શહેરમાં રહેવા છતાં પણ ખેડૂતના દીકરા પોતાની માટી થી જોડાયેલા જ રહે છે અને આવાદ નો ઉત્તમ ઉદાહરણ થી ટીવીના મશહૂર કલાકાર આશિષ પરમાર જેમને હિન્દી ટીવી સીરીયલ સિયા કે રામ માં રામની ભૂમિકા ભજવી હતી.
જયપુરમાં રહેનાર આશિષ ના પિતા એક પ્રશાસનિક અધિકારી હતા પરંતુ એક અધિકારી હોવા છતાં તેમને ખેતી નો ખૂબજ શોખ હતો પરંતુ પોતાના આ શોખને તેમને રીટાયર થયા બાદ પૂરો કર્યો.
તમને જણાવી દઈએ કે તેમના પિતા પાસે લગભગ 40 એકર તેમના પૂર્વજોની જમીન છે જેની ઉપર તે રીટાયર થયા બાદ ઓર્ગેનિક ખેતી ની ટ્રેનિંગ લઈને અનાજ શાકભાજી ફળ વગેરે ની ખેતી કરીને પોતાનો શોખ પૂરો કરે છે.
આશિષ ના મન માં કેવી રીતે આવ્યો ખેતી કરવાનો વિચાર
આશિષ એ જણાવ્યું કે ‘દેશમાં કોરોનાની મહામારી દરમિયાન જ્યારે લોકડાઉન લાગી ગયું હતું અને પોતાના પરિવાર પાસે ગામમાં જઈને રજા વિતાવવાનું યોગ્ય લાગ્યો જ્યારે અમે રામ ગયા ત્યારે અમે અનુભવ કર્યો કે આટલી તેજીથી ગતિ કરતા કોરોના ની બીમારી વધી રહી છે અને ત્યારે અમારી રોગપ્રતિકારક શક્તિ પણ ખરાબ થઈ શકે છે એવા સમયમાં અમે ઓર્ગેનિક ખેતીને વધારો આપવો જોઈએ તે વિચારીને જ હું મારા પિતાને ખેતીમાં મદદ કરવા લાગ્યો અને ધીમે ધીમે મને ખેતી પસંદ આવવા લાગી, ત્યારબાદ મારા પિતા પાસેથી ખેતીની અલગ અલગ માહિતી મેળવવા લાગ્યો અને તેમાં રસ બતાવવાનું શરૂ કરી તેની સાથે જ મારી પત્ની ટેલિવિઝન એક્ટર અર્ચના તાયડે ને પણ ઓર્ગેનિક રીત વિશે જાણવામાં ખૂબ જ રસ હતો.
તેમની આગળ જણાવ્યું કે, ‘ મારા પિતા એક પ્રશાસનિક ઓફિસર હતા જેના કારણે તેમને એક સરકારી બંગલો પણ મળ્યો હતો જેમાં અમે સંપૂર્ણ પરિવાર એક સાથે રહેતા હતા મારા પિતાને ખેતીમાં ખૂબ જ રસ હતો તેથી તે ત્યાં પણ કંઈક ને કંઈક ઉગાડતા હતા. મેં મારું સંપૂર્ણ બાળપણ આ ઝાડ અને છોડ સાથે જ પસાર કર્યું છે તે સિવાય જ્યારે અમે ગામ જતા હતા ત્યારે ખેતરમાં જઈને ખૂબ જ રમતા હતા તે દરમિયાન મને વધુ ખેતી તથા છોડ ઝાડ માં વધુ રસ હતો નહીં પરંતુ જ્યારે મારા પિતાને લોકડાઉન દરમિયાન ખેતી કરતા જોયા ત્યારે મને ખૂબ જ સારું લાગ્યું અને મેં તેમને ખેતીમાં મદદ કરવા લાગ્યો.
શહેરમાં મળતી શાકભાજીમાં સ્વાદ આવતો નથી
આશિષ એ જણાવ્યું હતું કે તેમને બાળપણથી જ એક્ટિંગનો ખૂબ જ શોખ હતો, જેના કારણે તે ૨૧ વર્ષની ઉંમરમાં જ મુંબઈ ગયા હતા પરંતુ ત્યાં મળતી શાકભાજીનો સ્વાદ તેમને પસંદ હતું નહીં કારણ કે તેમને જાણકારી હતી કે આ શાકભાજી ઓર્ગેનિક રીતે નહીં પરંતુ કેમિકલની મદદથી ઉગાડવામાં આવે છે જેનું વધુ પડતું સેવન કરવાથી સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. શાકભાજી સિવાય મારું સંપૂર્ણ કરિયાણું ગામ થી જ આવતું હતું તેવું તેમને જણાવ્યું છે.
પિતાને પુત્ર અને પુત્રવધુ અને ખેતીમાં કામ કરતા જોઈ થયું આશ્ચર્ય
આશિષના પિતાએ જણાવ્યું કે, ‘ મારો દીકરો આશિષ બાળપણથી જ એક્ટર બનવા માંગતો હતો તેથી મેં તેને મુંબઈ મોકલ્યો હતો પરંતુ મને આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે તેને મને કહ્યું કે તે પણ ખેતી કરવાનું શીખવા માંગે છે અને તેનાથી મોટું આશ્ચર્ય દીકરા ની પત્ની અર્ચના ને ખેતી કામ કરતા જોઈ ને થયું મારો દીકરો આશિષ તો બાળપણથી જ ખેતી થી જોડાયેલો હતો કારણ કે તેને બાળપણથી જ મને આ ખેતીકામ કરતા જોયો છે પરંતુ તેની પત્ની અર્ચના તો મુંબઈમાં જ મોટી થઈ છે અને ફિલ્મી દુનિયામાં કામ કરી રહી છે તેમ છતાં આજે તે ખૂબ જ શોખ થી દરેક કામ શીખી ગઈ છે’.
તેમને આગળ જણાવ્યું કે, અર્ચના અત્યારે ખેતીમાં તૈયાર થતા દરેક પ્રોડક્ટની માર્કેટિંગ અને સેલ્સ નું કામ સંભાળે છે. તમને જણાવી દઈએ કે આશિષ ના પિતા પાસે અત્યારે 40 ગાય છે જેના દૂરથી પારંપરિક રીતે ધી ફાર્મ પર બનાવવામાં આવે છે અને તે ઘી મુંબઈમાં વેચવામાં આવે છે. તે સિવાય કોલ્ડ કોમ્પ્રેસ તેલ, દાળ વગેરે જેવી અન્ય પ્રોડક્ટ્સ પણ વધુમાં વધુ ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author: FaktFood Team