ગોરી ત્વચા અને પાતળી કમર જ નહીં દુનિયાભરમાં સુંદરતા સાથે જોડાયેલા છે આ વિચિત્ર રીતે રિવાજો

Image Source

સુંદરતાની સાચી ઓળખ શું? આ પ્રશ્નો ઉપર વર્ષોથી ચર્ચા ચાલતી આવે છે. ગોરી ત્વચા પાતળી કમર દરેક વ્યક્તિને પસંદ હોય છે અને આજના સમયમાં લોકો આ વસ્તુઓને જ સુંદરતાનું માપદંડ ગણે છે. પરંતુ દુનિયામાં એવી જનજાતિના લોકો પણ છે જેઓ આ માપદંડ થી એકદમ વિપરીત છે. તેમના સુંદરતા માટેના રીતરિવાજો અત્યંત અલગ છે. આજે તમને દુનિયાના આ વિચિત્ર રીતરિવાજો વિશે જણાવીએ.

Image Source

નેક રિંગ પહેરવી

મ્યાનમારમાં કાયન લોકોની પદુંગ મહિલાઓ ગળામાં રીંગ્સ પહેરે છે. તેને પાંચથી આઠ વર્ષની ઉંમરમાં આ રીંગ પહેરાવી દેવામાં આવે છે. અહીં લાંબી ગરદનને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. જેમ જેમ બાળકીની ઉંમર વધે છે તેમ રિંગની સંખ્યા પણ વધે છે. 45 વર્ષની ઉંમર સુધી આવતા મહિલાના ગળામાં 10 રિંગ્સ હોય છે જેનું વજન 15 કિલો જેટલું હોઈ શકે છે. અહીં લાંબી ગરદનવાળી મહિલાઓને સારો પતિ મળે છે.

Image Source

ફુટ બાઈડિંગ

વર્ષો પહેલા ચીની મહિલાઓ માટે સુંદરતાનું પ્રતિક તેના નાના પગ ગણાતા. નાના પગ રહે તે માટે મહિલાઓને પીડા પણ સહન કરવી પડતી. મહિલાઓને નાની ઉંમરમાં જ એવી રીતે પગ બાંધવા પડતા જેના કારણે તેમના પગ નો આકાર બદલી જાય અને પગ નાના જ રહે. આ રિવાજને ફૂટ બાઈન્ડિંગ કહેવાય છે. તેમના માટે ખાસ શૂઝ પણ બનાવવામાં આવે છે જેથી પગનો આકાર વધે જ નહીં. જોકે આવું કરવું જોખમી હોવાથી થોડા સમય માટે તેને બેન કરી દેવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ જૂના જમાનાના લોકો આ વસ્તુને ફોલો કરે છે.

Image Source

લિપ પ્લેટ

મૂર્સી ની મહિલાઓ સુંદરતા માટે હોઠ ને મોટા કરે છે. તમને વિચાર આવશે કે હોઠ ને મોટા કરવા શું નવી વાત છે. પરંતુ અહીં હોઠ ને મોટા કરવા માટે સર્જરી નહીં પરંતુ તેમાં માટીની પ્લેટ લગાડી દેવામાં આવે છે. અહીં આ પ્લેટને સુંદરતાનું પ્રતીક ગણવામાં આવે છે.

Image Source

મોટા ઈયરબોલ

દક્ષિણ કેન્યાની મસાઈ જનજાતિની મહિલાઓ માટે સુંદરતા એટલે કાનના મોટા કાણા હોય છે. કેવો કલરફુલ શાલ અને કપડા સાથે અલગ અલગ પ્રકારની ઈયરિંગ્સ પહેરે છે. તેમના ઈયર બોર્ડ એટલે કે કાનના કાણા એકદમ મોટા હોય છે. ઈયર બોલ્સને મોટા કરવા માટે અહીં પથ્થર, દાંત, લાકડા જેવી ભારી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “FaktFood” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author: FaktFood Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *