેસ, સીટી પેલેસ, જંતર મંતર, હવા મહલ, નાઇરગઢ કિલ્લો, જયગઢ કિલ્લો, લક્ષ્મી નારાયણ મંદિર અને લેક પેલેસ દુનિયાભરમાં પ્રખ્યાત છે.
પોંડિચેરી
પોંડિચેરી તેના સુંદર બીચો માટે પ્રખ્યાત છે જ્યાં વિશ્વભરથી લોકો આવે છે. અહીંના પેરડાઇજ બીચ, ઓરોવિલે બીચ, સેરેનીટી બીચ અને પ્રોમેનેડ બીચ વિદેશીઓમા સૌથી વધુ લોકપ્રિય છે. દેશના અન્ય બીચ થી વિપરીત પોંડિચેરીના બીચ તેના શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે.
કેરળ
કેરળને આંતરરાષ્ટ્રીય યાત્રીઓ દ્વારા ભારતના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળનું સ્થાન આપવામાં આવ્યું છે. અહીંના બીચ, આયુર્વેદ સંશોધન અને સ્પા લોકોનું મુખ્ય આકર્ષણ છે. કોવલમ, વર્કલા, કન્નુર, બેકલ અહીંના પ્રખ્યાત હિલ સ્ટેશન છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે કેરળ પ્રથમ પસંદગી છે.
કોડીકેનાલ
કોડીકેનાલને ભારતમાં જંગલોની ભેટ કેહવામાં આવે છે. તે તમિલનાડુનું એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. લીલીછમ હરિયાળી અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ લેવા માટે કોડીકેનાલમાં દૂર દૂરથી ભારતીય લોકો આવે છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું. નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.