શિયાળા માટેનો માસ્ટર ડોઝ : તો આ ચાર કારણથી શિયાળામાં મગફળી ખાવી અતિ ઉત્તમ ગણાય છે

Image by Couleur from Pixabay

શિયાળાની મૌસમમાં વાતાવરણ ખુશનુમા રહે છે અને ગુલાબી ઠંડી હોય છે પણ સાથે સુકી હવાને કારણે ચામડી ખરડાઈ જાય છે. ઠંડીની મૌસમમાં શ્વાસની તકલીફ હોય એવા વ્યક્તિઓને વધુ તકલીફ પડે છે. પણ આ મૌસમ ખાવા-પીવા માટે બેસ્ટ છે. કારણ કે શિયાળામાં તાજા શાકભાજી અને ફળ આવતા હોય છે.  ને રવિ પાકને પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બેસ્ટ માનવામાં આવે છે.

Image by Pezibear from Pixabay

એવી જ રીતે શિયાળાની મૌસમ માટે પૌષ્ટિક એવી ખાદ્યચીજ છે મગફળી. તો ચાલો જાણીએ શિયાળામાં માટે મગફળી બેસ્ટ હોવાના કારણો વિષે :

Image by Anastasia Gepp from Pixabay

ઠંડીની મૌસમમાં વાતાવરણ એવું હોય છે કે જેને કારણે શરદીની સમસ્યા વારેવારે રહેતી હોય છે. સાથે ઉધરસ પણ થાય છે અને તાવ આવવા સુધીની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા આવે છે. એવામાં શરીરની ઈમ્યુન સીસ્ટમ નબળી પડે છે અને શરીરને પ્રોટેકશન આપે એવા ખોરાકની જરૂર હોય છે. એવામાં એક છે મગફળી.

આયુર્વેદમાં મગફળીને એક ઔષધ માનવામાં આવે છે અને શિયાળાની ઋતુમાં મગફળીનું સેવન ફાયદાકારક ગણાય છે. મગફળીમાં રહેલા પોષકતત્વો શરીરમાં ઘટતા તત્વોની પુરતી કરે છે. માટે શિયાળામાં મગફળીનું સેવન ઉત્તમ ગણાય છે.

શા માટે શિયાળામાં મગફળીનું સેવન છે?

Image by silviarita from Pixabay

(૧) ઈમ્યુન સીસ્ટમ :

ઉપર જણાવ્યું એ રીતે મગફળીનું સેવન ઈમ્યુન સીસ્ટમને સ્ટ્રોંગ લેવલ સુધી લઇ જાય છે, જેને કારણે બહારથી શરીરમાં પ્રવેશતા અન્ય રોગના જીવાણું સામે રક્ષણ મળે છે.

Image by Pexels from Pixabay

(૨) હદયનો આઘાત :

શિયાળાની ઋતુમાં ફેફસા અને કમજોર હદયના દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. તો આ તકલીફ સામે લડવા માટે પણ મગફળી ખાવાની ડોક્ટર સલાહ આપે છે. આ પ્રકારની બીમારીનું નિયંત્રણ રાખવા માટે મગફળીનું સેવન સારું ગણાય છે.

Image by Ryan McGuire from Pixabay

(૩) હાડકાની મજબૂતી :

શિયાળાની ઋતુમાં તડકાની થોડી કમી રહેતી હોય છે, ત્યારે વિટામીન – ડી ની વધારે જરૂર શરીરને વર્તાય છે. આ સમયમાં મગફળી દવારૂપમાં ગણી શકાય. મગફળીમાં કેલ્શિયમ અને વિટામીન-ડી પર્યાપ્ત માત્રામાં હોય છે, જે હાડકાની મજબૂતાઈ વધારે છે.

Image by StockSnap from Pixabay

(૪) ત્વચામાં નિખાર :

મગફળીમાં ઓમેગા-૩ હોય છે, જે ત્વચા માટેનું મુખ્ય ઘટક હોય છે. એટલું જ નહીં સ્કીન સ્પેશ્યાલીસ્ટ મગફળીમાંથી બનાવેલ ફેસપેક લગાવવાની પણ સલાહ આપે છે. 

 

Image by Alexas_Fotos from Pixabay

મગફળીનું સેવન કરવાથી થતા અન્ય ફાયદાઓ :

  • નિયમિત થોડી માત્રામાં મગફળી ખાવાથી પેટ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.
  • મગફળી શરીરને તાકત આપે છે, તો કમજોરી મહેસૂસ થતી હોય ત્યારે મગફળીમાંથી બનાવેલ ખાદ્યચીજનું સેવન કરવું જોઈએ.
  • ગર્ભવતી મહિલા માટે પણ મગફળી ફાયદાકારક છે, જેનાથી બાળકના વિકાસમાં આવતા અવરોધ દૂર થાય છે.
  • લોહીની ઉણપ હોય એવા દર્દીઓ માટે મગફળીનું સેવન લાભકારી રહે છે.

મગફળીને આમ તો કોઇપણ ઋતુમાં ખાઈ શકાય છે પણ શિયાળાનું ઋતુ દરમિયાન કરવામાં આવતું સેવન ફાયદાકારક ગણાય છે. જો તમને પણ મગફળીને લગતા અન્ય કોઈ વિષયને જાણતા હોય તો કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ Fakt Food લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *