કશ્મીરની ધરતીને સ્વર્ગે કહેવામાં આવે છે કે અતિથિનો સત્કાર થી ઢંકાયેલી સુંદર ખીણો અને પર્વતની શિખાઓ ડાલ સરોવરનું મનમોહક અને સુહામણું દ્રશ્ય એ વાતની સાક્ષી છે કે, ભારતમાં કાશ્મીરથી વધુ સુંદર બીજી કોઈ જગ્યા નથી. કાશ્મીરની વાત કરીએ તો પહેલા ગુલમર્ગ, શ્રીનગર,પહેલગામ જેવા સ્થળો પહેલા યાદ આવે. પરંતુ કાશ્મીરની ખીણમાં બીજી પણ ઘણી બધી સુંદર જગ્યાઓ આવેલી છે.
યુસમર્ગ
આજે ગેસ શ્રીનગરથી લગભગ ૪૫ કિલોમીટર દૂર વડગામ ક્ષેત્રમાં આવેલી છે યુસમાર્ગ સફરજન, જામફળ અને ફૂદીના ની ખેતી અને અલ્પાઇન ના ઘટાદાર જંગલો માટે લોકપ્રિય છે જો તમે ભારતમાં યુરોપીયન વાઈબ નો આનંદ ઉઠાવવા માંગતા હોવ તો આ સ્થળ શ્રેષ્ઠ છે. અહીંયા નો નજારો યુરોપ ની યાદ અપાવી દેશે.
ગુરેજ
પોતાના સુંદર સરોવર માટે મશહૂર ગુરેજ શ્રીનગરથી લગભગ 130 કિમી દૂર આવેલું છે. ગુરેજ ઘાટી સડકના ઉત્તરી કાશ્મીર ના બહારના ઇલાકામાં આવેલા માનસ બલ અને વુલર ઝીલ ના આકર્ષક નજારાને પ્રસ્તુત કરે છે. જ્યાં પહોંચવા પર તમે કિશન ગંગા નદી સહિત ઘણી બધી અન્ય ધારાઓ જોવા મળશે લાકડા થી બનેલા ઘર સુંદર જગ્યાઓ અને મનોહર દ્રશ્ય તમને મંત્રમુગ્ધ કરી દેશે.
અરુ વેલી
પહેલગામ થી લગભગ 12 કિલોમિટર દૂર આવેલા અરુ વેલી એક નાનકડું હીલસ્ટેશન છે. જો તમે નાના ઝરણાં, ઉંચા શિખરો અને પ્રકૃતિને પસંદ કરો છો તો આ જગ્યા તમારા માટે એકદમ શ્રેષ્ઠ છે. જો તમે અહીંયા ફરવા આવો તો લીદર વટ વેલી ફરવાનું ભૂલવું જોઈએ નહીં. જે કોલોહોઈ ગ્લેશિયર અને તરસર-માનસર ઝીલ ના ટ્રેક માટે ફેમસ છે. બેતાબ અને બેરાશન વેલી પણ અહીંયા થી ખુબ નજીક છે.
તુલઇ વેલી
આ જગ્યાનો ઉલ્લેખ કર્યા વગર કાશ્મીર ની યાત્રા એકદમ અધૂરી રહી જાય. આ જગ્યા કાશ્મીરનો છુપાયેલો ખજાનો છે. આ સ્થળને ગુરેજ ઘાટી સાથે કવર કરી શકાય છે. તુલઈ વેલી માટે તમે જ્યારે નીકળો ત્યારે બરનાઈ, ચકવાલ, કશપાત, અને જરગાઈ જેવા સુંદર ગામ પણ જોવા મળશે.
લોલાબ વેલી
વાદી એ લોલાબ નામથી જાણીતું આ સ્થળ એકદમ શાંત સ્થળ છે. સફરજનના બગીચા, ખેતરો અને નદી આ જગ્યા અને સુંદર બનાવે છે. લોલાબ વેલી ને બાંદીપોરા જિલ્લા થી જુદું પાડનાર નામમર્ગ ની સુંદરતા પણ જરાય ઓછી નથી. આ સુંદર ગામ ની યાત્રા થી લઈને ફોટોગ્રાફી સુધી, આ જગ્યા એકદમ યોગ્ય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team