1 માર્ચ ના દિવસે મહાશિવરાત્રીનો શુભ ઉત્સવ મનાવવામાં આવશે. આ ઉત્સવને હિન્દુ ધર્મમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. મહાશિવરાત્રી ના દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. એવી માન્યતા પ્રવર્તે છે કે, આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા.
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવના ભક્તો નિર્જલા વ્રત પણ રાખે છે. મહાશિવરાત્રીનું વ્રત અને પૂજા અર્ચના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે, ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. માટે જો રાશિ અનુસાર ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ પવિત્ર તહેવાર નો દરેક વ્યક્તિ પૂરેપૂરો લાભ ઉઠાવી શકે, એ માટે જ્યોતિષી નિધિ શ્રીમાલી દ્વારા દરેક વ્યક્તિએ રાશિ અનુસાર પૂજા કેવી રીતે કરવી એ જણાવવામાં આવ્યું છે. જેના દ્વારા પૂજાવિધિ કરીને વિશેષ ફળ મેળવી શકાય.
મેષ રાશિ
મેષ રાશિના લોકોએ તાંબાના કળશમાં પાણી ભરીને એમાં થોડો ગોળ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. એની સાથે મેષ રાશિવાળા વ્યક્તિ એ ભગવાન શિવને લાલ ફૂલ અર્પણ કરવા જોઇએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોએ ચાંદી અથવા તો સ્ટીલના કળશમાં દૂધ અને જળ મિક્ષ કરીને અભિષેક કરવો જોઈએ. એની સાથે આ રાશિના લોકોએ દહીં, ચોખા, ચંદન, સફેદ ફૂલ ભગવાન શિવને અર્પણ કરવા જોઇએ.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોએ ભગવાન શિવની પૂજા 3 બિલ્વપત્રથી કરવી જોઈએ. આ રાશિના લોકોએ ભગવાન શિવનો અભિષેક શેરડીના રસથી કરવો જોઈએ. શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે.
કર્ક રાશિ
કર્ક રાશિના વ્યક્તિએ ભગવાન શિવનો અભિષેક કરવા માટે ઘી નો ઉપયોગ કરવો જોઈએ. ઉપરાંત કર્ક રાશિના લોકો કાચા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરે તો, એમને મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એ સાથે સફેદ ચંદનથી ભગવાન શિવનું તિલક કરવું જોઈએ.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોએ ભગવાનનો અભિષેક કરવા માટે ગોળ અને પાણીનું મિશ્રણ લેવું જોઈએ. ઉપરાંત આ રાશિના લોકો જો ભગવાન શિવને ઘઉં અર્પણ કરે છે તો, એનાથી વિશેષ લાભ મળે છે.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. ઉપરાંત બિલપત્ર અને ભાંગ ના પાન શિવજીને અર્પણ કરવા જોઈએ.
તુલા રાશિ
તુલા રાશિના લોકોએ શિવજીને અત્તર અને ફૂલો મિશ્રિત જળનો અથવા તેલનો અભિષેક કરવો જોઈએ. એ સિવાય તુલા રાશિના લોકો ભગવાન શિવજીને મધ પણ અર્પણ કરી શકે છે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકોએ પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ પંચામૃત અભિષેક કરવાથી શિવજી ખૂબ પ્રસન્ન થાય છે.
ધન રાશિ
ધન રાશિના લોકોએ કેસર અને હળદર મિક્સ કરેલા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ બિલ્વપત્ર અને ફૂલ પણ અર્પણ કરવા જોઇએ.
મકર રાશિ
મકર રાશિના લોકોએ કાળા તલથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકોએ ભગવાન શિવ પર કાળા તલ અર્પણ કરવા જોઇએ. સાથે ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. એનાથી દરેક સંકટ દૂર થાય છે.
મીન રાશિ
મીન રાશિના લોકોએ ભગવાન શિવની પૂજા કરતા સમયે પીળા ફુલ અર્પણ કરવા જોઇએ. સાથે પીળા રંગનો ભોગ ધરાવવો જોઈએ.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team