સારા સ્વાસ્થ્યનો ઊંઘ સાથે ગાઢ સંબંધ છે. ઊંઘ પૂર્ણ ન થવાના કારણે આપણે ઘણી ગંભીર બીમારીઓનો શિકાર બની શકીએ છીએ. ઊંઘ પર આપણા ભોજનની પણ અસર પડે છે. આપણે દરરોજ એવા ઘણા ખોરાક ખાઈએ છીએ, જેનાથી આપણી ઊંઘ ઉદી શકે છે. આ લાંબા ગાળે આપણા ઊંઘના ચક્રને ખરાબ કરી શકે છે. આવો જાણીએ કે સારી ઉંઘ માટે શું ખાવું જોઈએ અને શું નહીં.
ઊંઘ માટે આ ખોરાક ટાળવો જરૂરી છે
કેફીન: કેફીન તમારી ઊંઘને સંપૂર્ણ રીતે ખરાબ કરી શકે છે. આ સામગ્રીઓ કોફી, ચા અને ડાર્ક ચોકલેટમા મળી રહે છે.
ટામેટા: ટામેટા એસિડિટી નું કારણ બની શકે છે. તેથી સૂતા પહેલા તેને ખાવાનું ટાળવું જોઈએ. ટામેટા તમારી બેચેની પણ વધારી શકે છે જેનાથી તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે.
આલ્કોહોલ: આલ્કોહોલ તમારી ઊંઘની પેટર્નને ખલેલ પહોંચાડી શકે છે.
મસાલેદાર ખોરાક: વધારે મસાલાવાળા ખોરાક તમને રાત્રે જાગવા પર મજબૂર કરી શકે છે. તેનાથી છાતીમાં બળતરા અને એસિડિટી થઈ શકે છે.
મીઠાઈઃ સૂતા પહેલા વધુ પડતી મીઠાઈઓ ન ખાવી જોઈએ. જેનાથી ઊંઘ આવવામાં સમસ્યા થાય છે.
ફાસ્ટ ફૂડ: જંક ફૂડથી સારી ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે. તેમાં ખાંડ, ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ વધુ હોય છે, જેનાથી સૂવામાં સમસ્યા થાય છે. ફાસ્ટ ફૂડથી સ્થૂળતા પણ વધે છે, જેના કારણે સ્લીપ એપનિયા રોગ થઈ શકે છે.
આ ખોરાક ઊંઘ માટે સારા છે
દૂધ: ગરમ દૂધ સારી ઊંઘ માટે ખૂબ જ લોકપ્રિય ઘરેલું ઉપચાર છે. બાળપણથી જ આપણને સૂવાના સમયે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.
હર્બલ ટી: આરામની ઊંઘ માટે કેમોમાઈલ ચા સારો વિકલ્પ છે. જે લોકોને અનિદ્રા એટલે કે ઊંઘ ન આવવાની સમસ્યા હોય, તેમને સૂતા પહેલા આ પીવાનું કહેવામાં આવે છે.
બદામ અને અખરોટ: આ ડ્રાય ફ્રુટ્સમાં સ્લીપને રેગ્યુલેટ કરનારા મેલાટોનિન હોર્મોન્સની માત્રા વધારે હોય છે. તેનાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે.
કીવી: આ ફળમાં ઊંઘ સુધારવાના ઘણા ગુણો હોય છે. એક અભ્યાસ અનુસાર, સૂવાના એક કલાક પહેલા બે કીવી ખાવાથી જલ્દી ઊંઘ આવે છે.
સફેદ ચોખા: સૂવાના એક કલાક પહેલા સફેદ ચોખા ખાવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે. તેનાથી તમારી ઊંઘનો સમયગાળો પણ લંબાય છે. જો કે, તેને યોગ્ય માત્રામાં ખાવું જ સારું છે કારણ કે તેમાં કાર્બોહાઈડ્રેટ વધુ હોય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team