ગાયિકા સ્વર કોકિલા લતા મંગેશકર એક એવી વ્યક્તિ છે જેમણે શાળામાં પગ મૂક્યા વગર જ નામાંકિત યુનિવર્સિટીઓની ડિગ્રી મેળવી છે. લતા મંગેશકર નું જીવન અને એમનો જીવન સંઘર્ષ દરેક વ્યક્તિ માટે પ્રેરણાદાયી બની રહે છે.
લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ ઇન્દોર ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમનું સાચું નામ હેમા હરિડકર હતું. એમના પિતાએ પોતાના ગામ મંગેશી પરથી તેમના સંતાનોની અટક મંગેશકર કરી હતી. જ્યારે હેમાએ સંગીતની દુનિયામાં કદમ ભર્યા ત્યારથી એમની ઓળખાણ લતા મંગેશકર તરીકે થવા લાગી. તેઓ ખૂબ નાની વયના હતા ત્યારે એમના પિતાનું મૃત્યુ થયું હતું. ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી, માટે એમણે અભ્યાસ આગળ કરવાનું બંધ કરી દીધું. નાની વયે એમણે અભિનયમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું.
જ્યારે એમની આશાએ પ્રેમલગ્ન કરી લીધા. ત્યારબાદ ઘરની તમામ જવાબદારી લતા મંગેશકર ને માથે આવી હતી. જોકે એ સમયે તેમણે ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી. પોતાની પરિવારની જવાબદારીને કારણે એમણે ક્યારેય પોતાના લગ્ન માટે વિચાર્યું નહોતું. લતા મંગેશકરના એમનાથી નાના ચાર ભાઇ-બહેન છે. આશા ભોંસલે, મીના મંગેશકર, ઉષા મંગેશકર અને ભાઈ હૃદયનાથ મંગેશકર.
ઘરની જવાબદારીઓ નિભાવવાની કારણે એમણે ક્યારેય લગ્ન માટે વિચાર્યું નહોતું. એમના અંગત જીવન વિશે લોકો ખૂબ જ ઓછું જાણે છે. તેઓ પણ પોતાને પ્રેમ ના અનુભવ થી દૂર રાખી શક્યા નહોતા. એમને તો પોતાના પ્રેમના નામે આખું જીવન કરી દીધું. એમને રાજસ્થાનના ડુંગરપુર ના રાજ પરિવારના રાજ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. રાજ લતા મંગેશકર ને કાયમ પ્રેમથી મીટ્ઠુ બોલાવતા હતા.
રાજ અને લતા મંગેશકર ની મિત્રતા ક્યારે પ્રેમમાં પરિણમી એનો અંદાજો પણ બંનેને રહ્યો નહોતો. રાજ હંમેશા પોતાના ખિસ્સામાં એક ટેપરેકોર્ડર રાખતા હતા. ને, લતાના ગીતો સાંભળતા. તેઓ લતા મંગેશકર ના ગીતો ના શોખીન અને દિવાના હતા. લતાજી રાજ ને જોવા માટે ઘણી વખત ક્રિકેટના મેદાન પર પહોંચી જતા.
રાજ ક્રિકેટના શોખીન હતા અને જ્યારે તેઓ મુંબઈ અભ્યાસ માટે ગયા ત્યારે 1955 થી તેઓ રાજસ્થાન રણજી ટીમના સદસ્ય હતા. ક્યાં ક્રિકેટ મેદાન માં જ રાજ અને લતા મંગેશકરના ભાઈ ની મુલાકાત થઇ હતી. લતાજીના ભાઈ રાજ ને ઘણી વખત ઘરે પણ લઈ જતા હતા. રાજ સિંહને પ્રથમ મુલાકાત સમયે જ લતાજી સાથે પ્રેમ થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મુલાકાત શરુ થઇ હતી.
રાજસિંહ રાજવી પરિવારમાંથી આવતા હતા. તેઓ ડુંગરપુર ના રાજા લક્ષ્મણસિંહ નાના પુત્ર હતા. લતાજી અને રાજ બંને એકબીજાને પસંદ કરતા હતા. લતાજી સામાન્ય પરિવારમાંથી હતા. જ્યારે રાજ એ રાજવી પરિવારમાંથી. ને રાજ પોતાના પરિવાર સામે નમી ગયા હતા. જો કે લગ્ન ન થવા છતાં બંનેએ કાયમ એકબીજાને સાથ આપ્યો. એટલું જ નહીં પણ, અનેક ચેરિટીમાં સાથે કામ પણ કર્યું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team